બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Whose human remains were found in the pipeline of Siddhapur municipality

પાટણ / સિદ્ધપુર નગરપાલિકાની પાઇપલાઇનમાંથી મળેલા માનવ અવશેષો કોના હતા? DNA તપાસમાં થયો ખુલાસો

Dinesh

Last Updated: 07:07 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણના સિદ્ધપુર નગરપાલિકાની પાઇપલાઇનમાંથી માનવ અવશેષ મળવા મામલે DNA રિપોર્ટ બાદ ખુલાસો થયો છે કે, તે અવશેષો લવિના હરવાણીના હતાં

  • પાઇપલાઇનમાંથી માનવ અવશેષ મળવા મામલે ખુલાસો
  • અવશેષો લવિના હરવાણીના હોવાનો થયો ખુલાસો
  • લવિના હરવાણી ઘણા દિવસોથી ગુમ હતી


પાટણના સિદ્ધપુર નગરપાલિકાની પાણી પાઇપલાઇનમાંથી માનવ અવશેષ મળવા મામલે મોટો ખુલાસો થયો છે. જે માનવ અવશેષ સિદ્ધપુરમાંથી ગુમ થયેલી લવિના નામની યુવતીના હોવાનું સામે આવ્યું છે. પાણી પાઇપલાઇનમાંથી મળેલા માનવ અવશેષોનું DNA પરથી ખુલાસો થયો છે કે, તે અવશેષો લવિના હરવાણીના છે, ગુમ થયેલી યુવતીના માતા પિતાના ડીએનએ રિપોર્ટ કરવામાં આવતા સમગ્ર કેસ ઉકેલાયો છે.

12 મેના રોજ લગ્ન હતાં
લવિના પાંચ દિવસ પહેલા ગુમ થયાની વિગતો છે, સુદ્ધપુરમાં રહેતી લવિનાના 12 મેના રોજ લગ્ન હતાં, જો કે, 7 મેના રોજ તે ગુરૂદ્વારા જવાનું કહી ઘરેથી નીકળી હતી ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. જે મામલે ગુમ થયાની પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જો કે, બાદમાં પાણીની પાઈપ લાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતાં. જે મામલે પોલીસને આશંકા જતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. અત્રે તમને જણાવી દઈએ કે, પોલીસના હાથે સીસીટીવી લાગ્યા છે જેમાં તે પાણીની ટાંકી તરફ જઈ રહી હતી તેમજ તે દિશામાંથી પોલીસને દુપટ્ટો પણ મળી આવ્યો હતો. 

16 તારીખનો બનાવ  
16 તારીખના રોજ સિદ્ધપુરમાં પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળ્યા હતા ત્યાર બાદ પાઈપલાઈનમાં તપાસ કરતા વિવિધ સ્થળો પર મૃતદેહના અવશેષો મળ્યા હતા.  તેને ફોરેન્સિક લેબમાં તપાસમાં મુકવામાં આવ્યા હતા અને જે રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, તે અવશેષો કોઈ મહિલાના છે, ત્યાર બાદ પોલીસ ગુમ થયેલી મહિલાઓ અંગ માહિતી તપાસી ત્યારે લવિના નામની યુવતી ગુમ થયેલી હોવાનું જાણવા મળ્યું હતું ત્યાર બાદ લવિનાના માતા-પિતાનો DNA રિપોર્ટ કરવામાં આવ્યો અને જેના પરથી સચોટ જાણવા મળ્યું કે, તે મૃતઅવશેષો લવિનાના જ છે.

હત્યા કે પછી આત્મહત્યા ?
પોલીસે એટલુ ચોકસ ઉકેલી લીધું છે કે, આ અવશેષો લવિનાના છે પરંતુ આ બનાવ હત્યા કે પછી આત્મહત્યા છે તે બાબત ઉકેલી શકી નથી. અત્રે તમને જણાવી દઈએ કે, લવિનાના પરિવારજનો આત્મહત્યા ન કરી હોવાનું જણાવી રહ્યા છે તેમજ આ મામલે યોગ્ય તપાસ કરવા પણ માંગ કરી રહ્યાં છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ