બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / સ્પોર્ટસ / wasim akram on rohit sharma he makes batting look so easy he plays like inzamam ul haq

ક્રિકેટ / વસીમ અકરમે આ ભારતીય ખેલાડીની ઇન્ઝમામ-ઉલ-હક સાથે કરી તુલના, કહ્યું 'તેની બેટિંગ જોતા જ...'

Manisha Jogi

Last Updated: 04:05 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અકરમે આ ભારતીય ક્રિકેટરની બેટીંગ બાબતે જણાવ્યું છે અને તેની સરખામણી પાકિસ્તાનની પૂર્વ દિગ્ગજ ખેલાડી ઈંજમામ ઉલ હક સાથે કરી છે.

  • આ ભારતીય ખેલાડીના કર્યા વખાણ
  • પૂર્વ દિગ્ગજ ખેલાડી ઈંજમામ ઉલ હક સાથે સરખામણી કરી
  • ‘આ ખેલાડી કોઈપણ બોલર સામે શાનદાર શોટ મારે છે’

વર્લ્ડ કપની છેલ્લી લીગ મેચમાં રોહિત શર્મા ફરી એકવાર સદી ફટકારવાથી ચૂકી ગયા છે અને 61 રન પર આઉટ થયા છે. રોહિત શર્માએ 54 બોલમાં 61 રન કર્યા છે, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા શામેલ છે. હિટ મેન રોહિત શર્માએ 112.96ના સ્ટ્રાઈક રેટથી રન કર્યા હતા. રોહિત શર્મા સદી ફટકારી શક્યા નથી, પરંતુ તેમની વાહવાહી કરવામાં આવી રહી છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023માં શાનદાર બેટીંગ કરી છે. પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અકરમે રોહિત શર્માની બેટીંગ બાબતે જણાવ્યું છે અને રોહિતની સરખામણી પાકિસ્તાનની પૂર્વ દિગ્ગજ ખેલાડી ઈંજમામ ઉલ હક સાથે કરી છે. 

વસીમ અકરમે જણાવ્યું કે, ‘રોહિત શર્મા જ્યારે બેટીંગ કરવા આવે છે, ત્યારે એવું લાગે છે કે તેઓ સરળતાથી બેટીંગ કરી રહ્યા છે. બધા શોટ એટલી સરળતાથી રમે ત્યારે લાગે છે કે, રોહિતને રોકવા માટે બોલર પાસે કોઈ લેંથ નથી.’

વસીમ અકરમે વધુમાં જણાવ્યું કે, ‘તેમની બેટીંગ જોઈને ઈંજમામ ઉલ હકની યાદ આવે છે. રોહિત પાસે વધુ ટાઈમ છે. ફાસ્ટ બોલર સામે પણ સરળતાથી રમે છે. રોહિત શર્માની બેટીંગમાં ઈંજમામની ઝલક જોવા મળે છે. બેટીંગ કરે ત્યારે એવું લાગે છે કે, તેમની પાસે ઘણો સમય છે અને એન્ડ સુધી રમશે. રોહિત શર્મા શાનદાર બેટ્સમેન છે, કોઈપણ પરિસ્થિતિમાં શાનદાર રીતે શોટ ફટકારે છે.’

શોએબ મલિકે રોહિત શર્માની બેટીંગ વિશે જણાવ્યું છે કે, ‘કોહલી, રાહુલ તથા અન્ય બેટ્સમેન કોઈ એક બોલર સામે નિશાન સાધે છે. રોહિત શર્મા કોઈપણ બોલર સામે શાનદાર શોટ ફટકારવાની કાબેલિયત ધરાવે છે.’ ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી મ્હાત આપી છે અને 9મી મેચમાં જીત મેળવી છે. અગાઉ 2003ના વર્લ્ડ કપમાં ભારતે સતત 8 મેચાં જીત મેળવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ