બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Why is there discrimination between East and West in Ahmedabad? Serious allegations from locals regarding my bike and e-bike

આક્ષેપ / અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ભેદભાવ કેમ? માયબાઇક અને ઈ-બાઇકને લઈને સ્થાનિકોના ગંભીર આક્ષેપ

Vishal Khamar

Last Updated: 09:37 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દ્વારા પાર્કિંગ, ટ્રાફિક તેમજ પ્રદૂષણની સમસ્યા હળવી કરવા માટે માય બાઈક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ત્યારે માય બાઈક પ્રોજેક્ટને લઈ પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વચ્ચે ભેદભાવ રખાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

  • પાર્કિંગ, ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યા હળવી કરવાનો પ્રયાસ
  • સ્માર્ટ સિટી અંતર્ગત 2014માં શરૂ કરાયો હતો પ્રોજેક્ટ
  • પશ્ચિમ અને પુર્વ વિસ્તાર વચ્ચે ભેદભાવ રખાતા હોવાના આક્ષેપ

અમદાવાદને સ્માર્ટ સીટી તરીકે ઓળખવામા આવે છે. જે સ્માર્ટ સિટીમાં પાર્કિંગ, ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યાને દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી અંતર્ગત માય બાઈક પ્રોજેક્ટ લાવી. પરંતુ આ પ્રોજેકટથી તમામ લોકો ખુશ નથી. કેટલાક લોકોના આક્ષેપ છે કે અમદાવાદ સ્માર્ટ સીટી હોવા છતા કેટલાક વિસ્તારમા માય બાઈકને લઈને ઓરમાયુ વર્તન કરાય છે. 

ઇકબાલ શેખ (ગોમતીપુર કોર્પોરેટર)

માય બાઈકને લઈને પૂર્વ વિસ્તારના લોકો સાથે કોર્પોરેશને ઓરમાયુ ભર્યુ વર્તન કર્યાના આક્ષેપો 
વિકાસના કામોની વાત આવે કે શહેરીજનોને સુવિધા પુરી પાડવાની વાત આવે, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન માટે તમામ વિસ્તાર અને લોકો એક સમાન હોય છે, જોકે માય બાઈકને લઈને પૂર્વ વિસ્તારના લોકો સાથે કોર્પોરેશને ઓરમાયુ ભર્યુ વર્તન કર્યાના આક્ષેપો ઉઠ્યા છે, કેમ કે પાર્કિંગ, ટ્રાફીક અને પ્રદુષણની સમસ્યા દુર કરવા માટે કોર્પોરેશન દ્રારા શહેરમા માય બાઈક પ્રોજેક્ટ થકી સાયકલ શરૂ કરાઇ છે. જે પ્રોજેકટને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સારો ગણાવી રહ્યા છે. જોકે મોટા ભાગે માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ માય બાઈક મુકાયાના ગોમતીપુરના કોર્પોરેટરે આક્ષેપ કરી પુર્વ વિસ્તારના રહીશે તંત્રની  કામગીરીને લઈને નારાજગી ઠાલવી હતી.

શહેરીજનો તંત્રની કામગીરીને લઈને નારાજ
અમદાવાદમા પુર્વ અને પશ્ચિમ વિસ્તાર મળીને 60 લાખ ઉપર લોકો વસવાટ કરે  છે. જેની સામે વાહનોની સંખ્યા વધુ છે. સાથે જ પશ્ચિમ વિસ્તારની સામે પુર્વ વિસ્તારમા  ઔઘોગિક એકમો પણ વધુ સંખ્યામા છે. અને તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષમાં શહેરનો વિસ્તાર અને વસ્તી બંનેમાં વધારો થયો છે. જેથી શહેરમાં ટ્રાફીક સાથે પ્રદુષણનુ પ્રમાણ વધુ રહેલુ છે. જે સમસ્યાને ધ્યાને રાખી શરૂ કરાયેલ માય બાઈક પ્રોજેક્ટને સાત વર્ષ ઉપર સમય વિત્યા છે. તેમ છતા પણ પૂર્વ વિસ્તારમાં માય બાઈક નહી મુકાયાના આક્ષેપ ઉઠ્યા છે. મહત્વનુ છે કે પાર્કિંગ,  ટ્રાફીક  અને પ્રદુષણની સમસ્યા પુરા શહેરમા છે, ત્યારે આ પ્રમાણેનુ વર્તન સામે આવતા કેટલાક શહેરીજનો તંત્રની કામગીરીને લઈને નારાજ થયા છે. જોકે કેટલાક સ્થાનિકોએ આ પ્રોજેકટને સારો પણ ગણાવ્યો. તેમજ હજુ આ પ્રોજેકટનો વધુ લોકો લાભ લઇ શકે તેવી વયસ્થા ઉભી કરવા પણ શહેરીજનોએ માંગ કરી. 

અરજીત સોની (માય બાઈક કંપની સંચાલક)

2014 માં સ્માર્ટ સીટી અંતર્ગત માય બાઈક પ્રોજેકટ શરૂ કર્યોં
CA નો અભ્યાસ કરેલ અરજીત સોની જ્યારે મુંબઇ હતા. ત્યારે ટ્રાન્સપોર્ટમાં પડતી હાલાકી ને ધ્યાને રાખી ત્યાર ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ને રજુઆત કરી અને 2014 માં સ્માર્ટ સીટી અંતર્ગત માય બાઈક પ્રોજેકટ શરૂ કર્યોં. જ્યારે પ્રોજેકટ શરૂ કરાયો ત્યારે 4 સ્ટેશન 600 સાયકલ સાથે પ્રોજેકટ શરૂ કર્યો. જેને સારો રિસ્પોન્સ મળ્યો. જે બાદ 2018માં 100 સ્ટેશન અને 1500 સાયકલ સાથે ફરી પ્રોજેકટ રી લોન્ચ કરાયો. જોકે 2020 માં કોરોનાના કારણે અસર પડી. પણ બાદમાં સાયકલ ની ડિમાન્ડ વધી. અને હાલ શહેરમાં 200 સ્ટેશન અને 2500 સાયકલ કાર્યરત છે. જેમાં 1500 સાયકલ લોકો પોતાના ઘરે લઈ જાય છે. તો 1000 સાયકલ માંથી દરરોજ 700 સાયકલ નો લોકો ઉપયોગ કરે છે.  શહેરની સમસ્યાને ધ્યાને રાખી 2020 માં ઇલેક્ટ્રિક સાયકલ સ્માર્ટ પ્રોજેકટ અંતર્ગત પણ શરૂ કરાઇ. જોકે તે પ્રોજેકટ વધુ ચાલ્યો નહિ અને બંધ પડી ગયો. બાદમાં માત્ર સાયકલ પ્રોજેકટ જ કાર્યરત રહ્યો. જે કંપનીની ઇન્દોરમાં 2000 અને કોચીમાં 1000 સાયકલ કાર્યરત છે. તો કંપનીએ તાજેતરમાં મૈસુર 500 અને ઝાંસીમાં 200 ઇલેક્ટ્રિક સાયકલ પણ શરૂ કરી છે. જે સાયકલ ગુજરાતના અમદાવાદમાં શરૂ થાય તેવો પણ તેમનો પ્રયાસ છે. જેથી ગ્રીન એનર્જીને વેગ મળે અને ઇલેક્ટ્રિક વાહન તરફ લોકો આગળ વધે. જોકે પૂર્વમાં સાયકલ ની સુવિધાના અભાવને લઈને લોકોની ડિમાન્ડ પ્રમાણે વ્યવસ્થા કરી હોવાનું પણ નિવેદન આપ્યું. સાથે જ આ પ્રોજેકટ થી brts ની કનેક્ટિવિટી મળી અને તાજેતરમાં મેટ્રો સ્ટેશનમાં પણ કનેક્ટિવિટી ઉભી કરાઈ છે.

વધુ વાંચોઃ બિઝનેસ જગતના દિગ્ગજો ગુજરાતનાં આંગણે: વાયબ્રન્ટ સમિટની સુરક્ષા માટે ગુજરાત પોલીસની ખાસ તૈયારીઓ

કોરોના બાદ સાયકલની  ડિમાન્ડ વધી છે. માટે જ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતા માય બાઈક પ્રોજેકટ ની પણ ડિમાન્ડ વધી છે. પણ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલતો ઇ બાઈક પ્રોજેકટ ખોરવાઈ ગયો છે. જે બાબતે પણ તંત્ર એ વિચારવાની જરૂર લાગી રહી છે. જેથી તંત્ર અને સરકાર નો ગ્રીન એનર્જી નો ઉદેશ્ય સાર્થક થઈ શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ