બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / એનાલોગ પનીર શું હોય છે?ઘરે આ રીતે ઓળખો કે તમારુ પનીર અસલી છે નકલી ? જાણો સંપૂર્ણ માહિતી
5 ફોટો ગેલેરી
Last Updated: 03:20 PM, 6 August 2026
1/5
એનાલોગ પનીર એ પરંપરાગત પનીરનો એક વિકલ્પ છે, જે દેખાવ, ટેક્સચર અને સ્વાદમાં સામાન્ય પનીર જેવો લાગે છે, પરંતુ તે હંમેશા કુદરતી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તે સામાન્ય રીતે સોયા પ્રોટીન, ટોફુ અથવા અન્ય પ્લાન્ટ બેસ્ડ પ્રોડક્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાસ પ્રક્રિયા દ્વારા તેને પનીર જેવી રચના અને સ્વાદ આપવામાં આવે છે, જેથી તે વિગન અને શાકાહારી લોકો માટે એક સારો વિકલ્પ બની શકે. કેટલાક પ્રકારના એનાલોગ પનીરમાં પામ ઓઇલ, સ્ટાર્ચ અને અન્ય ફૂડ એડિટિવ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો રિયલ એનાલોગ હોય તો તેના ફાયદા પણ થાય છે.
2/5
સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યાનુસાર એનાલોગ ચીઝમાં ઘણીવાર વનસ્પતિ તેલ અને સ્ટાર્ચ હોય છે, જ્યારે વાસ્તવિક ચીઝ મુખ્યત્વે દૂધમાંથી બનાવવામાં આવે છે. એનાલોગ પનીરમાં કુદરતી રીતે બનતા પોષક તત્વો જેવા કે, પ્રોટીન અને વિટામિન B12 નું લેવલ અસલી પનીર કરતા ઓછું હોઈ શકે છે. એનાલોગ પનીર સામાન્ય રીતે પામ ઓઇલ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે, જે તેને અસલી પનીરથી અલગ બનાવે છે. એનાલોગ પનીરમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોઈ શકે છે. જ્યારે અસલી પનીરમાં જોવા મળતા કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન B12 જેવા પોષક તત્વોનો અનાલોગ પનીરમાં અભાવ હોઈ શકે છે.
3/5
(1) જે લોકો દૂધ અથવા ડેરી ઉત્પાદનોનું સેવન કરતા નથી, તેમના માટે એનાલોગ પનીર એક સારો વિકલ્પ બની શકે છે.(2) બજારમાં ઉપલબ્ધ કેટલાક એનાલોગ પનીરમાં સામાન્ય પનીરની તુલનામાં ઓછી કેલરી અને ઓછી ચરબી હોઈ શકે છે.(3)એનાલોગ પનીર અલગ-અલગ સામગ્રીથી બનાવવામાં આવતું હોવાથી ગ્રાહકોને વિવિધ વિકલ્પો મળી રહે છે. (4)પરંપરાગત પનીરની સરખામણીમાં કેટલાક એનાલોગ પનીર સસ્તા હોઈ શકે છે, તેથી ફૂડ ઇન્ડસ્ટ્રી અને રેસ્ટોરન્ટમાં તેનો ઉપયોગ વધુ થાય છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ