બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / VTV વિશેષ / When will the student going abroad be free from the agents of agents? It is not difficult to go abroad with the right process, why a shortcut?

મહામંથન / વિદેશ જતો વિદ્યાર્થી એજન્ટોની માયાજાળમાંથી મુક્ત ક્યારે થશે? યોગ્ય પ્રક્રિયાથી વિદેશ જવું મુશ્કેલ નથી, શોર્ટકટ કેમ?

Vishal Khamar

Last Updated: 09:17 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલનાં સમયમાં લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધતો જાય છે. વીઝા કન્સલ્ટન્સી દ્વારા લોકો સાથે છેંતરપીંડી આચરવાનાં બનાવો પણ વધ્યા છે. તાજેતરમાં જ CID ક્રાઈમ દ્વારા વીઝા કન્સલ્ટન્સી ઓફીસમાં રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. ત્યારે રાજ્યવ્યાપી દરોડામાં વધુ મોટું કૌભાંડ બહાર આવશે? તે એક મોટો પ્રશ્ન છે.

1857ના વિપ્લવ જ્યારે અંગ્રેજોની સેનામાં ભારતીય સૈનિકો પણ હતા. ભારતીય સૈનિકો તરફથી અંગ્રેજોની સેનામાં વિરોધ વધતો જતો હતો જેની પાછળના ઘણા કારણોમાનું એક કારણ હતું કે નૌકાદળના સૈનિકોને દરિયો પાર કરીને અન્ય દેશમાં પણ લડવા જવાનું થતું હતું. આવું કરવા માટે ભારતીય સૈનિકો ઈન્કાર કરતા કારણ કે એ સમયે તેઓ ધર્મની દુહાઈ આપતા અને એવું કહેતા કે અમારા માટે દરિયો પાર કરવો વર્જ્ય છે એટલે અમારાથી નહીં થઈ શકે. આ વાત આજથી દોઢ સદી જૂની છે પણ આજે તો સ્થિતિ કેટલી વિરોધાભાસી છે તે કહેવાની જરૂર નથી. 

  • વીઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં રાજ્યવ્યાપી દરોડા
  • CID ક્રાઈમ દ્વારા SIT બનાવવામાં આવી
  • વીઝા કન્સલ્ટીંગ કૌભાંડ મુદ્દે તપાસ

ભારતીય વિદ્યાર્થી હોય કે નોકરિયાત, તમામમાં વિદેશ જવાની ઘેલછા એ હદે ઘર કરી ગઈ છે કે જેનું કોઈ પ્રમાણભાન જ નથી. આ જ ઘેલછા એવા લેભાગુ એજન્ટને પૂરતુ પીઠબળ આપે છે જે કંઈ કેટલાય વિદ્યાર્થીઓને છેતરી જાય છે. છેલ્લા ચાર-પાંચ દિવસમાં CID ક્રાઈમે રાજ્યમાં 17 સ્થળોએ દરોડા પાડ્યા જેમાં વીઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી અનેક વાંધાજનક દસ્તાવેજ મળ્યા અને સાથે-સાથે લાખો રૂપિયાની રોકડ પણ મળી. છેતરપિંડીની આ હદ હજુ પૂરી નથી થઈ કારણ કે જે વિદ્યાર્થીઓ મેરીટમાં ન આવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ આવા બોગસ એજન્ટોએ ખોટી માર્કશીટની વ્યવસ્થા કરી આપી. 

  • બોગસ એજન્ટ દ્વારા છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે
  • વિદેશ જવાની આટલી ઘેલછા કેમ તે મહત્વનો સવાલ
  • શોર્ટકટ શા માટે અપનાવવામાં આવે છે?

નોટરીના સિક્કા હોય કે પછી સ્ટેમ્પ, તમામ સ્તરે માત્ર ને માત્ર જુઠ્ઠાણું જ ચલાવાયું. અહીં ફરી ફરીને એ જ અપીલ કરવી પડી કે જે કોઈ વિદ્યાર્થી કે નોકરિયાત પોતાના મનમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ કે કેનેડા જવાના સપના જુએ છે તે મહેરબાની કરીને તમારી કારકિર્દી સાથે રમત રમતા એજન્ટની જાળમાં ભૂલથી પણ ન ફસાય. વિદ્યાર્થી અને નોકરિયાતને અપીલ કરવાની સાથે આપણે એ પણ ચર્ચવાનું છે કે આવું ન થાય એના માટે દરેક સ્તરે કેવા પ્રયત્નો થવા જોઈએ.

  • લોકોને એરપોર્ટથી પરત મોકલાયાના બનાવ
  • 3 મહાનગરોમાં 17 સ્થળે દરોડા
  • દરોડામાં અનેક અનઅધિકૃત સામગ્રી મળી

વીઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં રાજ્યવ્યાપી દરોડા પડ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે CID ક્રાઈમ દ્વારા SIT બનાવવામાં આવી છે.  વીઝા કન્સલ્ટીંગ કૌભાંડ મુદ્દે તપાસ હાથ ધરી છે.  વીઝા, વર્ક પરમીટ, અને PR વર્કમાં મોટી ગોલમાલ તપાસમાં બહાર આવી છે.  અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા સુધી કૌભાંડના તાર છે.  વિદેશ જતા વિદ્યાર્થીઓ એજન્ટોની જાળમાં ફસાતા જાય છે. બોગસ એજન્ટ દ્વારા છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. વિદેશ જવાની આટલી ઘેલછા કેમ તે મહત્વનો સવાલ છે.  શોર્ટકટ શા માટે અપનાવવામાં આવે છે?

ક્યાં પડ્યા દરોડા ?

  • અમદાવાદ
  • વડોદરા
  • ગાંધીનગર

CID ક્રાઈમને કઈ રીતે મળ્યું પગેરુ?
આ સમગ્ર મામલે CID ક્રાઈમને ઘણી અરજીઓ મળી હતી. એક મહિનાથી ગુપ્તરાહે તપાસ ચાલતી હતી. લેભાગુ એજન્ટ ઉપર સતત વોચ ગોઠવી હતી. એજન્ટ વધુ રૂપિયા પડાવે છે. લોકોને એરપોર્ટથી પરત મોકલાયાના બનાવ પણ સામે આવ્યા છે.  3 મહાનગરોમાં 17 સ્થળે દરોડા પાડ્યા હતા.  દરોડામાં અનેક અનઅધિકૃત સામગ્રી મળી આવી હતી.

  • CID ક્રાઈમને ઘણી અરજીઓ મળી હતી
  • એક મહિનાથી ગુપ્તરાહે તપાસ ચાલતી હતી
  • લેભાગુ એજન્ટ ઉપર સતત વોચ ગોઠવી હતી

આવી રીતે થાય છે છેતરપિંડી
લોકોના એજન્ટ જ મોટેભાગે બોગસ યુનિવર્સિટી ધરાવે છે.અમેરિકામાં વિવિધ નામથી યુનિવર્સિટીઓ ચાલતી હોય છે. લાખો રૂપિયા લઈને યુનિવર્સિટીમાં એડમિશન અપાવે છે. યુનિવર્સિટીનો અભ્યાસક્રમ 2 થી 4 વર્ષનો હોય છે. આ પહેલા કન્સલ્ટીંગ ફી અને અન્ય રૂપિયા તો ખર્ચવા જ પડે છે. અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થી નોકરી માટે પ્રયાસ કરે છે. નોકરી શોધતા વિદ્યાર્થીને ખબર પડે છે કે યુનિવર્સિટી બોગસ છે. એજન્ટ જે યુનિવર્સિટીમાં એડમિશન અપાવે છે તે સરકાર માન્ય હોતી નથી. સરવાળે જે તે દેશની સરકાર ભોગ બનનારને એક મહિનાનો સમય આપે છે. એક મહિનામાં વિદ્યાર્થી પાસે બે વિકલ્પ બચે છે. એક તો વિદ્યાર્થી પોતાના દેશમાં પરત ફરે. બીજો વિકલ્પ ફરી અન્ય સરકાર માન્ય યુનિ.માં પ્રવેશ મેળવવાનો છે. કેટલાક કિસ્સામાં વિદ્યાર્થીઓને સરકારે નજરકેદ કર્યાના પણ કિસ્સા છે. હજારો વિદ્યાર્થીઓ આવા લેભાગુ એજન્ટનો ભોગ બન્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ