ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રાત્રે બિલાડીઓના રડવા પાછળ શું છે રહસ્ય? જાણો બિલાડીઓના વિચિત્ર અવાજ પાછળનું વિજ્ઞાન!

photo-story

9 ફોટો ગેલેરી

અજબ ગજબ / રાત્રે બિલાડીઓના રડવા પાછળ શું છે રહસ્ય? જાણો બિલાડીઓના વિચિત્ર અવાજ પાછળનું વિજ્ઞાન!

Last Updated: 09:59 AM, 25 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાત્રિના સન્નાટામાં બિલાડીનો બાળકના રડવા જેવો અવાજ સાંભળીને તમે પણ ચોંકી જાઓ છો? તેની પાછળ ભૂખ, પ્રજનનકાળથી લઈને બીમારી સુધીનાં અનેક કારણો હોઈ શકે છે. ચાલો જાણીએ રાત્રે બિલાડીઓ આવો અવાજ કેમ કરે છે?

1/9

photoStories-logo

1. બિલાડીનું રડવું

રાતનો શાંત માહોલ હોય અને અચાનક ઘરની બહારથી કોઈ બાળક રડતું હોય એવો અવાજ સંભળાય, તો એક ક્ષણ માટે કોઈપણ વ્યક્તિ ચોંકી જાય. પરંતુ નજીક જઈને તપાસ કરતાં ખબર પડે કે આ અવાજ તો બિલાડીનો છે. ખાસ કરીને શિયાળાની રાતોમાં આવો અનુભવ વધુ થતો હોવાનું લોકો જણાવે છે. ત્યારે મનમાં સવાલ થાય કે બિલાડી આવો વિચિત્ર અને કરુણ અવાજ શા માટે કાઢે છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. બિલાડીનો અવાજ બાળકના રડવા જેવો કેમ લાગે છે?

બિલાડીઓ માણસો સાથે વાતચીત કરવા માટે અલગ-અલગ પ્રકારના અવાજો કાઢે છે. તેમનો તીવ્ર અને લાંબો મ્યાઉં ક્યારેક બાળકના રડવા જેવો સંભળાય છે. પાળેલી બિલાડીઓ ઘણીવાર સમજી જાય છે કે ચોક્કસ પ્રકારનો અવાજ કરવાથી માણસો તેમની તરફ ધ્યાન આપે છે, ખાવાનું આપે છે અથવા તેમને વહાલ કરે છે. જોકે, દરેક વખતે બિલાડી માણસનું ધ્યાન ખેંચવા માટે જ આવો અવાજ કરતી હોય એવું નથી. અમુક પરિસ્થિતિઓમાં આ અવાજ તેની શારીરિક જરૂરિયાત કે અસ્વસ્થતાનો સંકેત પણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. ભૂખ કે તરસ

બિલાડી રાત્રે અવાજ કરે તેનું સૌથી સરળ કારણ ભૂખ કે તરસ હોઈ શકે છે. જો તેને નિયમિત સમયે ખાવાની આદત હોય અને સમયસર ખોરાક ન મળે, તો તે વારંવાર મ્યાઉં કરીને પોતાની જરૂરિયાત વ્યક્ત કરી શકે છે. એવામાં બિલાડીને નિયમિત સમયે ખોરાક આપો અને તેની પાસે સ્વચ્છ પાણી ઉપલબ્ધ રાખો. જો બહારની કોઈ બિલાડી ભૂખી હોય, તો સલામત જગ્યાએ ખોરાક અને પાણી મૂકી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. ધ્યાન અને પ્રેમ મેળવવાની ઇચ્છા

બિલાડીઓ જેટલી અલગ માનવામાં આવે છે તેટલી અસલીમાં વધુ મિલનસાર હોય છે. જો તેઓ અવગણના કે કંટાળો અનુભવે તો ભાવુક અવાજમાં રડીને ધ્યાન ખેંચે છે. તે તમારી પાછળ-પાછળ ફરે છે, સહલાવવાનું બંધ કરો તો રડે છે અથવા રૂમમાં આવતાં જ મ્યાઉં કરે છે. આવું થાય તો તેમની સાથે રમો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. મેટિંગનું વર્તન

મેટિંગના સમયે માદા બિલાડી લાંબી અને ખેંચાયેલી અવાજમાં રડે છે. જમીન પર આળોટે છે અને પરેશાન લાગે છે, જોકે તેને દુખાવો નથી હોતો. નર બિલાડીઓ જવાબમાં જોરથી બૂમ પાડે છે અને બેચેનીથી ફરે છે. આ અવાજો ખાસ કરીને રાત્રે સંભળાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. દુખાવો, બીમારી કે અસ્વસ્થતા

બિલાડીની રડવાની આદતને હંમેશાં સામાન્ય વર્તન માનીને અવગણવી નહીં. ઘણી વખત બિલાડીઓ પોતાની તકલીફ સરળતાથી બતાવતી નથી, તેથી અસામાન્ય રીતે અવાજ કરવો પણ સ્વાસ્થ્યની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. દાંતનો દુખાવો, ઇજા, પેશાબ કરવામાં મુશ્કેલી, પાચનની સમસ્યા કે બીજી બીમારીઓને કારણે બિલાડી બેચેન થઈ શકે છે. ખાવાનું ઓછું કરી દે, છુપાઈ રહે અથવા સુસ્ત દેખાય, તો સાવચેત રહેવું જરૂરી છે.આવી સ્થિતિમાં પશુચિકિત્સકનો સંપર્ક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. વૃદ્ધ બિલાડીઓમાં ભ્રમ અને ઘબરાટ

ઉંમર વધવાની સાથે અમુક બિલાડીઓમાં યાદશક્તિ અને સમજશક્તિ સંબંધિત ફેરફારો જોવા મળી શકે છે. તેને કારણે તેઓ રાત્રે અજાણી સ્થિતિનો અનુભવ કરતી હોય તેમ બેચેન થઈ શકે છે અને લાંબા સમય સુધી અવાજ કરી શકે છે. અમુક વૃદ્ધ બિલાડીઓ અંધારામાં રસ્તો શોધવામાં મુશ્કેલી અનુભવે છે, ઘરમાં ભટકતી રહે છે અથવા ઊંઘવાના સમય દરમિયાન જાગીને વારંવાર મ્યાઉં કરે છે. જોકે આ લક્ષણો પાછળ અન્ય બીમારીઓ પણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. શું કારણ ?

બહાર રાત્રે સંભળાતી અવાજો ઘણી વખત મેટિંગ દરમિયાનની માદા બિલાડીઓની હોય છે. ક્યારેક ભૂખ્યા બિલાડીના બચ્ચા માતાને બોલાવે છે અથવા કોઈ બિલાડી ભૂખી, ઘાયલ કે બીમાર હોય છે. સુરક્ષિત રીતે મદદ કરવા માટે ખોરાક-પાણી મુખ્ય દરવાજાથી દૂર મૂકો અને જો ઘાયલ કે બીમાર લાગે તો પશુ સંગઠનનો સંપર્ક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. રાત્રે બિલાડી રડે તો કંઈ અશુભ થવાનું હોય છે?

ઘણા લોકોમાં એવી માન્યતા છે કે રાત્રે બિલાડીનો રડવાનો અવાજ કોઈ અશુભ ઘટનાનો સંકેત છે. પરંતુ આ માન્યતાને સમર્થન આપતા વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવા નથી. બિલાડીનો અવાજ સામાન્ય રીતે તેની જરૂરિયાતો, પ્રજનન સંબંધિત વર્તન, પર્યાવરણ અથવા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cat Crying Cat Behavior Cat Communication
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ