બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Why are government contractors in Khayki's Lhai? Can corruption not be prevented by monitoring them?

મહામંથન / સરકારી કોન્ટ્રાક્ટરો ખાયકીની લ્હાયમાં જ કેમ હોય છે? શું તેમની પર દેખરેખ રાખીને ભ્રષ્ટાચાર ન અટકાવી શકાય?

Vishal Khamar

Last Updated: 10:27 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારી ઓફિસોમાં પોતાની વગનો ઉપયોગ કરીને મોટા મોટા કોન્ટ્રાક્ટ મેળવી લે છે. પરંતું ત્યારે બાદ નબળી ગુણવત્તાનું કામ કરી સરકારની તિજોરીને નુકશાન પહોંચાડવાનું કામ કરે છે. ક્યાં સુધી આવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળશે? તેમજ સરકાર દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહિ કેમ નથી કરવામાં આવતી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે?

સરકારી કોન્ટ્રાક્ટ મળ્યો એટલે ગમે તેમ કામ કરીને આપીશું તો ચાલશે. એવી માન્યતા સરકારી કામ મેળવનારા કોન્ટ્રાક્ટરોના મનમાં ઘર કરી ગઇ છે. આ વાતના પૂરાવા આપવાની જરૂર નથી. તેમ સુરતની એક આંગણવાડીના લોકાર્પણમાં ગયેલા શિક્ષણમંત્રીએ કામની ગુણવત્તા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો. યોગ્ય કામ કરવાનો આદેશ આપ્યો. આણંદના બે ગામોની શાળાનું બાંધકામ જ્યા ઇંટ અને રેતી ગુણવત્તા સવાલોમાં આવી. મહેસાણાના બ્રિજની કામગીરી પણ સવાલોમાં આવી અને સાંસદને કલેક્ટરને રજૂઆત કરવાની જરૂર પડી.પાટનગર ગાંધીનગરમાં જ સરકારી કચેરીને તોડીને નવી ડિઝાઇન સાથે કરવાનો આદેશ અપાયો. આવી કેટલાક ઉદાહરણો તમારી પાસે પણ હશે. તમારા શહેર-ગામમાં પણ સરકારી કામો સવાલોમાં રહ્યાં હશે. એ પછી ચણતરના હોય,રસ્તાના હોય કે કચેરીના હોય કે પછી વ્યવસ્થાના હોય. સરકારી કામો જે કોન્ટ્રાક્ટરને મળે છે તેની નૈતિક ફરજ કેમ ઘટી જાય છે? સરકારી કામોમાંથી માત્ર તિજોરી ભરવાનો જ વિચાર કેમ આવે છે? સરકારી કામોના નિરીક્ષણમાં ક્યા ચૂક રહી જાય છે? 

  • આણંદમાં સરકારી શાળાની કામગીરીમાં નબળી ગુણવત્તાના માલસામાન વપરાયો
  • નિર્માણ થઈ રહેલી શાળામાં વપરાતી ઈંટો હાથમાં લેતા જ થઈ જાય છે ભુક્કો
  • ગ્રામજનોએ ફરિયાદ કરતા એન્જિનિયર સ્થળ છોડીને ભાગ્યા

આણંદમાં સરકારી શાળાની કામગીરીમાં નબળી ગુણવત્તાના માલસામાન વપરાયો છે.  નિર્માણ થઈ રહેલી શાળામાં વપરાતી ઈંટો હાથમાં લેતા જ ભુક્કો થઈ જાય છે. ગ્રામજનોએ ફરિયાદ કરતા એન્જિનિયર સ્થળ છોડીને ભાગ્યા. સુરતના દેરોદ ગામમાં શાળાના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વપરાયું છે. પ્રફુલ પાનસેરિયાએ નિરીક્ષણ કરતા મટિરિયલ નબળી ગુણવત્તાનું હોવાનું ખૂલ્યું.  શિક્ષણમંત્રીએ તાત્કાલિક નવુ કામકાજ કરવાની સૂચના આપી છે.  મહેસાણામાં બ્રિજની ગુણવત્તા નબળી હોવાના સાંસદ અને ધારાસભ્યના આક્ષેપ છે. વાગડ કન્સ્ટ્રક્શન કંપનીએ કામગીરી ગુણવત્તા વગરની હોવાના MP અને MLAના આક્ષેપ. ટેન્ડરની શરતોનો ભંગ કરતા પ્રજા પરેશાન થતી હોવાનો સાંસદનો આક્ષેપ છે. 

  • સુરતના દેરોદ ગામમાં શાળાના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વપરાયું
  • પ્રફુલ પાનસેરિયાએ નિરીક્ષણ કરતા મટિરિયલ નબળી ગુણવત્તાનું હોવાનું ખૂલ્યું
  • શિક્ષણમંત્રીએ તાત્કાલિક નવુ કામકાજ કરવાની સૂચના આપી

ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલી પ્રાંત કચેરીને એકાએક તોડી પડાઈ. ડિઝાઈન બદલાઈ હોવાથી કચેરી તોડાઈ હોવાનો એજન્સીનો દાવો.  એક વર્ષ પહેલાં અપાયેલા વર્કઓર્ડરમાં એકાએક ડિઝાઈન બદલાઈ છે.  અમદાવાદના રિવરફ્રન્ટ પર લાખોના ખર્ચે તૈયાર થયેલી ઝીપ લાઈન રાઈડ ભંગાર બની છે.  2015મા શરૂ કરવામાં આવેલી ઝીપલાઈનને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે.  સી પ્લેન સંચાલનમાં અવરોધ બનતા ઝીપ લાઈન રાઈડ બંધ કરાઈ હતી.

  • ગાંધીનગરમાં નિર્માણ પામી રહેલી પ્રાંત કચેરીને એકાએક તોડી પડાઈ
  • ડિઝાઈન બદલાઈ હોવાથી કચેરી તોડાઈ હોવાનો એજન્સીનો દાવો
  • એક વર્ષ પહેલાં અપાયેલા વર્કઓર્ડરમાં એકાએક ડિઝાઈન બદલાઈ

વડોદરાના જીવન નગરમાં 11 વર્ષ જૂના આવાસના મકાન જર્જરિત છે.  મકાનની છતમાં તિરાડ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે.  ભયના એંધાણ હેઠળ રહેવા માટે સ્થાનિકો મજબૂર છે.  જામનગરમાં સાધના કોલોનીના હાઉસિંગના મકાન 23 વર્ષમાં થયા જર્જરિત છે.  5 હજાર જેટલા લોકો જર્જરિત મકાનમાં લોકો વસવાટ કરી રહ્યા છે.  ગઈકાલે એક ઈમારત ધરાશાયી થતા એક પરિવારના 3 લોકોના મોત થયા છે.  પાલિકાએ નોટિસ આપ્યા વગર જ સ્થાનિકોને મકાન કરાવ્યા ખાલી કરાવ્યા.

VTVના સવાલ

  • સરકારી કામમાં નબળી ગુણવત્તા છતા નથી થતી કડક કાર્યવાહી?
  • પ્રજાના પૈસાનો વ્યય કરતા કોન્ટ્રાક્ટરને કોણ છાવરી રહ્યું છે?
  • કોન્ટ્રાક્ટરો સાથે સ્થાનિક તંત્રના અધિકારીઓની સંડોવણી છે?
  • કોની રહેમ નજર હેઠળ અધિકારીઓને છાવરવામાં આવે છે?
  • અવાર-નવાર નબળી કામગીરી સામે આવ્યા બાદ પણ તંત્ર નિંદ્રામાં?
  • ભાજપના નેતાઓની ફરિયાદ બાદ હવે કાર્યવાહી થશે? 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ