બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / weather forecast there is no possibility of rain in Gujarat
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે જણાવ્યું હતું કે 25 જુલાઈ બાદ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી હતી. અન્ય રાજ્યો અંગે પણ હવામાન વિભાગે માહિતી આપી કે આગામી 3થી 4 દિવસમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વરસાદ થઈ શકે છે. મધ્ય ભારતના કેટલાક રાજ્યોની સાથોસાથ દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ થશે.
ADVERTISEMENT

જો કે હવામાન વિભાગે ચિંતાજનક એ માહિતી પણ આપી કે ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. જ્યારે આગામી ચાર દિવસમાં ઉત્તર ભારતમાં ભરે વરસાદ થશે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં સતત ભારે વરસાદ થવાના અણસાર છે.
ADVERTISEMENT

તો પૂર્વોત્તરના રાજ્ય અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સમુદ્રી કાંઠાના રાજ્ય ગોવા તેમજ કેરળમાં પણ ભારે વરસાદની આગાહી છે. માનવામાં આવી રહ્યું છે કે 22 જુલાઈ બાદ ગુજરાતમાં પણ સારોએવો વરસાદ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.