બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Why fake trade in offerings of faith? Where did fake ghee come from, where was it made?

મહામંથન / આસ્થાના પ્રસાદમાં બનાવટનો વેપાર કેમ? બનાવટી ઘી ક્યાંથી આવ્યું, ક્યાં બનાવ્યું? અસલી ઘી વપરાયુંનો દાવો કેટલો સાચો?

Vishal Khamar

Last Updated: 09:41 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"ચોરનો ભાઈ ઘંટી ચોર" અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવાનો મોહિની કેટરર્સ કોન્ટ્રાક્ટ રિન્યુ થયો નથી. હવે પ્રસાદની જવાબદારી ટચ સ્ટોન કંપનીને આપવાનો મનસ્વી નિર્ણય કર્યો છે. જેને લઈ ધારાસભ્યએ પણ અનેક આક્ષેપો કર્યો છે.

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં વપરાતું ઘી બનાવટી હોવાની ચર્ચાએ જે જોર પકડ્યું હતું તેના પડઘા હજુ યથાવત છે. હવે એક સૂરમાં સરકાર અને વહીવટીતંત્ર એવું કહી રહ્યા છે કે ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને જે મોહનથાળનો પ્રસાદ અપાયો તેમાં બનાવટી ઘીનો ઉપયોગ નથી થયો. સામે પક્ષે બે દિવસની તપાસ પછી જ્યાંથી બનાવટી ઘી આવ્યું હોવાનું માલૂમ પડ્યું હતું તે નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતિન શાહ પોલીસના હાથે પકડાઈ ગયો છે. એવી આશા છે કે અનેક ખુલાસાઓ બહાર આવશે જેની અપેક્ષા સૌ કોઈ રાખી રહ્યું છે. અહીં પાયાનો પ્રશ્ન એટલો જ છે કે જ્યાં કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે એવા વિષયમાં બનાવટનો વેપાર થઈ જ કેમ શકે?

  • અંબાજીમાં પ્રસાદનો વિવાદ મુદ્દે જવાબ મેળવવાના બાકી
  • જ્યાંથી નકલી ઘી આવ્યું તે નીલકંઠ ટ્રેડર્સનો માલિક ઝડપાયો
  • નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતીન શાહ બે દિવસથી ફરાર હતો

મિલાવટખોરો નાગરિકોની શ્રદ્ધા અને જીવની પણ દરકાર ન કરે એટલી હદે નિષ્ઠુર અને નપાવટ શા માટે થઈ ગયા છે?. અહીં જતિન શાહ જેવા આરોપીને પણ એ સવાલ કરવો ઘટે કે તમને રેડની જાણ થઈ તો નાસી કેમ ગયા?. તમે એટલે નાસી ગયા કારણ કે તમારી દાનતમાં અને તમારા ઘી બંનેમાં મેલી મથરાવટી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ એ સવાલ ચોક્કસ કરવો પડે મિલાવટખોરોને તમારો ડર કેમ નથી?, કોઈને શંકા જાય કે કોઈ ફરિયાદ કરે ત્યારે જ જાગવાનું અને ત્યાં સુધી ઉંઘતા રહેવાનું?

  • નકલી ઘીનો પ્રસાદમાં ઉપયોગ થયાનો દાવો
  • વહીવટીતંત્ર આવા દાવાને નકારે છે
  • વહીવટીતંત્રનો દાવો છે કે ભક્તોને અશુદ્ધ પ્રસાદ મળ્યો નથી

અંબાજીમાં પ્રસાદનો વિવાદ મુદ્દે જવાબ મેળવવાના બાકી છે.  જ્યાંથી નકલી ઘી આવ્યું તે નીલકંઠ ટ્રેડર્સનો માલિક ઝડપાયો છે.  નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતીન શાહ બે દિવસથી ફરાર હતો. અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવવાનું કામ મોહિની કેટરર્સ પાસે હતું. મોહિની કેટરર્સે ઘીના 300 ડબ્બા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યા હતા. અમદાવાદના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી હતી. ડબ્બાઓનું સ્પેસિફિકેશન, લેબલ ધારાધોરણ મુજબનું ન હતું. નકલી ઘીનો પ્રસાદમાં ઉપયોગ થયાનો દાવો કેટલો સાચો? વહીવટીતંત્ર આવા દાવાને નકારે છે. વહીવટીતંત્રનો દાવો છે કે ભક્તોને અશુદ્ધ પ્રસાદ મળ્યો નથી.

આ સવાલના મળશે જવાબ?

  • જતીન શાહે બનાવટી ઘી કોને-કોને વેચ્યું?
  • બનાવટી ઘી ક્યાં બનતું હતું?
  • બનાવટી ઘીનો કોન્ટ્રાક્ટર આખરે છે કોણ?
  • મોહિની કેટરર્સ સિવાય બીજા કેટલાએ આવું ઘી ખરીદ્યું?
  • ભક્તોને અશુદ્ધ પ્રસાદ નહીં મળ્યો હોય તેની શું ખાતરી?
  • લગ્નની સિઝનમાં પણ આવું જ ઘી વપરાય છે?
  • મીઠાઈના દુકાનધારકો નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદતા હશે તો?
  • કેટલી મીઠાઈઓ બનાવટી ઘીથી બની હશે?
  • માત્ર મોહિની કેટરર્સ માટે નકલી ઘી બનતું હતું?

`બનાવટ'નો કોન્ટ્રાક્ટ કોની પાસે? 

ધારાસભ્ય કાંતિ ખરાડીએ શું કહ્યું?
અંબાજી પ્રસાદનો કોન્ટ્રાક્ટ નવી એજન્સીને પણ ન આપવો જોઈએ. અક્ષયપાત્ર સંસ્થાનું નામ પણ ખરડાયેલું છે. અગાઉ મોહિની કેટરર્સ પ્રસાદ બનાવતી હતી જેના સેમ્પલ નિષ્ફળ ગયા. અક્ષયપાત્ર સંસ્થાની સિસ્ટર કંપની ટચ સ્ટોનને પ્રસાદનું કામ અપાયું છે.  અગાઉ ટચ સ્ટોન કંપની દૂધના પાવડરમાંથી પ્રસાદ બનાવતી હતી. અંબાજી મંદિરે કંપનીને દંડ પણ ફટકાર્યો હતો. જે કંપનીએ ભેળસેળ કરી તેને ફરી શા માટે કામ અપાયું? અંબાજી મંદિરનો અનુભવી સ્ટાફ પહેલા પ્રસાદ બનાવતો જ હતો. અંબાજી મંદિરમાં સ્ટાફ છે તો બહારની એજન્સીને કોન્ટ્રાક્ટ કેમ?. દૂધના પાવડરનો ઉપયોગ કરવાનો નિર્ણય મનસ્વી રીતે કેમ લેવાયો?

  • અંબાજી પ્રસાદનો કોન્ટ્રાક્ટ નવી એજન્સીને પણ ન આપવો જોઈએ
  • અક્ષયપાત્ર સંસ્થાનું નામ પણ ખરડાયેલું છે
  • અગાઉ મોહિની કેટરર્સ પ્રસાદ બનાવતી હતી જેના સેમ્પલ નિષ્ફળ ગયા

બનાસકાંઠા કલેક્ટરે શું કહ્યું?
ટચ સ્ટોન ફાઉન્ડેશન કંપની ઘણા શહેરમાં કામ કરે છે. 2012 થી 2017 સુધી કંપનીએ મોહનથાળ બનાવવાનું કામ કર્યું હતું. ભીડ વધુ હોવાથી મોહનથાળ બનાવવા દૂધના પાવડરનો ઉપયોગ થયો. પ્રસાદ લાંબો સમય ટકી રહે તે માટે દૂધનો પાવડર વપરાયો હતો. દૂધનો પાવડર વાપરવાની મંજૂરી લીધી ન હતી એટલે દંડ ફટકાર્યો હતો.  પ્રસાદની ડિમાન્ડ વધારે હતી એટલે દૂધનો પાવડર વાપર્યો હોવાની એજન્સી દ્વારા દલીલ કરી હતી.  પહેલા કરતા અમારી સિસ્ટમ વધુ મજબૂત છે. આક્ષેપ કરનારા આક્ષેપ કરતા રહે, અમે કામ કરતા રહીશું. 

  • જે કંપનીએ ભેળસેળ કરી તેને ફરી શા માટે કામ અપાયું?
  • અંબાજી મંદિરનો અનુભવી સ્ટાફ પહેલા પ્રસાદ બનાવતો જ હતો
  • અંબાજી મંદિરમાં સ્ટાફ છે તો બહારની એજન્સીને કોન્ટ્રાક્ટ કેમ?
  • દૂધના પાવડરનો ઉપયોગ કરવાનો નિર્ણય મનસ્વી રીતે કેમ લેવાયો?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ