ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવે વિદેશમાં ઈન્ટરનેટ ચલાવવું સરળ થશે, WhatsApp લાવશે આ ટેક્નોલોજી!
6 ફોટો ગેલેરી
Last Updated: 04:47 PM, 27 November 2026
1/6
વિદેશ પ્રવાસની તૈયારી કરતી વખતે, ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુક કરાવવા જેટલું જ મહત્વ મોબાઈલ ઇન્ટરનેટની વ્યવસ્થા કરવાનું પણ છે. વિદેશ પહોંચ્યા પછી, ઘણા લોકો ત્યાંનું સ્થાનિક સિમ કાર્ડ ખરીદવાનું પસંદ કરે છે, જ્યારે અન્ય લોકો ઇન્ટરનેશનલ રોમિંગ પેક પર આધાર રાખે છે. ઘણીવાર પ્રવાસીઓએ એરપોર્ટ પર સિમ કાર્ડ ખરીદવા માટે સમય ફાળવવો પડે છે, અને ક્યારેક તેમને ઇન્ટરનેટ કનેક્શન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. જોકે, હવે આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
2/6
હકીકતમાં, WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જે યુઝર્સને આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ડેટા eSIM ખરીદવાની અને તેને ઇન્સ્ટોલ કરવાની સુવિધા સીધી એપની અંદર જ આપશે. આ માટે યુઝર્સે WhatsApp છોડવાની જરૂર નહીં પડે. આ પહેલ માટે, કંપનીએ ભારતીય ટેલિકોમ્યુનિકેશન કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) સહિત અનેક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે.
ADVERTISEMENT
3/6
WhatsApp ના આ નવા ફીચરના આગમન સાથે, વિદેશ પ્રવાસ કરતી વખતે યૂઝર્સ હવે અલગ-અલગ જગ્યાએ SIM કાર્ડ શોધવાની જરૂર નહીં પડે. તેઓ એપની અંદર જ કેટલાક સરળ પગલાં અનુસરીને 'ટ્રાવેલ eSIM' ખરીદી શકશે અને તેને પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી શકશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય તેને સંદેશ મોકલવા જેટલી જ સરળ બનાવવાનો છે, જેથી વિદેશ પહોંચ્યા પછી ઇન્ટરનેટ કનેક્શન મેળવવાની ઝંઝટ ઓછી થઈ શકે છે.
4/6
આ સુવિધાને વિવિધ દેશોમાં ઉપલબ્ધ કરાવવા માટે, WhatsApp અનેક ટેલિકોમ કંપનીઓ અને eSIM પ્રદાતાઓ સાથે સહયોગ કરી રહ્યું છે. તેમાં ભારતની Reliance Jio ઉપરાંત Smart Axiata, Smart Communications અને Verizonનો સમાવેશ થાય છે. કંપની આ પહેલ માટે અન્ય ભાગીદારોને પણ જોડવાની તૈયારી કરી રહી છે.
ADVERTISEMENT
5/6
આ ફિચરની ખાસ વાત એ છે કે, ટ્રાવેલ eSIM નો ઉપયોગ કરતી વખતે પણ, યૂઝર્સ તેમના હાલના ફોન નંબર સાથે WhatsApp નો ઉપયોગ ચાલુ રાખી શકે છે. વિદેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તેમણે તેમનો WhatsApp નંબર બદલવાની જરૂર પડતી નથી. ટ્રાવેલ eSIM નો ઉપયોગ ડેટા કનેક્ટિવિટી માટે થઈ શકે છે, જ્યારે WhatsApp તે જ નંબર પર સામાન્ય રીતે કામ કરતું રહેશે. આનાથી યૂઝર્સ વિદેશમાં હોવા છતાં પણ તેમના પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહી શકે છે.
6/6
WhatsApp એ જાહેરાત કરી છે કે આ સુવિધા ટૂંક સમયમાં અમુક પસંદગીના દેશોમાં રજૂ કરવામાં આવશે, જોકે કંપનીએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે કયા દેશોમાં તે સૌથી પહેલા ઉપલબ્ધ થશે. ભારતમાં આ સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. વધુમાં, ટ્રાવેલ eSIM માટેના ડેટા પ્લાનની કિંમતો વિશે પણ કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ
મહત્વપૂર્ણ નિર્ણય / ગુજરાતમાં ઘર ખરીદતા પહેલા જાણી શકશો બિલ્ડરની કુંડળી, RERA લાવશે નવું ફીચર