બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / What is the difference between Chaitra Navratri and Sharadiya Navratri? Know the religious importance of both

Chaitra Navratri 2024 / ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રી વચ્ચે શું તફાવત છે? જાણો બંનેનું ધાર્મિક મહત્વ

Vishal Khamar

Last Updated: 02:15 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. નવરાત્રીના સમયે મા દુર્ગાના 9 રૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું ચૈત્ર અને શારદીય નવરાત્રીમાં શું તફાવત છે અને બંને નવરાત્રીનું મહત્વ શું છે?

9 એપ્રિલ 2024થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે.  9 દિવસ સુધી મા દુર્ગાના અલગ -અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે.  ચૈત્રી નવરાત્રી 17મી એપ્રિલે પૂર્ણ થશે. તમને જણાવી દઈએ કે નવરાત્રીનો પવિત્ર તહેવાર વર્ષમાં ચાર વખત આવે છે, ચૈત્ર, અષાઢ, અશ્વિન અને માઘ. મહિનામાં કુલ ચાર વખત નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આવામાં અશ્વિન અને ચૈત્રી નવરાત્રિનું ગૃહસ્થો માટે વધુ મહત્વ છે. અશ્વિન મહિનામાં આવતી નવરાત્રીને શારદીય નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે ચૈત્ર અને શારદીય નવરાત્રીમાં શું તફાવત છે. બંને નવરાત્રિનું શું મહત્વ છે તે પણ જાણીશું. 

શારદીય નવરાત્રી

દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થાય છે. શારદીય નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. શારદીય નવરાત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અનુસાર, અશ્વિન મહિનામાં દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે નવ દિવસ સુધી યુદ્ધ થયું હતું, ત્યારબાદ માતા દુર્ગાએ દસમા દિવસે તેનો વધ કર્યો હતો. શારદીય નવરાત્રીનો દસમો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ત્યારથી નવ દિવસ શક્તિની ઉપાસના માટે સમર્પિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અશ્વિન મહિનામાં શરદ ઋતુની શરૂઆત થાય છે, તેથી તેને શારદીય નવરાત્રી પણ કહેવામાં આવે છે.

આ સિવાય ભગવાન રામે શારદીય નવરાત્રીના દસમા દિવસે રાવણનો વધ કર્યો હતો. શારદીય નવરાત્રિને અધર્મ પર ધર્મ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શારદીય નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગા નવ દિવસ માટે પૃથ્વી પર આવે છે. માતાના આગમનની ઉજવણી માટે દુર્ગા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

 

ચૈત્ર નવરાત્રી

પૌરાણિક માન્યતાઓ અનુસાર પૃથ્વી પર મહિષાસુર નામના રાક્ષસનો આતંક ઘણો વધી ગયો હતો. મહિષાસુરને વરદાન હતું કે કોઈ દેવ કે દાનવ તેને હરાવી શકશે નહીં. મહિષાસુરના આતંકને કારણે સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ પછી બધા દેવતાઓએ માતા પાર્વતીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી. પછી દેવી પાર્વતીએ તેના ભાગમાંથી નવ સ્વરૂપો પ્રગટ કર્યા, જેને દેવતાઓએ તેમના શસ્ત્રો આપીને શક્તિ આપી. એવું કહેવાય છે કે આ સમગ્ર પ્રક્રિયા ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થઈ હતી અને 9 દિવસ સુધી ચાલી હતી. માન્યતાઓ અનુસાર ચૈત્ર મહિનામાં નવરાત્રિ ઉજવવાની પરંપરા ત્યારથી શરૂ થઈ હતી.

વધુ વાંચો : નવરાત્રિના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની ઉપાસના, જાણો પૂજા વિધિ અને મંત્ર

ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે રામ નવમી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામનો જન્મ રામ નવમીના દિવસે થયો હતો, તેથી ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથીએ રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક ઈચ્છાઓ પૂરી કરનારી માનવામાં આવે છે. જ્યારે શારદીય નવરાત્રિ સાંસારિક ઈચ્છાઓ પૂરી કરનારી માનવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ