ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, તો પ્રચંડ ગરમીથી તપતું રાજસ્થાન, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન / દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, તો પ્રચંડ ગરમીથી તપતું રાજસ્થાન, જાણો હવામાન વિભાગની આગાહી

Last Updated: 06:46 AM, 19 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોના લોકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે. શુક્રવારે સાંજે અચાનક વરસાદ અને પછી જોરદાર પવન ફૂંકાતા વાતાવરણ ખુશનુમા બન્યું

ADVERTISEMENT

યુપીના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આજે ઉત્તર પ્રદેશના 40 થી વધુ જિલ્લાઓમાં વાવાઝોડાની અને વીજળી પડવાની સંભાવના છે. IMD અનુસાર, નવા પશ્ચિમી વિક્ષેપના સક્રિય થવાને કારણે ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે... આ ઉપરાંત આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વીજળી પડવાની સાથે ગાજવીજની ચેતવણી જારી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ

ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેની પ્રારંભિક આગાહીમાં એપ્રિલના પહેલા અઠવાડિયાથી દેશના ઘણા ભાગોમાં ગરમીના મોજાની ચેતવણી જારી કરી હતી. જોકે, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવું જોવા મળ્યું હતું, પરંતુ શુક્રવારથી પર્વતોમાં બરફવર્ષા ફરી શરૂ થઈ ગઈ છે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, દેશના પશ્ચિમ ભાગને 20 એપ્રિલ સુધી ગરમીના મોજાથી રાહત મળવાની શક્યતા નથી. હિમાલય પ્રદેશ અને ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

દિલ્હીમાં વરસાદી માહોલ

રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોના લોકોને કાળઝાળ ગરમીથી મોટી રાહત મળી છે. શુક્રવારે સાંજે અચાનક વરસાદ અને પછી જોરદાર પવન ફૂંકાતા વાતાવરણ ખુશનુમા બન્યું. ઠંડા પવનો પણ ફૂંકાયા. હવામાન વિભાગે આજે દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું આકાશ, ધૂળની આંધી અને વરસાદની ચેતવણી જાહેર કરી છે.

આ પણ વાંચોઃ હેડલી છે 26/11 નો માસ્ટરમાઇન્ડ... NIA સામે તહવ્વુર રાણાનો ચોંકાવનારો ખુલાસો

આજે દિલ્હીમાં રહેશે વરસાદી માહોલ

શુક્રવારે બપોરે રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન ભારે ગરમી જોવા મળી હતી. જો કે સાંજે ભારે વરસાદને કારણે, તાપમાનમાં અચાનક ઘટાડો થયો હતો, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દરમિયાન, હવામાન વિભાગે નવી આગાહી જારી કરી છે. નવીનતમ ચેતવણી મુજબ,આજે દિલ્હી NCR સહિત આસપાસના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Forecast Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ