બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli records in world cup 2023 most centuries and runs in world cup history

ક્રિકેટ / World Cup 2023: વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ, સચિનને પણ પાછળ છોડી દીધો, ઐતિહાસિક ઉપલબ્ધિ પર કરીએ એક નજર

Arohi

Last Updated: 08:51 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Records In World Cup 2023: ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023ની પોતાની ચોથી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવી ચુકી છે. પુણેમાં રમાયેલી આ મેચમાં 257 રનોના ટાર્ગેટનો પીછો કરતા વિરાટ કોહલીએ શાનદાર સેન્ચુરી મારીને ટીમને જીત અપાવી.

  • વિરાટ કોહલીનો વધુ એક રેકોર્ડ
  • સચિનને પણ પાછળ છોડી દીધો
  • હાસિલ કરી ઐતિહાસિક ઉપલબ્ધિ

વનડે વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલી અને રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ભારતીય ટીમે ગુરૂવારે બાંગ્લાદેશ સામે 7 વિકેટથી મેચ જીતી. આ વર્લ્ડ કપમાં ભારતની આ સતત ચોથી જીત છે. 

આ મેચમાં વિરાટ કોહલીએ 97 બોલ પર અણનમ 103 રનોની ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેમણે 4 છગ્ગા અને 6 ચોગ્ગા માર્યા. તેમનો સ્ટ્રાઈક રેટ 106.18નો હતો. જ્યારે શુભમન ગિલે 55 બોલ પર  53 અને રોહિતે 40 બોલ પર 48 રન કર્યા. આ ઈનિંગમાં કોહલી અને રોહિતે ઘણા રેકોર્ડ્સ બનાવ્યા. 

સચિનનો રેકોર્ડ તોડ્યો
વનડે વર્લ્ડ કપ ઈતિહાસમાં વિરાટ કોહલીએ ચેઝ કરતા પોતાની પહેલી સેન્ચુરી લગાવી. સાથે જ કોહલીએ આ મામલામાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીએ સૌથી ફાસ્ટ 26 હજાર ઈન્ટરનેશનલ રન પણ પુરા કરી લીધા છે. તેમણે આ ઉપલબ્ધિ 567 ઈનિંગમાં મેળવી. કોહલી પહેલા સચિન તેંડુલકરે 600 ઈનિંગમાં આટલા રન બનાવ્યા હતા. 

સાથે જ કોહલી વનડે ઈન્ટરનેશનલમાં બીજા સૌથી વધારે 48 સેન્ચુરી લગાવનાર પ્લેયર પણ છે. ટોપ પર સચિન છે. જેમણે 49 સેન્ચુરી મારી હતી. હવે કોહલીની નજર આ રેકોર્ડને તોડવા પર છે. જો કોહલી 2 સેન્ચુરી વધારે મારશે તો વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે અને 50 સેન્ચુરી લગાવનાર પહેલા બેટ્સમેન બની જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ