બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'ગોપાલ ઈટાલિયા પર કેમ ફેંક્યું જૂતું'? આરોપી છત્રપાલ સિંહ જાડેજાએ કહ્યું, જાણીને હેરત થશે

નિવેદન / 'ગોપાલ ઈટાલિયા પર કેમ ફેંક્યું જૂતું'? આરોપી છત્રપાલ સિંહ જાડેજાએ કહ્યું, જાણીને હેરત થશે

Vishal Khamar

Last Updated: 03:11 PM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારના રોજ જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગુજરાત જોડો યાત્રામાં બાઈક રેલી યોજાઈ હતી. જે બાદ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર એક વ્યક્તિ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું. જે બાદ જૂતું ફેંકનાર વ્યક્તિએ મોટું નિવેદન આપ્યું હતું.

જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા બાદ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવતા મામલો ગરમાઈ જવા પામ્યો હતો. પોલીસે તાત્કાલીક તે શખ્સની અટકાયત કરી હતી.

પોલીસ દ્વારા શખ્સની પૂછપરછ કરવામાં આવી

પોલીસ દ્વારા તે શખ્સની પૂછપરછ કરતા તેનું નામ છત્રપાલસિંહ જાડેજા અને તે મેમાણા ગામે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવા બાબતે શખ્સે જણાવ્યું હતું ક, અગાઉ ગુજરાત રાજ્ય સરકારના તત્કાલીન મંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ગોપાલ ઈટાલિયાએ જૂતું ફેંક્યું હતું. જે બાબતનો મને વસવસો રહી હયો હતો. મોકો જોઈને, મે મારા સમાજનો બદલો લીધો છે. આનાથી મને સંતોષ છે.

કોણ છે છત્રપાલસિંહ જાડેજા

આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેકનાર છત્રપાલસિંહ જાડેજા કોંગ્રેસના કાર્યકર છે. તેમજ તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવવાને પોતાના ગુરૂ માને છે.

જાહેરસભા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી

શુક્રવારે જામનગરમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા દરમિયાન ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજ્ઞાત વ્યક્તિએ અચાનક મંચ તરફ બુટ ફેંક્યો હતો. આ અચાનક બનેલી ઘટના કારણે સભામાં કંઈક પળો માટે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું.

મળતી માહિતી મુજબ ગોપાલ ઇટાલિયા પોતાનું ભાષણ ચાલુ રાખી રહ્યા હતા ત્યારે પાછળથી એક વ્યક્તિએ તેમને નિશાન બનાવી બુટ ફેંક્યો હતો. સદનસીબે ઈટાલિયાને કોઈ ઈજા થઈ નથી. પરંતુ આ ઘટના રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બની છે.

ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મીઓએ તરત જ કાર્યવાહી કરી હતી, પરંતુ બુટ ફેંકનાર વ્યક્તિ કોણ હતો અને તેનું હેતુ શું હતું તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ગોપાલ ઇટાલિયાએ આ ઘટનાની બાદ પોલીસ સમક્ષ આક્ષેપો કર્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ ઈન્ડિગો ફ્લાઈટ વિવાદ: અમદાવાદમાં યુવતી રડી પડી, 37 ટ્રેનમાં 116 વધારાના કોચ લગાવાયા

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિરોધની લહેર ફેલાઈ છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો પણ ઘટનાની નિંદા કરી છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. પોલીસ હાલમાં આ ઘટનાની તપાસ શરૂ કરી ચૂકી છે અને જાહેરસભામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar News ChhatrapalsinhJaheja Gopal Italia
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ