બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / weightlifter mirabai chanu life full of struggle used to weave wood in childhood

જીવન સંઘર્ષ / નાનપણમાં બળતણ માટે લાકડીઓ વીણતી હતી મીરાબાઈ ચાનૂ, એક પુસ્તકે જીંદગી બદલી નાંખી

Dharmishtha

Last Updated: 03:50 PM, 24 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલમ્પિકમાં મેડલ જીતનારી ભારતની બીજી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂના જીવનમાં એક ડોક્યું.

  •  મીરાબાઈનો જન્મ મણિપુરના નોંગપેક કાકચિંગ ગામમાં થયો હતો
  •  આર્ચર બનવા માંગતા હતા મીરાબાઈ પણ
  •  ધો-8ના પુસ્તકમાં કુંજરાની દેવી વિશે ભણ્યા બાદ લક્ષ્ય બદલાયું

મીરાબાઈ ચાનૂએ પહેલા 2020માં સિડની ઓલમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરી કાંસ્ય પદક જીત્યો હતો

મીરાબાઈ ચાનૂ ઓલમ્પિકમાં મેડલ જીતનારી ભારતની બીજી વેઈટલિફ્ટર બની ગઈ છે. ટોક્યોમાં ઓલમ્પિક 2020માં 49 કિગ્રા વર્ગમાં રજત પદક જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ પહેલા 2020માં સિડની ઓલમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરી કાંસ્ય પદક જીત્યો હતો. 

 મીરાબાઈનો જન્મ મણિપુરના નોંગપેક કાકચિંગ ગામમાં થયો હતો

મીરાબાઈ ચાનૂનો જન્મ 8 ઓગસ્ટ 1994માં મણિપુરના નોંગપેક કાકચિંગ ગામમાં થયો હતો. શરુઆતમાં મીરાબાઈનું સપનું તીરંદાજ બનવાનું હતુ. પરંતુ કોઈક કારણો સર તેમને વેટ લિફ્ટિંગ કરિયર પસંદ કરવું પડ્યું.

મીરાબાઈનું બાળપણ પહાડ પર આગ માટે લાકડીઓ વીણતા વીણતા વિતાવ્યું

મણિપુરથી આવનારી  મીરાબાઈનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે. મીરાબાઈનું બાળપણ પહાડ પર આગ માટે લાકડીઓ વીણતા વીણતા વિતાવ્યું.  તે નાન પણથી જ ભારે વજન ઉઠાવવામાં પારંગત હતી.

 ધો-8ના પુસ્તકમાં કુંજરાની દેવી વિશે ભણ્યા બાદ લક્ષ્ય બદલાયું

ઉલ્લેખનીય છે કે મીરાબાઈ નાનપણથી તીરંદાજ બનવા એટલે કે આર્ચર બનવા માંગતા હતા. પરંતુ ધો.8 માં આવતા આવતા તેમનું લક્ષ્ય બદલાઈ ગયુ.  હકિકતમાં ધો-8ના પુસ્તકમાં પ્રખ્યાતવેઈટલિફ્ટર કુંજરાની દેવીનો ઉલ્લેખ હતો. ત્યારે તેમણે નક્કી કર્યુ કે હવે તે વજન જ ઉપાડશે.  અને મીરાબાઈનું કરિયર શરુ થયુ.

 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો

મીરાબાઈએ 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલોની વજન કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. સતત સારા પ્રદર્શનથી તેમને રિયો ઓલમ્પિક માટે ક્વોલિફાઈ કરવામાં આવ્યા.  રિયો ઓલમ્પિકમાં નિષ્ફળતાને ભૂલીને મીરાબાઈએ 2017માં વિશ્વ ભારોત્તોલન ચૈમ્પિયનશિપમાં અદભૂત પ્રદર્શન કર્યુ. અનાહેમમાં થયેલા તે ચેમ્પિયનશિપમાં મીરાબાઈના કુલ 194 વજન ઉઠાવ્યુ હતુ. જો કોમ્પિટીશન રિકોર્ડ હતો. 2018માં એક વાર  ફરી કોમનવેલ્થ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીતી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી.

વિશ્વ રેકોર્ડ બનાવતા 119 કિલોગ્રામ ભાર ઉઠાવ્યો હતો

મીરાબાઈ 2021 ઓલમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર એક માત્ર ભારતીય વેઈટલિફ્ટર છે. તેમણે એશિયન ચેમ્પિયનશિપમાં 49 કિલો વજનની કેટેગરીમાં કાંસ્ય જીતીને ટોક્યોમાં ટિકિટ મેળવી હતી. આ દરમિયાન 26 વર્ષીય મીરાબાઈએ સ્નેચનમાં 86 કિલો વજન ઉઠાવ્યા બાદ ક્લીન તથા જર્કમાં વિશ્વ રેકોર્ડ બનાવતા 119 કિલોગ્રામ ભાર ઉઠાવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Struggle mirabai chanu weightlifter weightlifter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ