બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Visavadar Congress MLA Harshad Ribadiya resigns

BIG BREAKING / ગુજરાતના રાજકારણના મોટા સમાચાર, કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્યએ ધર્યું રાજીનામું

Vishnu

Last Updated: 09:48 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડતાં વિસાદવરના ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું છે.

  • ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ
  • ધારાસભ્ય હર્ષદ રિબડીયાનું રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજોડની રાજનીતિ સક્રિય થઈ છે. કોઈ ભાજપ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ કોંગ્રેસનો હાથ છોડવા તૈયાર બેઠું છે. નવી નવેલી આપ પાર્ટીમાં પણ ઝાડુ ફરી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા ફરી એક વાર કોંગ્રેસ તૂટી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના મોટા નેતા હર્ષદ રિબડીયાએ રાજીનામું આપ્યું છે. વિસાવદર બેઠક પરથી હર્ષદ રિબડીયા કોંગ્રેસની ટિકિટથી લડ્યા હતા.જે બાદ ઘણા સમયથી હર્ષદ રીબડીયા સહિત 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. જેમાંથી આજે કોંગ્રેસની એક વિકેટ હર્ષદ રિબડીયા નામની ખરી પડી છે. તે હવે ભાજપમાં જોડાશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલા જ વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયા ભાજપના આગેવાનો સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ પૂર્વ મંત્રી કનુભાઇ ભાલાળા સહિતના ભાજપના અગ્રણીઓ સાથે હર્ષદ રિબડીયા ગરબે ઘૂમ્યા.

વિધાનસભા અધ્યક્ષે રાજીનામું સ્વીકારી લીધું 

87-વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
 

કોંગ્રેસ સાથે રીબડિયાની સફર 

  • 1995 માં વિસાવદર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા
  • 2007 વિસાવદર ધારાસભા ની સીટ પર થી પ્રથમવાર ચૂંટણી લડ્યા અને હાર્યા
  •  2007 માં રીબડીયાની ભાજપ ના કનું ભલાળા સામે 4300 મતે હર થઈ
  • 2014 માં ફરી ભાજપ ના ઉંદવાર ભરત પટેલ ની સામે 10,000 મતે જીત મેળવી
  • 2017 માં ફરી કોંગ્રેસ માં થી વિસાવદર વિધાનસભા બેઠક માં  ભાજપ ના કિરીટ પટેલ ની સામે 23,000 મતે જીત મેળવી

11 તારીખે PM મોદીની હાજરીમાં ભાજપમાં જોડાય તેવા સંકેત
આપને એ પણ જણાવી દઈએ કે આગામી 11 ઓક્ટોબરે PM મોદીની હાજરીમાં કેટલાક ધારાસભ્યો ભાજપ ગમન કરશે તેવી ચર્ચાઑએ જોર પકડયું હતું, તેવામાં હર્ષદ રિબડિયાનું રાજીનામું પડતાં હજુ પણ વધારે ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તેવી આંધી ઉઠતી હોય તેવુ લાગી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની  જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાઇ જશે તેવા સોગઠાં ગોઠવાઈ ગયા છે. કારણ કે ભાજપમાં જોડાવા ઇચ્છુક ધારાસભ્યોએ પણ વડાપ્રધાનની હાજરીમાં કેસરિયો પહેરી પોતાનું પ્રભુત્વ દર્શાવવાની વાત મૂકી હોવાની રાજકિય ગલિયારામાં ચર્ચાઓ છે.

આ 6 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે છે

  • ચિરાગ કાલરીયા - જામજોધપુર
  • હર્ષદ રીબડીયા - વિસાવદર ( કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું)
  • સંજયભાઈ સોલંકી - જંબુસર
  • મહેશ પટેલ - પાલનપુર 
  • ભાવેશ કટારા - જાલોદ
  • લલિત વસોયા - ધોરાજી

 

વર્ષ 2017 બાદ કોંગ્રેસના કયા MLA ભાજપમાં જોડાયા?

ધારાસભ્ય બેઠક
કુંવરજી બાવળિયા જસદણ
જે.વી કાકડિયા ધારી
જવાહર ચાવડા માણાવદર
મંગળ ગાવિત ડાંગ
જીતુ ચૌધરી કપરડા
પરસોત્તમ સાબરિયા ધ્રાંગધ્રા
અલ્પેશ ઠાકોર રાધનપુર
પ્રવિણ મારુ ગઢડા
બ્રિજેશ મેરજા મોરબી
સોમાભાઈ પટેલ લીંબડી
આશાબેન પટેલ ઊંઝા
પદ્યુમનસિંહ જાડેજા અબડાસા
અક્ષય પટેલ કરજણ
અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા
ધવલસિંહ ઝાલા બાયડ

કોંગ્રેસ ચૂંટણી પહેલા સાવ તૂટી જશે?
કોંગ્રેસના નેતાઓ વાર તહેવારે નારાજ થયા કરે છે અને ભાજપમાં રાજી રાજી જોડાતા રહે છે. આ તરફ આ પક્ષપલટાથી કોંગ્રેસનું પેટનું પાણી પણ હલતું નથી અને જાહેર મંચ પરથી એમ કહ્યા કરે છે કે જેને જવુ હોય એ જાય, એવા પાંચ પચ્ચીસ જવાથી અમને ફરક પડતો નથી. હાલ ધારાસભ્યો તૂટવાની વાતથી ખુદ કોંગ્રેસ પણ અજાણ છે તેવું પણ નથી. કોંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારીને પણ એ વાતનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડી શકે છે અને તેની પાછળના કારણો પણ છે. હવે સવાલ એ છે કે કોંગ્રેસના ક્યા ધારાસભ્યો છે, જે પાર્ટી છોડવાની ફિરાકમાં છે ? કેમ કોંગ્રેસના નેતાઓ ભાજપ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે? શું કોંગ્રેસ પાર્ટી તેમના ધારાસભ્યોની સાચવી શકતી નથી? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ