બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Wearing a raincoat over a sweater! Know in which districts of Gujarat it will rain in the next two days

આગાહી / સ્વેટરની ઉપર રેઈનકોટ પહેરવાનું! જાણો આગામી બે દિવસ ગુજરાતનાં કયા જિલ્લાઓમાં પડશે વરસાદ

Vishal Khamar

Last Updated: 11:30 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે વાતાવરણમાં પલ્ટો આવતા હવમાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે.

  • આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ માવઠાની આગાહી 
  • સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવશે 
  • સોમવારે અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય ઝાપટાંની આગાહી 

હવામાન વિભાગ દ્વારા તા. 8 અને 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.  તેમજ આગામી 24 કલાક દરમ્યાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. 

રામાશ્રય (વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)

રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડી શકે છેઃ રામાશ્રય (વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)
આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે, ગુજરાતનાં બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી. ત્યારે સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે. 

8 જાન્યુઆરી રાજ્યનાં અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા
તેમજ હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરી સોમવારે સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.  તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું.  

વધુ વાંચોઃ અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ભેદભાવ કેમ? માયબાઇક અને ઈ-બાઇકને લઈને સ્થાનિકોના ગંભીર આક્ષેપ

9 તેમજ 10 તારીખે રાજ્યનાં ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
જ્યારે 9 જાન્યુઆરી મંગળવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જ્યારે તા. 10 નાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ