બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / What to do to make the New Year full of joy and happiness? These resolutions will change your life radically, you will know how to live life

મહામંથન / નવું વર્ષ હર્ષ અને ખુશીઓથી ભરેલું રાખવા શું કરવું? આ સંકલ્પો તમારું જીવન ધરમૂળથી બદલી નાંખશે, જીવન જીવી જાણશો

Vishal Khamar

Last Updated: 10:32 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ જોઈ તો સંકલ્પ શબ્દ જ પોતાનામાં એક મહત્વતા ધરાવે છે. કોઇ વિશેષ નહીં પણ સરળ સમજાય તેવી વ્યાખ્યા કરીએ તો પણ, કાર્ય કે લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ રહેવું તેનું નામ જ સંકલ્પ.

ગુજરાતીઓનું નવું વર્ષ એટલે બેસતું વર્ષ. આજના દિવસે આપણને મિત્રો, પરિવારજનો અને સ્નેહીઓ તરફથી અઢળક શુભેચ્છા અને આશીર્વાદ મળ્યા. ટેકનોલોજીના જમાનામાં હવે મોબાઈલમાં ગણી ન શકાય તેટલા મેસેજ પણ રિસિવ થયા અને ફોર્વર્ડ પણ થયા.. જેમાંથી મોટાભાગના સંદેશનો સાર નવું વર્ષ, નવી આશા, નવા લક્ષ્ય, સપના અને નવા સંકલ્પ પુરા કરનારો હોય છે.. આમ જોઈ તો સંકલ્પ શબ્દ જ પોતાનામાં એક મહત્વતા ધરાવે છે.
 કોઇ વિશેષ નહીં પણ સરળ સમજાય તેવી વ્યાખ્યા કરીએ તો પણ, કાર્ય કે લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ રહેવું તેનું નામ જ  સંકલ્પ. સંકલ્પ પૂર્ણ ન થાય, સિદ્ધ ન થાય ત્યાં સુધી લાગી રહેવું , સતત પ્રયત્નશીલ રહેવું. અને જો અવિરત પ્રયાસ થયા, નિષ્ઠાપૂર્વક સતત મંડ્યા રહ્યાં તો સંકલ્પ સિદ્ધિ વિના કોઇ છૂટકો જ નથી. જીવનમાં સંકલ્પનું મહત્વ શું છે? આજના સમયમાં કેવા સંકલ્પો જરૂરી છે? કેવા પ્રયાસો સંકલ્પોને સાકાર કરવામાં મદદરૂપ થાય? પ્રેરણાદાયી સંકલ્પો કેવા હોય છે? સ્વહિત અને રાષ્ટ્રહિતમાં કેવા સંકલ્પ લેવા જોઇએ?

નવા વર્ષમાં શું સંકલ્પ લઈએ?
પોતાનામાં રહેલા અવગુણોને દૂર કરીએ છીએ. વ્યસનને તિલાંજલી આપી દેશના વિકાસમાં ફાળો આપીએ. તેમજ  શિક્ષિત બનીએ અને અન્ય લોકોને પણ શિક્ષિત બનાવીએ.  જીવનમાં કયારેય ખોટું ન બોલવું, કોઈનું ખોટું ન ઈચ્છવાનો સંકલ્પ કરીએ. તેમજ  જાતિ-ધર્મના વાડામાંથી મુક્ત બનીને માનવ ધર્મનું પાલન કરીએ. કોઈના મનને ઠેસ પહોંચે તેવા શબ્દ પ્રયોગ ન કરવા.  જીવનમાં નવી ઉર્જાનો પ્રકાશ ફેલાય તેવા કાર્યો કરવા. જીવનમાંથી અંધકાર દૂર થાય, નવું અજવાળું પાથરવા પ્રયાસ કરવો.  આરોગ્ય પ્રત્યે સભાન બનીએ, વ્યાયામને રોજિંદા જીવનમાં ઉમેરીએ. યોગને નિયમિત ક્રિયામાં સામેલ કરીને નિરોગી રહીએ.

સંકલ્પ શા માટે લેવામાં આવે છે?
સંકલ્પ લેવાથી આગામી સમયમાં શું કરવું તેનો રોડમેપ બની શકે છે.  સંકલ્પના આધારે ભવિષ્યને કંડારવામાં આવે છે.  સંકલ્પ સ્વપ્ન પૂર્ણ કરવાનું એક સાધન છે. મોટાભાગના સંકલ્પ સ્વાર્થ માટે લેવાતા હોય છે. કેટલાક સંકલ્પ પરિપૂર્ણ થઈ શકે તેમ હોતા નથી.  કેટલાક એવા સંકલ્પ પણ હોય છે જેનાથી મુશ્કેલી સર્જાય છે. ઘણા લોકો દેખાદેખીથી પણ સંકલ્પ લેતા હોય છે. દેખાદેખી વાળા સંકલ્પમાં કોઈ નિષ્ઠા હોતી નથી.  નિષ્ઠા ન હોવાથી તેને સિદ્ધ કરવા યોગ્ય પ્રયત્નો પણ થતાં નથી.

મનુષ્યએ આટલું તો કરવું જ જોઈએ
તમે કોઈ વ્યક્તિને મદદ ન કરી શકો તો તેના માટે ભગવાનને પ્રાર્થના કરો છો.  વર્ષમાં એકવાર જરૂરિયાત મંદ વ્યક્તિને જરૂરથી મદદ કરો. કમાણીમાંથી દર મહિને 100 રૂપિયા અલગ રાખીને જરૂરિયાત મંદને મદદ કરો. થાળીમાં એટલું જ ભોજન લો જેટલું તમે જમી શકો, જમવાનું ક્યારેય અડધુ ન છોડો. ગમે ત્યાં કચરો ન ફેંકો, દેશ તમારો જ છે ઘરની જેમ દેશને સ્વચ્છ રાખો. વીજળીનો વેડફાટ ન કરીને અન્યને પ્રકાશ પુરો પાડો. કોઈપણ ભૂલ હોય સામે વાળા વ્યક્તિને માફી આપવાનો સંકલ્પ કરો. દિવસના હજારો કામ વચ્ચે પણ સ્મિત આપવાનું ન ભૂલો. હંમેશા હકારાત્મક વિચારધારા રાખો. ના પાડતા શીખો પણ ના પાડવામાં વિનમ્રતાને ક્યારેય ભૂલશો નહીં.

સ્વાસ્થ્ય માટે શું કરવું જોઈએ?

  • દિવસની શરૂઆત ગરમ પાણી પીને કરવી
  • દિવસભર વધુમાં વધુ પાણી પીવાનો આગ્રહ રાખીએ
  • રોજિંદા ક્રિયામાં યોગ અને વ્યાયામને સ્થાન આપીએ
  • સીઝનને અનુરૂપ શાકભાજી અને ફળો ખોરાકમાં ઉમેરીએ
  • ભોજન માટે સપ્તાહનું ટાઈમટેબલ બનાવીએ 
  • ફાસ્ટફુડ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાનું ટાળીએ
  • હેલ્ધી ભોજનમાં વધુ પ્રમાણમાં ફાઈબર ઉમેરવાનો પ્રયાસ 
  • ભોજન લીધા પછી વોકિંગ કરવાની ટેવ પાડીએ
  • જરૂરી હોય ત્યાં હંમેશા ડૉક્ટરની સલાહ મુજબ દવા લઈએ
  • દારૂ,ડ્રગ્સ,સિગારેટ જેવા વ્યસનોથી દૂર રહેવાનો સંકલ્પ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ