ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
શ્રાવણ મહિનામાં શ્રધ્ધાળુઓ ભગવાન શિવના પ્રસિધ્ધ મંદિરો તરફ જાય છે. ભારતમાં ઘણા એવા શિવમંદિર છે જે હિંદુ ધર્મ માટે ખુબ જ મહત્ત્વના છે. આ મંદિરના દર્શનથી ખુબ જ લાભ થાય છે અને શિવજી હંમેશા પ્રસન્ન રહે છે.
ADVERTISEMENT
કાશી વિશ્વનાથ મંદિર, બનારસ
મહાદેવની નગરી ગણાતા બનારસની રોનક શ્રાવણમાં કંઇક અસગ જ હોય છે. દુર દુરથી શ્રધ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. ગંગામાં પવિત્ર ડુબકી લગાવીને બાબા વિશ્વનાથને જળાભિષેક કરે છે. બનારસમાં કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાનું એક છે. મંદિરમાં પુજા અર્ચના બાદ તમે બનારસના સુંદર ઘાટ પર સમય વિતાવી શકો છો. બનારસની ગંગા આરતી પણ ખુબ જાણીતી છે.

ADVERTISEMENT
કેવી રીતે પહોંચવું
બનારસનું રેલ્વે સ્ટેશન દેશભરના પ્રમુખ શહેરો સાથે જોડાયેલું છે. અહીં તમે ટ્રેન દ્વારા સરળતાથી પહોંચી શકો છો. બનારસનું બાબતપુર એરપોર્ટ પણ દેશના પ્રમુખ શહેરો સાથે જોડાયેલું છે. તમે ફ્લાઇટથી પણ બનારસ પહોંચી શકો છો.
ઉજ્જૈન
શ્રાવણમાં દર્શન માટે મહાકાલેશ્વર પણ જઇ શકાય છે. શિપ્રા નદીના તટ પર વસેલા આ શહેરમાં શ્રાવણમાં સારી એવી ભીડ રહે છે. શ્રાવણ મહિનામાં ઉજ્જૈનનો મોસમ અનુકુળ હોય છે. તાપમાન 30 ડિગ્રીની આસપાસ હોય છે.
ADVERTISEMENT
કેવી રીતે પહોંચવુ
ઉજ્જૈનમાં કોઇ એરપોર્ટ નથી. તેનાથી નજીક ઇંદોરમાં એરપોર્ટ છે. જે ઉજ્જૈનથી લગભગ 58 કિલોમીટર દુર છે. એરપોર્ટ બહારથી ટેક્સી કે બસમાં તમે એકથી દોઢ કલાકમાં ઉજ્જૈન પહોંચી શકો છો. ઉજ્જૈન લગભગ દેશના તમામ મોટા શહેરો સાથે રેલમાર્ગે જોડાયેલું છે. ઉજ્જૈન સુધી દિલ્હી, મુંબઇ અને કલકત્તાથી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ છે.

ADVERTISEMENT
સોમનાથ મંદિર
ગુજરાતમાં રહેલા બાર જ્યોર્તિંલિંગમાના એક એવા સોમનાથનું ખુબ જ મહત્ત્વ છે. સોમનાથ દાદાના દર્શન માત્રથી જ પવિત્રતાની લાગણી જન્મે છે. આ એક પ્રાચીન શિવ મંદિર છે. તેનો ભારતના ઐતિહાસિક પુસ્તકોમાં પણ તેનો ઉલ્લેખ છે. શ્રાવણમાં સોમનાથ મંદિર સવારે ચાર વાગે ખુલી જાય છે અને રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. અહીં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભગવાન શિવના આશીર્વાદ લેવા આવી પહોંચે છે.
કેવી રીતે જવું
તમે પ્રાઇવેટ વ્હિકલ કે તમારી કારમાં પણ સોમનાથ જઇ શકો છો. આ ઉપરાંત કેશોદ સૌથી નજીકનું એરપોર્ટ છે. જે સોમનાથથી 50 કિમી દુર છે. અહીં વેરાવળ સૌથી નજીકનું રેલ્વેસ્ટેશન છે. જે સોમનાથ થી માત્ર 7 કિમી દુર છે. લગભગ તમામ શહેરોમાંથી અહીં આવવા માટે બસ સેવા પણ ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો