બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિસાવદરની પેટા ચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ! ભાજપ-કોંગ્રેસ-આપ કોની જીતવાની શક્યતા વધારે? સમજો સમીકરણ
Last Updated: 02:31 PM, 3 June 2025
પેટા ચૂંટણીમાં કડી અને વિસાવદર બન્ને બેઠકોમાં સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક ખૂબ જ મહત્વની અને પ્રતિષ્ઠિત છે. જ્યાં ભાજપે ઘણી જ ભાંજગડ કર્યા બાદ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે, જે વ્યવસાય ઉધોગપતિ છે. આપને જણાવીએ કે, અગાઉ ચર્ચામાં સુમતિબેન કોરાટ અને ભરત ગાજીપરાના નામોની હતી, પરંતુ ભાજપ હાઈકમાન્ડે કિરીટ પટેલનું નામ જાહેર કર્યું છે. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં 163 બેઠકો જીતીને નવો ઈતિહાસ રચી દીધો છે, પરંતુ વિસાવદરની બેઠક ભાજપ માટે થોડી કપરી છે. ભૂતકાળ વાગોળીએ તો કોંગ્રેસના હર્ષદ રીબડીયા અને બાદમાં આપના ભૂપત ભાયાણી આ બેઠક જીત્યા હતા. જો કે, વર્તમાનમાં ભાજપે બન્નેને કેસરીયો ખેસ પહેરાવી દીધો છે અને હવે ફરીથી ચૂંટણી આવી છે, ત્યારે મતદારોનો મિજાજ પક્ષપલટું રાજનેતાઓથી થોડો વિપરીત જોવા મળી રહ્યો છે. જેના પગલે આ ચૂંટણીમાં ખૂબ જ રસાકસી જોવા મળી શકે છે
ADVERTISEMENT
ત્રણ ઉમેદવારમાં કોનું પલડું ભારે રહેશે ?
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા યુવાન અને આક્રમક વલણ ધરાવે છે, તેઓ આ બેઠક પર થોડા સમય પહેલાથી જ એક્ટિવ થઈ ગયા છે. જો તેમના પર પણ કેટલાક ક્રિમિનલ કેસો છે. જેના પગલે ભાજપ પ્રચારમાં તેમને ઘેરી શકે છે. જો કે, ભાજપના ઉમેદવાર કિરીટભાઈની વાત કરીએ તો તેઓ કાર્યકર્તાઓ પર સારી પક્કડ ધરાવે છે અને ભાજપના બૂથ મેનેજમેન્ટથી તો સૌ કોઈ વાકેફ છે. જેમનું સહકારી ક્ષેત્રમાં દબદબો છે. જો કે, તેમના પર સહકારી સંસ્થામાં કૌભાંડ કર્યાના કેટલાક આક્ષેપો છે, જો કે, તે હજુ સુધી સત્ય સાબિત થયા નથી. જ્યારે કોંગ્રેસે નિતિન રાણપરીયાને રાજકીય મેદાને ઉતાર્યા છે. જેઓ મોટા જમીન જાગીદાર છે અને શિક્ષણ ક્ષેત્રે મોટું નામ ધરાવે છે તેમજ તેઓ ચૂંટણી લડવા માટે આર્થિક રીતે સધ્ધર છે. જેમના વ્યક્તિત્વના વખાણ થાય છે.
ADVERTISEMENT
વિસાવદરની જનતાના મુખ્ય મુદ્દાઓ કયા છે ?
ADVERTISEMENT
વિસાવદરની જનતાએ ક્યારેય કોઈ પક્ષ કે નેતાને મહત્વ આપ્યુ નથી પરંતુ પોતાની સાથે ઉભો રહે અને પોતાના પ્રશ્નોની રજૂઆત મજબૂત રીતે કરી શકે તેવાની જ પસંદગી કરી છે. વિસાવદરમાં વિકાસની વાતો નથી પણ ખેતી આધારીત મુદ્દાઓની ચર્ચાઓ વધુ છે. વિસાવદરમાં સૌથી મોટો મુદ્દો ઈકો સેન્ટિટીવ ઝોનનો છે. બીજા મુદ્દો જમીન માપણીનો તેમજ ત્રીજો મુદ્દો માર્કેટ યાર્ડમાં માલ વેચવા જાય ત્યારે થતા ગોટાળાનો છે. આ તમામ મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડી શકે તેવા ઉમેદવારની પસંદગી મતદારો કરશે
કોણ બનશે વિસાવદરનો ધારાસભ્ય ?
ADVERTISEMENT
અત્યારે તો ત્રણએ ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર કહી શકાય છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી વિસાવદર બેઠક પર આપના ગોપાલ ઈટાલીયાએ માથું કાઢ્યુ છે, જેઓ ભાજપ, કોંગ્રેસ અને પક્ષપલટા કરતા લોકો સામે આકાર પાણી પ્રચાર કરી રહ્યાં છે. જેઓ સરકારમાં વિસાવદરના લોકોના પ્રશ્નોને ઉઠાવશે તેવા વચનો આપે છે. તો બીજી તરફ ભાજપના કિરીટ પટેલ રાજકીય કદ અને મતદારનો મત કેવી રીતે લેવો તે સારી રીતે જાણે છે. સાથો સાથ ભાજપના માઈક્રો પ્લાનીંગ અને સહકારી ક્ષેત્રના માંધાતા જયેશ રાદડીયાની તાકાતથી તેઓ પણ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. ઉપરાંત ભાજપે બે કેબિનેટ મંત્રીઓ કુંવરજી બાવળીયા તથા રાઘવજી પટેલને પણ પ્રચારની જવાબદારી સોંપી છે. જેનાથી પણ કિરીટ પટેલનું પાસુ વધુ મજબુત બન્યુ છે. તો કોંગ્રેસના ઉમેદવાર આર્થિક રીતે સધ્ધર છે. જે લોક ચાહના પણ સારી ધરાવે છે તેમજ નિર્વિવાદીત ચહેરો છે.
ભાજપને બેવડો ફાયદો थશે?
ADVERTISEMENT
વિસાવદરની બેઠક પર હવે ત્રિપાંખીયો જંગ નિશ્ચિત બન્યો છે. ભાજપના વિરોધી મત ગોપાલ ઈટાલીયાને મળવાના છે, પરંતુ સાથોસાથ કોંગ્રેસના નીતિનભાઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોઈ, તેમને પણ ભાજપ વિરોધી મત મળશે એટલે કે ભાજપના વિરોધી મતોનું વિભાજન થશે. જેનો સીધો લાભ ભાજપના કિરીટ પટેલને થશે. ગોપાલ સક્ષમ હોવા છત્તા કોંગ્રેસનો ઉમેદવાર તેમના માટે વોટ કાપનાર સાબિત થશે.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર સરકાર 'નાયક'ના રોલમાં, એક નહી બે અધિકારીઓને કર્યા છૂટા, અન્યોમાં ફફડાટ
વિસાવદરની હાર-જીતથી કોની કારર્કીદીને કેટલો ફાયદો?
વિસાવદરની ચૂંટણીમાં જયેશ રાદડીયા મુખ્ય નેતા ગણય છે. કારણ કે આ બેઠક ભાજપ માટે જોખમી બની ગઈ હોવાથી ભાજપે આ શક્તિશાળી નેતાને મેદાનમાં ઉતાર્યા છે. જો ચૂંટણી જતી જશે તો જયેશ રાદડીયાને મંત્રીમંડળમાં પણ સ્થાન મળી શકે છે. ઉપરાંત તેમના સહકારી ક્ષેત્રમાં તેમને વધુ જવાબદારી મળી શકે છે. જ્યારે રાઘવજી અને કુંવરજીની પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. જો આ બેઠક પર ભાજપની હાર થાય તો પછી આ ત્રણેય નેતાઓની રાજકીય કારકિર્દી પર અસર થઈ શકે છે. જો ગોપાલ આ બેઠક જીતશે તો ભવિષ્યમાં આપનો મોટો ચહેરો બની શકે છે, તો બીજી તરફ કોંગ્રેસ જીતે તો ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ પુરાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.