બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / કરન્સીમાં સિરિયલ નંબરવાળો ભાગ ફાટી જાય તો શું કરવું? તો આ રીતે બદલી શકાશે

કામની વાત / કરન્સીમાં સિરિયલ નંબરવાળો ભાગ ફાટી જાય તો શું કરવું? તો આ રીતે બદલી શકાશે

Last Updated: 11:11 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે ભૂલથી એવી નોટ આવી જાય કે જેમાં સિરિયલ નંબર પણ ના દેખાતો હોય, ગવર્નરની સહી પણ ન દેખાતી હોય, તેના કારણે આ નોટ કોઈ દુકાનદાર હાથમાં ના પકડતું હોય તો શું બેંક આવી નોટ બદલી આપે ખરા? આ સવાલનો જવાબ જાણવાનો પ્રયાસ કરીશું

કેટલીકવાર આપણી પાસે એવી કરન્સી નોટ આવી જતી હોય છે જેને કોઈ દુકાનદાર, પેટ્રોલ પંપ કે બસમાં મુસાફરી કરતી વખતે કન્ડક્ટર પણ હાથમાં નથી પકડતા. નોટની ખરાબ હાલત હોવાથી લોકો એવી પણ સલાહ આપે છે કે, આ નોટ હવે બેંકમાં જઈને બદલાવી દેજો. પણ શું બેંકમાં ગમે તેટલી ખરાબ નોટ પણ બદલી શકાય ખરા? આ માટે રિઝર્વ બેન્કે કેટલાક નિયમો પણ બનાવ્યા છે. આજે તે નિયમ સમજવાનો પ્રયાસ કરીશું.

Indian Currency 01

નોટમાં આ વસ્તુ સહી સલામત જોઈએ

જો તમારી પાસે એવી નોટ આવી ગઈ હોય જેનો સિરિયલ નંબર પણ ના દેખાતો તો એવી નોટ બદલી શકાય? આવી ખરાબ નોટો માટે બેંક દ્વારા નોટો બદલવાના કેટલાક માપદંડો બનાવ્યા છે. બેંક એવી જ નોટો બદલી આપે છે જેમાં કેટલાક સિક્યોરિટી સાઈન સહી સલામત હોય છે. તેમાં RBIના ગવર્નરની સહી, મહાત્મા ગાંધીનું વોટરમાર્ક, નોટનો સિરિયલ નંબર સહી સલામત હોવું જોઈએ. જો તમારી નોટમાં આ વસ્તુઓ ન હોય તો બેંક તમારી ફાટેલી નોટ બદલવાનો ઇનકાર કરી શકે છે. તમારી તેવી નોટો નહીં બદલી આપવામાં આવે જેમાં RBIના ગવર્નરની સહી, મહાત્મા ગાંધીનું વોટરમાર્ક, નોટનો સિરિયલ નંબર નહીં હોય.

વધુ વાંચો : માઈક્રોસોફ્ટે કરી 267 કરોડ રૂપિયાની લેન્ડ ડીલ, જાણો શું કરવાની છે કંપની

આટલી નોટ જ બદલી અપાશે

RBIએ ફાટેલી નોટ બદલી આપવાની લિમિટ પણ નક્કી કરી છે. એક વખતમાં એક વ્યક્તિ,20 નોટો જ બદલી શકે છે જેની કીંમત વધુમાં વધું 5000 રૂપિયા જ હોવી જોઈએ. જો ફાટેલી નોટની કીંમત પાંચ હજારથી વધુની હશે તો નોટ નહીં બદલી દેવામાં આવે. 20 થી વધુ નોટો પણ નહીં બદલી આપવામાં આવે. જો તમે 5000થી વધુની નોટો બદલવા જાઓ છો તો તમને તરત પૈસા નહીં મળે બલ્કે તમારા એકાઉન્ટમાં પૈસા મોકલાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Currency Note Indian Currency Note Exchange
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ