ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / સોનાથી રૂપિયાવાળા બનવું છે? તો આ 4 જગ્યાએ કરો ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ, થશો માલામાલ!

રોકાણ ટિપ્સ / સોનાથી રૂપિયાવાળા બનવું છે? તો આ 4 જગ્યાએ કરો ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ, થશો માલામાલ!

Published By: Nirav Kumar

Last Updated: 10:14 AM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે સોનામાં રોકાણ કરવા માંગો છો? તો હવે આ ડિજિટલ જમાનામાં સોનામાં રોકાણના અનેક ઓપ્શન મળી રહ્યા છે. જેને તમે ગમે ત્યારે ખરીદી કે વેચી શકો છો.

ADVERTISEMENT

બદલાતા સમયની સાથે રોકાણની રીતો પણ બદલાઈ છે.  જેમાં સોનાનું રોકાણ પણ હવે માત્ર તેના ફિઝિકલ સ્વરુપમા નથી થતું. જેમાં ઘણા નવા ડિજિટલ અને માર્કેટ ઓપ્શન ઉભરી આવ્યા છે. લોકો અત્યારે એક ગ્રામ પણ ફિઝિકલ સોનું પોતાની પાસે રાખ્યા વગર લાખો રૂપિયા સોનામાં રોકાણ કરી શકે છે. સોનાના ભાવમાં વધારાથી તેમને ફાયદો થાય છે જેમાં તેઓ ઈચ્છે ત્યારે વેચી પણ શકે છે.

ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોની સીઝનમાં મોટા ભાગના લોકો સોનું ખરીદવા માટે તૈયાર હોય છે. પરંતુ જો તમે ફક્ત તમારા સોનાના રોકાણમાંથી નફો મેળવવામાં માંગતા હોવ તો તમારી પાસે ડિજિટલ રીતે સોનામાં રોકાણ કરવા માટે ઘણા ઓપ્શન છે. ચાલો તે વિષે જાણીએ.

  • ડિજિટલ ગોલ્ડ
    ડિજિટલ ગોલ્ડ અસલી ગોલ્ડ સાથે જોડાયેલું હોય છે અને તેની કિંમત પણ તે મુજબ વધઘટ થાય છે. તેમાં કોઈ મેકિંગ ચાર્જ કે સ્ટોરેજ ખર્ચ નથી. તેને 24/7 ખરીદી અને વેચી શકાય છે. તેમાં તમે ફક્ત 1 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. જેમાં રોકાણ લંપ સમ અને SIP બંને રીતે થઇ શકે છે. જ્યારે રોકાણકારો ડિજિટલ સોનું વેચે છે ત્યારે પૈસા સીધા તેમના બેંક એકાઉન્ટમાં જમા થાય છે. ડિજિટલ ગોલ્ડને ફિઝિકલ સોનામાં પણ રૂપાંતરિત કરી શકાય છે.
vtv app promotion
  • ગોલ્ડ ETF
    ગોલ્ડ ETF ફિઝિકલ સોનામાં રોકાણ કરે છે, પરંતુ રોકાણકારોને તેને પોતાની પાસે રાખવાની જરૂર નથી હોતી. તેને શેરબજારમાં શેરની જેમ ખરીદી અને વેચી શકાય છે. તેના  માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી હોય છે. આ ઓછા ખર્ચવાળા અને હાઈ લીકવીડીટીવાળા રોકાણ હોય છે. તેમાં સ્ટોરેજ, વીમો કે મેકિંગ ચાર્જ જેવા ખર્ચનો સમાવેશ થતો નથી. ગોલ્ડ ETF ડિજિટલ સોના કરતાં વધુ ફ્લેક્સિબિલિટી અને ઓછા ખર્ચવાળા હોય છે.  જે તેમને લાંબા ગાળાના રોકાણ માટે વધુ ફાયદાકારક બનાવે છે. ઉદાહરણ તરીકે, ભારતનું સૌથી જૂનું ગોલ્ડ ETF, Nippon India ETF Gold BeES વર્ષ 2007 થી લગભગ 950% રિટર્ન આપ્યું છે. મતલબ કે, 10 લાખ રૂપિયાનું રોકાણ 18 વર્ષમાં વધીને 1 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.
  • સોવરિન ગોલ્ડ બોન્ડ
    સોવરિન ગોલ્ડ બોન્ડ કેન્દ્ર સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવે છે. તે 999 શુદ્ધતાવાળા સોના પર આધારિત હોય છે.  તેનો મેચ્યોરિટી પિરિયડ 8 વર્ષનો હોય છે પરંતુ 5 વર્ષ બાદ પણ તેને રિડીમ કરી શકાય છે. તેમાં કોઈ નવી યોજના હજુ ખુલ્લી સુધી નથી, પરંતુ તમે તેને સેકન્ડરી માર્કેટમાં ખરીદી શકો છો. તેઓ સોનાના ભાવમાં વધારાથી લાભ મળે જ છે પરંતુ સાથે દર વર્ષે 2.5% વ્યાજ પણ મળે છે.

વધુ વાંચો : સવાર-સવારમાં જ સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ્સ, પ્રતિ 10 ગ્રામની કિંમત સાંભળતા જ આંચકો લાગશે

  • ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ
    ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પણ ગોલ્ડ ETFમાં રોકાણ કરે છે. તમે તેમાં લંપ સમ રકમ કે SIP દ્વારા રોકાણ કરી શકો છો. આ નવા રોકાણકારો માટે, જેઓ સીધા સોનું ખરીદવા માંગતા નથી, તેમના માટે સારો ઓપ્શન છે. તેમનો એક્સપેન્સ રેશિયો ગોલ્ડ ETF કરતા થોડો વધારે હોય છે, જેથી થોડું ઓછું રિટર્ન મળી શકે છે. ઉદાહરણ તરીકે છેલ્લા 10 વર્ષોમાં ABSL ગોલ્ડ ડાયરેક્ટ પ્લાને સરેરાશ વાર્ષિક 15.86% રિટર્ન આપ્યું છે. મતલબ કે, કે 10 વર્ષમાં 10 લાખ રૂપિયાનું રોકાણ વધીને 44 લાખ રૂપિયાથી વધુ થઈ ગયું છે.

(DISCLAIMER : બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold invest Gold ETF Digital Gold

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ