બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Technology / મોટા સમાચાર : વોટ્સએપનું આ મોટું ફીચર આવ્યું સરકારની નજર હેઠળ, કરશે તપાસ
Last Updated: 05:03 PM, 1 July 2026
વોટ્સએપે તાજેતરમાં જ પોતાનું નવું યુઝરનેમ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝર્સને તેમનો મોબાઇલ નંબર જાહેર કર્યા વિના અન્ય યુઝર્સ સાથે વાતચીત કરવાની મંજૂરી આપે છે. કંપનીનો દાવો છે કે આનાથી યુઝરની પ્રાઈવેસી પહેલા કરતા પણ વધુ મજબૂત બનશે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર યૂઝર આઈડી ફીચરની તપાસ કરશે
ભારત સરકાર વોટ્સએપના ફીચરથી એલર્ટ થઈ છે. સરકારને આશંકા છે કે જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો, ઓનલાઈન છેતરપિંડી અને નકલી ઓળખના કેસોમાં વધારો થઈ શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર WhatsAppના નવા યુઝરનેમ ફીચરના ગોપનીયતા અને સુરક્ષા પાસાઓની તપાસ કરવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
તપાસમાં ખામી જણાય તો શું?
જો તપાસમાં કોઈ ગંભીર ખામી કે સુરક્ષા સમસ્યા બહાર આવશે, તો WhatsAppની પેરેન્ટ કંપની Meta ને પણ નોટિસ મોકલવામાં આવી શકે છે.
ADVERTISEMENT
WhatsAppનું નવું ફીચર શું છે
વોટ્સએપનું નવું ફીચર ટેલિગ્રામ જેવું જ કામ કરે છે,પહેલાં, WhatsApp પર કોઈ નવા વ્યક્તિ સાથે ચેટ કરવા માટે મોબાઇલ નંબર જરૂરી હતો પરંતુ આ ફીચર આવ્યાં બાદ તમારો મોબાઈલ નંબર બીજી વ્યક્તિને દેખાશે નહીં. કંપનીનું કહેવું છે કે આનાથી પ્રાઈવેસીમાં સુધારો થશે અને અજાણ્યાને તમારો નંબર પણ નહીં મળે.
ADVERTISEMENT
સરકારને કઈ વાતની ચિંતા?
ADVERTISEMENT
સરકારને એ વાતની ચિંતા છે કે જો કોઈ વ્યક્તિ બીજાના નામ જેવું જ યૂઝર નેમ બનાવ અથવા પોતાની સાચી ઓળખ છુપાવીને લોકોનો સંપર્ક કરી શકે છે અને આ રીતે ફ્રોડ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.