બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વાવાઝોડું, પવન સાથે વરસાદ, પ્રિ-મોન્સુન એક્ટિવિટી, અંબાલાલની આગાહીથી ધરતી પુત્રો ચિંતિત
Last Updated: 12:16 PM, 12 May 2025
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે.. રાજ્યમાં હજૂ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. આજે અને આવતીકાલે એટલે કે 12 મે અને 13મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે. તો 15 થી 19 મે દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઇ છે.
ADVERTISEMENT
કૃતિકા નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી છે. 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાઈ શકે છે . 28 મે થી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. આવતીકાલથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતીપાકને ભારે નુકસાન, સર્વે શરૂ કરાય તેવી શક્યતા
28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ પ્રવેશ કરી શકે છે. આ વખતે ચોમાસુ વહેલું બેસશે તેવી આગાહી અગાઉ જ હવામાન ખાતું કરી ચૂક્યું છે. ગુજરાતમાં 15 જૂન આસપાસ વરસાદ આવશે, અને 25 જૂન થી 5 જૂલાઈ વચ્ચે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT