બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:47 PM, 22 April 2023
ADVERTISEMENT
આજકાલ દરેક વ્યક્તિની લાઇફસ્ટાઇલ જ એવી બની ગઇ છે કે શરીરને જરૂરી ન્યૂટ્રિશન મળતાં નથી. નાની ઉંમરમાં પોષણની કમીનું મુખ્ય કારણ છે વિટામિન ડી અને જરૂરી મિનરલ્સની કમી. આ કમી સર્જાય છે અનહેલ્ધી ફૂડમાંથી. ધીમે ધીમે હાડકાં સાથે જોડાયેલી બીમારીઓ ઘેરવા લાગે છે. હાડકાંનાં સાંધામાં ‘કટ કટ’ અવાજ ઘણા લોકોને આવતો હોય છે. સામાન્ય રીતે તેમાં દુખાવો થતો નથી. જોકે તેને હળવાશથી પણ ના લેશો કેમકે ઘણી વખત ‘કટ કટ’નો અવાજ હાડકાંની ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
મોટાભાગે ઘૂંટણમાં થાય છે આ અવાજ
હાડકાંના સાંધામાંથી નીકળતો આ અવાજ મોટેભાગે ઘૂંટણમાંથી આવે છે. આ તકલીફને મેડિકલની ભાષામાં ક્રેપિટસ કહેવાય છે. ઉંમર વધવાની સાથે ઘૂંટણની ઉપર ફ્લેક્સિબલ ટિશ્યૂની કમી થાય છે. આ કારણે તે એકબીજા સાથે ઘસાય છે. તે એક પ્રકારનો રોગ જ કહેવાય છે. નાની ઉંમરમાં જો ‘કટ કટ’ અવાજ આવે તો તેની પાછળ બીજાં કારણો પણ જવાબદાર હોઇ શકે છે.
ADVERTISEMENT
.jpg)
એર બબલ્સ બનવાં
જોઇન્ટ્સમાંથી ‘કટ કટ’ અવાજ આવતો હોય કે પછી તમને ગરદન કે આંગળીઓ ફોડવાની આદત હોય તો આ જોઇન્ટ્સમાંથી નીકળતો અવાજ એર બબલ્સ છે. જે બે હાડકાંના જોઇન્ટ્સ પર બને છે. તે તૂટે ત્યારે અવાજ આવે છે. જો એ અવાજ કોઇ જ તકલીફ ન આપતો હોય તો ગભરાવાની જરૂર નથી, પરંતુ ડાયેટમાં અમુક વસ્તુઓ અચૂક સામેલ કરો. જો તમને વધુ સમસ્યા થતી હોય તો સંધિવા પણ હોઇ શકે છે. જે આગળ જતા ચાલવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
ADVERTISEMENT
માંસપેશીઓમાં ખેંચાણ
ઘણી વખત માંસપેશીઓમાં ખેંચાણનાં લીધે પણ આવું થઇ સકે છે. તેમાં અવાજની સાથે સાંધામાં સોજો અને દર્દ પણ થાય છે. જેનો ઇલાજ જરૂરી છે. જો નાની ઉંમરમાં એર બબલ્સ બનવાના લીધે ‘કટ કટ’ અવાજ આવતો હોય તો ડાયેટમાં આ વસ્તુઓને સામેલ કરો.

ADVERTISEMENT
ડાયટમાં ધ્યાન રાખો
- કેલ્શિયમથી ભરપુર હોય તેવી વસ્તુઓનું સેવન કરો
- દૂધમાં હળદર નાંખીને પીવાથી પણ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમ મળે છે.
- ગોળ અને શેકેલા ચણા પણ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેનાથી સાંધા મજબૂત બને છે.
- રોજ ખાલી પેટે અખરોટ ખાવ. તેનાથી હાડકાં મજબૂત બનશે. અખરોટમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે. તેનાથી જોઇન્ટ્સ સ્મૂધલી મૂવ કરવા લાગે છે.
- રોજ ચાર-પાંચ પલાળેલી બદામ ખાવાથી શરીરને પોટેશિયમ મળે છે.
- ઘૂંટણ પર બનેલા કાર્ટિલેજ ઘસાવાના લીધે ‘કટ કટ’ અવાજ આવતો હોય તો તે માટે વિટામિન સી યુક્ત આહાર લેવો જરૂરી છે.
- પાલક, બ્રોકોલી, સંતરાં, લીંબુ જેવી ચીજો ખોરાકમાં સામેલ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.