બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Who will face Surendranagar Lok Sabha seat? The caste equation is misleading
Last Updated: 10:50 PM, 17 April 2024
સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની ચૂંટણીનું રણસીંગુ ફૂંકાઈ ચૂક્યું છે.ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે અને કૉંગ્રેસ દવારા ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.ત્યારે ચંદુભાઈ પોતે હળવદના છે અને ઠાકોર સમાજ માંથી આવે છે અને ઠાકોર સમાજના કુલ સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર 1.81 લાખ મત છે.બીજી તરફ કૉંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજ માંથી આવે છે અને તળપદા કોળી સમાજના કુલ 3.84 લાખ મત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોકસભામાં કેટલી વિધાનસભા સમાવિષ્ટ?
વિરમગામ
ધંધુકા
દસાડા
લીંબડી
વઢવાણ
ચોટીલા
ધ્રાંગધ્રા
બન્ને પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા જ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.ત્યારે બન્ને પક્ષના સંગઠનના કાર્યકરો પણ પ્રચારમાં લાગી ગયા છે.અને ખાસ કરી કૉંગ્રેસ ના ઉમેદવાર ઋત્વિક મકવાણા સાથે આપના નેતાઓ પણ પ્રચારમાં જોડાયા છે.ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પણ પ્રચાર માં જોડાયા છે પરંતુ હાલ ક્ષત્રિય સમાજની પરસ્તોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જિલ્લાના ગામડાઓમાં પ્રવેશ બંધીના બેનરો લાગ્યા છે જેથી પ્રચારના કાર્યક્રમમાં ભાજપને ફેરફાર કરવા પડી રહ્યા છે.
ADVERTISEMENT

કોણ છે ચંદુભાઈ શિહોરા?
ADVERTISEMENT
કોણ છે ઋત્વિક મકવાણા?
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો ઈતિહાસ
સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ

કોણ છે ચંદુભાઈ શિહોરા..
------------------------------------------------
● ચંદુભાઈ મૂળ કૉંગ્રેસ માંથી ભાજપમાં આવેલ નેતા છે..
● મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે..
● ઠાકોર સમાજ માંથી આવે છે અને ઉધોગપતિ સાથે સારા સંબંધો ધરાવે છે..
● વ્યસાયમાં ખેતી અને ઉધોગ સાથે સંકળાયેલા છે..

કોણ છે ઋત્વિક મકવાણા
------------------------------------------------------------------
● ઋત્વિક મકવાણા પોતે ખાનદાની રાજકીય નેતા તરીકે જાણીતા છે.
● 2017માં ચોટીલા બેઠક પર વિધાનસભાના ધારાસભ્ય રહ્યા અને 2022 માં હાર થઈ..
● તેમના દાદા કરમશી મકવાણા પોતે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
● તમને અન્ય એક દાદા સવસીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે.
● ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
● તળપદા કોળી સમાજના મોટા નેતા તરીકે તેમની ગણના થાય છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો ઈતિહાસ
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કોળી મતદાતાનું પ્રભુત્વ રહેલું છે ત્યારે છેલ્લા 5 ટર્મ થી 2 વખત કૉંગ્રેસ અને 3 વખત ભાજપના ઉમેદવાર ની જીત થઈ છે.ત્યારે સોમાભાઈ પટેલ અને સાવસીભાઈ મકવાણા આ બન્ને કૉંગ્રેસ માંથી સંસદ બન્યા હતા જ્યારે સોમાભાઈ પટેલ અને દેવજીભાઈ ફતેપરા અને ડૉ.મહેન્દ્ર મુંજપરા ભાજપ માંથી જીતી અને સંસદ બન્યા હતા.સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર બોટાદ અમદાવાદ મોરબી જિલ્લાના ગામ આવી રહ્યા છે.આ બેઠક પર કોળી સમાજમાં નેતાઓને જ ટિકિટ બન્ને પક્ષ છેલ્લા 5 ટર્મ થી આપી રહ્યા છે..
વધુ વાંચોઃ આસ્થાનું 'રાજ'કારણ: રામમંદિરના વિરોધની વિચારધારા કોની, શું રામના નામે નેતાઓ તરે છે?
સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર તળપદા કોળી સમાજના લોકોના મત સૌથી વધુ છે.જેમાં 3.83 લાખ મત છે. બીજા નંબરે ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ તેમજ મુસ્લિમ સમાજના વોટરોની સંખ્યા વધારે છે. અનુસૂચિત જાતિના મતદારપાટીદાર, આહીર અને ક્ષત્રિય મતદારોનો પણ પ્રભાવ ચૂંટણી સમયે પાટીદાર,આહીર અને ક્ષત્રિય મતદારો પણ બાજી પલટી શકે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.