ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
પાણી વિના આપણું જીવન સંભવ નથી. પાણી શુધ્ધ હોય તો પણ તેને કયારે અને કેવી રીતે પીવામાં આવે તેની આરોગ્ય પર અસર થાય છે. આપણું 60 ટકા શરીર પાણીનું બનેલું છે. હેલ્ધી રહેવા માટે દરરોજ ઓછામાં ઓછુ 2થી 3 લીટર પાણી પીવું જોઇએ. જો કે દિવસ દરમિયાન એવા છ સમય એવા હોય છે જયારે અચુક પાણી પીવું જોઇએ. જયારે સવારે ઉઠો ત્યારે દિવસની શરૂઆત એક ગ્લાસ પાણી પીને કરવી જોઇએ. તે વાત અનેક વખત કહેવાઇ અને લખાઇ છે. તેમ છતાં બહુ ઓછા લોકો રોજ તેનો અમલ કરે છે.
સવારની શરુઆત પાણીથી કરવાથી શરીરના ટોકસીક દુર થાય છે અને તે તમને દિવસભર તાજગીભર્યા રાખે છે. જોકે ફ્રીઝ કે વધુ ઠંડુ હોય એવું માટલાનું પાણી પીવા કરતા સ્હેજ હુંફાળુ પાણી પીવુ જોઇએ. આયુર્વેદમાં કહ્યું છે કે જમ્યા બાદ તરત પાણી ન પીવુ. જો કે જમવાના અડધો કલાક પહેલા થોડું પાણી પીવુ જોઇએ. તેનાથી જીભના ટેસ્ટ બડસ એટેલે કે સ્વાદેન્દ્રિયો સતેજ થાય છે.
ADVERTISEMENT

ઉપરાંત જમ્યા બાદ તરત પાણી પીવાની જરુર લાગતી નથી. કયારેક જમવાના થોડા પછી આપણને ભુખ લાગી હોય તેવું લાગે છે. ખરેખર તરસ લાગી હોય અને શરીરમાં પાણીની થોડી કમી થઇ હોય તેવું બની શકો. આવા વખતે એક ગ્લાસ પાણી પી લો. જ્યારે કોઇ પણ કસરત કરો ત્યારે તે શરુ કરતા પહેલા અને પછી પાણી અચુક પીવુ જોઇએ. જેથી શરીર ડિહાઇડ્રેટ ન થાય.
ADVERTISEMENT
સામાન્ય તાવ કે બિમારીમાં પણ પાણી વધુ પીવુ જોઇએ. જેનાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાવા ઉપરાંત હાનિકારક તત્વો શરીરમાંથી ઝડપથી બહાર નીકળે છે. જયારે કોઇ કારણ વિના વધુ થાકનો તમે અનુભવ કરો અને આરામ કરી શકો તેમ ન હોય તો એક ગ્લાસ પાણી પીવો. બની શકે કે તમારા શરીરને ખરેખર પાણીની જરુર હોય અને તમ સમજી શકતા ન હોવ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો