બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / What are the factors responsible for increasing incidence of heart disease in Gujarat?

મહામંથન / હુમલાખોર હાર્ટએટેક: ખાણી-પીણીમાં ફેરફારની કેવી જરૂર? ગુજરાતમાં હૃદયરોગની ઘટનાઓ વધવાના જવાબદાર પરિબળ કયા?

Vishal Khamar

Last Updated: 09:50 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાં કાળનાં થોડા સમય બાદ એકાએક લોકોનાં હાર્ટ એટેકથી મોત નિપજવાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે જ ભાવનગરમાં હાર્ટ એટેક આવતા એક વ્યક્તિનું સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. આજે જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.

આપણે ઘણીવાર એવો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ કે હૃદય એક ધબકારો ચુકી ગયું. હવે એવુ લાગે છે કે આ શબ્દનો ઉપયોગ વારંવાર કરવો પડે અને એ પણ મોટેભાગે અજુગતી ઘટનામાં. નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય અને કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક સ્થળોએ એવા કિસ્સા બન્યા કે જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય. કોઈ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન અચાનક ઢળી પડે છે, કોઈ ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જાય છે. તો કોઈ ઓફિસ કે કારખાનામાં કામ કરતા કરતા હૃદયરોગના અચાનક હુમલાથી મૃત્યુને ભેટે છે. 

  • ગુજરાતમાં રોગનું પ્રમાણ વધ્યું
  • 2020-21ની સરખામણીએ 2022-23માં રોગનું પ્રમાણ વધ્યું
  • વિવિધ રોગના દર્દીઓની સંખ્યામાં વધારો

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં હૃદયરોગના દર્દીઓ પણ વધ્યા છે. વર્તમાન સમયનો તણાવ કહો કે જીવનશૈલી પરંતુ હૃદયરોગના હુમલાઓનું વધતું પ્રમાણ આજની પેઢી માટે ચિંતાજનક છે તે વાતનો ઈન્કાર ન થઈ શકે. આવી તકલીફનું સમાધાન શું?, જીવનશૈલીમાં બદલાવ કઈ રીતે લાવવો, શું બદલાવ લાવવો, તમારી અંદર રહેલો તણાવ કઈ રીતે દૂર કરવો.. હૃદયરોગની સાથે સાથે અન્ય બીમારીનું પણ પ્રમાણ ન વધે તે માટે શું ધ્યાન રાખવું.

  • છેલ્લા બે દાયકામાં નાની વયે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું
  • ચરબી જામી જવી હૃદયરોગના હુમલા પાછળનું કારણ
  • ચરબી જામવાથી નળી સાંકડી થાય છે જે સરવાળે હાર્ટ અટેકમાં પરિણમે

ગુજરાતમાં રોગનું પ્રમાણ વધ્યું. 2020-21ની સરખામણીએ 2022-23માં રોગનું પ્રમાણ વધ્યું. વિવિધ રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.  સ્વસ્થ ગુજરાતના સંકલ્પને પહોંચ્યો ફટકો. જેથી  હૃદયરોગ, કેન્સર, કિડનીના દર્દીઓ વધ્યા. રક્તપિત, એઈડ્સ, ટાઈફોઈડના કેસ પણ વધ્યા.

ગુજરાતમાં રોગનું વધતું પ્રમાણ

રોગ હૃદયરોગ
2020-2021 1,75,125
2022-2023 3,37,266
   
રોગ કિડની
2020-21 9165
2022-23 13338
   
રોગ કેન્સર
2020-2021 11687
2022-2023 17525
   
રોગ ટીબી
2020-2021 1,16,506
2022-2023 1,48,017

થંભતું હૃદય, ચિંતાનો વિષય

જામનગર

  • 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ અટેકથી મૃત્યુ

મોરબી

  • રફાળેશ્વરના કારખાનામાં યુવકનું હાર્ટ અટેકથી મૃત્યુ

ગાઝિયાબાદ

  • 19 વર્ષના યુવકનું જીમમાં કસરત દરમિયાન મૃત્યુ

રાજકોટ

  • ઓફિસમાં કામ કરતા વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

મોરબી

  • બેંકમાં કામ કરતા 24 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મૃત્યુ

જૂનાગઢ

  • ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકનું હાર્ટ અટેકથી મૃત્યુ

હૃદય ધબકારો કેમ ચૂકી જાય છે?
છેલ્લા બે દાયકામાં નાની વયે હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે.  ચરબી જામી જવી હૃદયરોગના હુમલા પાછળનું કારણ છે.  ચરબી જામવાથી નળી સાંકડી થાય છે જે સરવાળે હાર્ટ અટેકમાં પરિણમે છે.  નવી પેઢી આરોગ્ય પ્રત્યે સભાન પરંતુ તણાવ વધ્યો. બહારનો ખોરાક લેવાનું પ્રમાણ વધ્યું. તેમજ  ધૂમ્રપાનનું પ્રમાણ યુવા પેઢીમાં વધ્યું છે.  હૃદયને લોહી પહોંચાડતી નળી તણાવને કારણે ખરબચડી બની શકે છે.  કસરત કરવાની પરાકાષ્ઠા આવે ત્યારે ચોક્કસ હોર્મોન સક્રિય થતા હોય છે. આવા હોર્મોન્સ સ્ટ્રેસ માટે પણ જવાબદાર હોય છે જેથી હાર્ટ અટેક આવી શકે છે.  ખોરાકમાં ટ્રાન્સફેટનું પ્રમાણ નુકસાનકારક સાબિત થાય છે. એકના એક તેલમાં તળેલી વસ્તુ નુકસાનકારક સાબિત થાય છે. ટ્રાન્સફેટ ચરબીના થર જમાવી દે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ