ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Watching porn in Chrome Incognito Mode? Google says it is still tracking you
ADVERTISEMENT
ADVERTISEMENT
શું તમે પણ પોર્ન કે અતિ ખાનગી ચીજો શોધવા માટે ગૂગલ ક્રોમ ઈગ્નિટો મોડનો ઉપયોગ કરો છો તો હવે તમારે ચેતી જવાની જરુર છે. કારણ કે ગૂગલ તેના ઈગ્નિટો મોડમાં પણ સર્ચ હિસ્ટ્રીને ટ્રેકિંગ કરી શકે છે. ગૂગલે ઈગ્નિટો મોડની વિગતો પણ બદલી નાખી છે જે પછી તે હવે પ્રાઈવેટ બ્રાઉઝિંગ રહ્યું છે કે નહીં તેને લઈને ચિંતા વધી છે.
શું છે ગૂગલ ક્રોમ ઈગ્નિટો મોડ
ADVERTISEMENT
ગૂગલ ક્રોમ ઈગ્નિટો મોડ ગૂગલનું પ્રાઈવેટ બ્રાઉઝર ટેબ છે જેમાં લોકો પોર્ન કે ખાનગી ચીજો શોધવા માટે સર્ચ કરે છે અને બીજી ખાસ વાત એ છે કે ઈગ્નિટો મોડ સર્ચ હિસ્ટ્રી સેવ કરતું નથી. આ સર્ચિંગની સલામત રીત ગણાય છે પરંતુ હવે આવું રહ્યું નથી. કંપની સ્પષ્ટપણે માની રહી છે કે જો તમે ગુપ્ત મોડ પર કંઇક બ્રાઉઝ કરો છો, તો ગૂગલ પણ તેને ટ્રેક કરી શકે છે. આ મોડની પ્રાઇવસીમાં સુધારો કરવાને બદલે, કંપનીએ વર્ણનને અપડેટ કરવાનું નક્કી કર્યું છે, જે સ્પષ્ટ કરે છે કે તેનો ખાનગી મોડ એટલો ખાનગી નથી જેટલો યૂઝર્સ વિચારે છે. Google હવે ગુપ્ત મોડ સર્ચને છુપાવવાનો પ્રયાસ નથી કરી રહ્યું.
શું છે ક્રોમ બ્રાઉઝર
ગૂગલ 2020 થી 5 અબજ ડોલરની કાનૂની લડાઈ લડી રહ્યું છે. યૂઝર્સનો આરોપ છે કે ક્રોમ બ્રાઉઝર ગુપ્ત રીતે ડેટાને ટ્રેક કરે છે. જો કે કંપનીએ કોર્ટમાં આ વાતનો સ્વીકાર કર્યો ન હતો, પરંતુ ગૂગલે આખરે ફરિયાદીઓને રકમ ચૂકવીને મામલો થાળે પાડ્યો હતો. એવું લાગતું હતું કે ગૂગલ આ કેસ જલદીથી જલદી બંધ કરવા માગે છે, જેના કારણે તેણે આગળ વધીને કોઈ પણ પ્રકારનો અપરાધભાવ સ્વીકાર્યા વિના 5 અબજ ડોલર ચૂકવ્યા હતા. કંપની હવે ભવિષ્યમાં તેના પર કોઈ કાનૂની લડત ન થાય તે માટે પગલાં લઈ રહી છે.
ખાનગી બ્રાઉઝિંગ માટે શું કરવું
ઈગ્નિટો મોડ હવે ખાનગી બ્રાઉઝિંગ ન રહ્યું હોવાથી સારા અને સલામત બ્રાઉઝિંગ માટે અલગ બ્રાઉઝર અથવા સર્ચ એન્જિન પર સ્વિચ કરવું એ એક સારો વિચાર છે.
સંકળાયેલા મુદ્દાઓ