બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / We Store Grains For FCI Do Not Buy From Farmers Adani Group

પ્રતિક્રિયા / અદાણીનું મોટું નિવેદન: અમે ભારત સરકાર માટે અનાજનો સંગ્રહ કરીએ છીએ, ખેડૂતો પાસેથી નથી ખરીદતા

Published By: Shalin

Last Updated: 07:33 PM, 11 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી જૂથ ઉપર ખેડૂત સંગઠનોએ આક્ષેપ લગાવ્યો છે કે તેઓ તેમના ગોડાઉનોમાં કૃત્રિમ અછત ઉભી કરીને ભાવ વધારવા માટે અનાજનો સંગ્રહ કરી રહ્યા છે.

અદાણીએ આ આક્ષેપનું ખંડન કરતા કહ્યું હતું કે તેઓ અનાજ ખેડૂતો પાસેથી ખરીદતા પણ નથી અને તેઓ અનાજની કિંમત પણ નક્કી કરતા નથી. 

ખેડૂત આંદોલનમાં અદાણી-અંબાણીનું નામ ઉછળ્યું છે

નોંધનીય છે કે દેશમાં હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં અદાણી-અંબાણીનું નામ ઉછળ્યું છે અને ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે ખેતીના નવા કાયદાઓ આ કંપનીઓને ફાયદો કરવા માટે બનાવવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું છે કે તેઓ અનાજનો સંગ્રહ FCI એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા માટે કરે છે. તેઓનો દાવો છે કે તેઓ આ પ્રવૃત્તિ 2005થી કરે છે અને તેમણે સરકાર પાસેથી પારદર્શક ટેન્ડરમાંથી આ કોન્ટ્રાક્ટ લીધો હતો.

તેમણે એમ પણ કહ્યું કે તેઓ કેટલા પ્રમાણમાં કે કેટલા ભાવનું અનાજ સંગ્રહ કરવું તે નક્કી નથી કરતા કારણ કે તેઓ FCIને ફક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પૂરી પાડે છે. 

પ્રાઈવેટ કંપની ફક્ત અનાજના સ્ટોરેજની જવાબદારી સંભાળે છે

અહેવાલ પ્રમાણે FCI પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ કરે છે જેમાં FCI ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે, તેની માલિકી ધરાવે છે અને તેના વિતરણના હકો ધરાવે છે જયારે પ્રાઈવેટ કંપની ફક્ત તેના સ્ટોરેજની જવાબદારી સંભાળે છે. 

ખાનગી સ્ટોરેજ સર્વિસીસમાં છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો પાસેથી સરેરાશ 4 લાખ ટન જેટલા અનાજનો સંગ્રહ કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Adani Group FCI farmers protest અદાણી ગ્રુપ ખેડૂત આંદોલન farmers protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ