બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Politics / We will not allow Narendra Modi to become PM 100 times: Congress leader Adhir Ranjan Chaudhary

નિવેદન / નરેન્દ્ર મોદી 100 વખત PM બને, અમારે લેવા દેવા નથી...: સંસદમાં આ શું બોલી ગયા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી?

Priyakant

Last Updated: 05:02 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adhir Ranjan Chowdhury Statement News: અધીર રંજન ચૌધરીએ કહ્યું, મોદી 100 વખત દેશના PM  બને અમારે કંઈ લેવા-દેવા નથી. અમારે દેશના લોકો સાથે લેવા-દેવા છે

  • લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો
  • મોદી 100 વખત PM બને તો પણ તેમને કોઈ લેવાદેવા નથી: અધીર રંજન ચૌધરી
  • જ્યાં રાજા અંધ હોય છે, ત્યાં દ્રૌપદીનું ચીરહરણ થાય: અધીર રંજન ચૌધરી

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મણિપુરનો ઉલ્લેખ કરીને તેમણે ત્યાં સુધી કહ્યું કે, મોદી 100 વખત PM બને તો પણ તેમને કોઈ લેવાદેવા નથી. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા અધીર રંજને કહ્યું કે, દેશના વડા હોવાના નાતે PM મોદીએ મણિપુરના લોકો સમક્ષ પોતાના મનની વાત કરવી જોઈતી હતી. આ માંગ ખોટી માંગ ન હતી. આ સામાન્ય લોકોની માંગ હતી. તેમણે કહ્યું, મોદી 100 વખત દેશના PM  બને અમારે કંઈ લેવા-દેવા નથી. અમારે દેશના લોકો સાથે લેવા-દેવા છે. 

File Photo

રંજન ચૌધરીએ શું કહ્યું ? 
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જુઓ અમે PM મોદીને ખેંચીને ગૃહમાં લાવ્યા. સંસદીય પરંપરાઓની આ તાકાત છે. અમે ઈચ્છીએ છીએ કે, PM મોદી મણિપુર પર ચર્ચામાં ભાગ લે. પરંતુ ખબર નહીં કેમ તેણે ગૃહમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી હતી. અમે અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચાર્યું ન હતું, પરંતુ અમારે કરવું પડ્યું.

જ્યાં રાજા અંધ હોય છે, ત્યાં દ્રૌપદીનું ચીરહરણ થાય
આ તરફ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જ્યાં રાજા અંધ હોય છે, ત્યાં દ્રૌપદીનું ચીરહરણ થાય છે. છીનવાઈ જાય છે. જેની સામે અમિત શાહે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તમે ગૃહમાં આ રીતે PM વિશે વાત ન કરી શકો. 

File Photo 

અધીર રંજને કહ્યું, અમે કહેવા માંગીએ છીએ કે PM મોદી દરેક બાબતમાં કંઈક ને કંઈક બોલે છે. પરંતુ મણિપુર પર તેઓ મૌન છે. અમને તે બિલકુલ પસંદ નથી. મણિપુરમાંથી બે સાંસદો છે. તેમને બોલવાની તક આપી શકાતી નથી. અમે અમિત શાહને પૂછવા માંગીએ છીએ કે તેમણે જે નિવેદન આપ્યું તે ઘાતક નિવેદન હતું.  

નીરવ મોદી સાથે  કરી PM મોદીની સરખામણી
અધીર રંજને PM મોદીની તુલના ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી સાથે કરી હતી. અધીરે કહ્યું કે, નીરવ મોદી વિદેશમાં ફરી રહ્યા છે, ફોટો આવતા રહે છે, અમને લાગ્યું કે, નીરવ મોદી વિદેશ ગયા છે. અને તે પછી નીરવ મોદી નરેન્દ્ર મોદીમાં જોવા મળી રહ્યા છે. 

File Photo

સિંધિયાએ કર્યો વળતો પ્રહાર
કોંગ્રેસ પર પ્રહાર કરતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, અધીર રંજન ચૌધરીએ પૂછ્યું કે મણિપુરના સાંસદો કેમ બોલતા નથી. જ્યારે તમારી સરકાર (1993) કેન્દ્ર અને રાજ્યમાં હતી ત્યારે મણિપુરના સાંસદે સંસદમાં રોતાં-રોતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર કંઈ કરી શકતી નથી. તેની પાસે ભંડોળ નથી. તેની પાસે હથિયાર ખરીદવાના પૈસા પણ નથી. કૃપા કરીને સ્વીકારો કે, મણિપુર ભારતનો એક ભાગ છે. સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસે બોલતા પહેલા આ બધું જોવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ