બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Who gets a liquor permit, where to apply, how much? Know all details in one click

બંધાણીઓ જોગ / કોને મળે દારુની પરમિટ, ક્યાં અરજી કરવી, કેટલા પૈસા? જાણો તમામ ડિટેલ્સ એક ક્લિકમાં

Hiralal

Last Updated: 07:48 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દારુ પીવાની પરમિટ ક્યાંથી મળે અને તેને માટે શું કરવું તેને લઈને અહીં ડિટેલ્સ જાણકારી આપવામાં આવે છે.

ગુજરાતમાં ફક્ત દારુની પરમિટવાળા જ પી શકે છે દારુ 
પરમિટ વગર દારુ પીવો ગેરકાયદેસર
6 અલગ અલગ કેટેગરીમાં મળે છે પરમિટ
હેલ્થ પરમિટ, વિઝિટર પરમિટ અને ફોરન પરમિટ મુખ્ય 

ગુજરાતીઓ દારુ પીવામાં અવ્વલ છે તે વાત ફરી એક વાર સાચી સાબિત થઈ છે. પરમિટવાળા લોકો અહીંયા જ પીવે છે જ્યારે પરમિટ વગરના શૌખીન લોકો દીવ-દમણ કે માઉન્ટ આબુ ઉપડી જતા હોય છે. તાજેતરમાં ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારુની છૂટ આપી છે. દારુ છૂટની સાથે જ ગુજરાતમાં પરમિટવાળા લોકોના આંકડો સામે આવ્યાં છે. જેના પરથી ખબર પડે કે કેટલા લોકોએ દારુની પરમિટ લીધી છે આ સાથે એવો પણ સવાલ છે કે દારુની પરમિટ લેવા માટે ક્યાં અરજી કરવી. દારુ પીવાની ઉંમર 21 વર્ષથી વધુ છે. 

જાણી લો પરમિટ મેળવવાની આખી પ્રોસેસ 

જ્યારથી ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ છૂટ અપાઈ છે ત્યારથી લોકોના મનમાં પણ શંકા-કુશંકા છે કે કાયદેસરની પરમિટ લેવા માટે શું કરવું અને તેને માટે આખી પ્રોસેસ શું હોય છે. 

6 પ્રકારની મળે છે પરમિટ 
હેલ્થ પરમીટ :
રાજ્યના વતની,રાજ્ય બહારના પણ ગુજરાતમાં રહેતા વ્યક્તિ અને સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો

હંગામી રહેવાસી :
- કામચલાઉ પરમીટ

ટુરિસ્ટ પરમીટ :
- એક મહિના માટે પરમીટ અપાય છે

મુલાકાતી વ્યક્તિ :
- રાજ્ય બહારની વ્યક્તિને સાત દિવસ માટે

ગ્રુપ પરમીટ :
- વિદેશી નાગરિકને સંમેલન કે કોન્ફરન્સ માટે

તત્કાલ પરમીટ :
- મેડિકલ હેતુ માટે જરૂરિયાત હોય તેવા વ્યક્તિને

પરમીટમાં કોને કેટલો દારૂ મળે 
- 40 થી 50 વર્ષ સુધી - મહિને ત્રણ યુનિટ
- 50 થી 65 વર્ષ સુધી - મહિને ચાર યુનિટ
- 65 વર્ષ કરતાં વધુ - મહિને પાંચ યુનિટ

3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ લીધી પરમીટ 
અમદાવાદમાં હજારો લોકોએ લીધી દારૂની પરમીટ લીધી તેવી વિગતો સામે આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમીટ માટેની અરજીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ પરમીટ લીધી છે. ટોટલ હાલમાં ગુજરાતમાં 43,000 લોકો પાસે દારુની પરમિટ છે અને તેમાં વધારો થઈ રહ્યો છે.

20 હજારની ફી ભરવી પડે છે 
દારૂની પરમીટ માટે સિવિલ હોસ્પિટલમાંથી પરમિશન લેવાની હોય છે અને તેના માટેનો ચાર્જ પણ લેવામાં આવે છે. જેમાં નવી પરમીટ માટે રૂ.20 હજાર જેટલો ચાર્જ લેવામાં આવે છે. જ્યારે જૂની પરમીટ રિન્યુ માટે રૂ.14 હજાર સુધીનો ચાર્જ લેવામાં આવે છે. આ હિસાબે છેલ્લા ત્રણ વર્ષમાં 4 થી 6 કરોડની આવક સિવિલને પણ થઈ રહી છે.

નશાબંધી ખાતામાં પણ અરજી કરી શકાય
દારુની પરમિટ મેળવવા માટે નશાબંધી ખાતામાં પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. જોકે તમે ઈચ્છો તો ઓફલાઈન અરજી પણ કરી શકો છો. માહિતી માટે લાલ દરવાજા પાસે આવેલી નશાબંધી ખાતાનો સંપર્ક સાધી શકાય છે. 


કેટલી રિન્યુ અને કેટલી નવી પરમીટ
2021માં રિન્યુ સહિત 3743 લોકો, 2022માં રિન્યુ સહિત 3079 લોકો તથા 2023માં રિન્યુ સહિત 4103 લોકોએ દારુની પરમિટ લીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ