બ્રેકિંગ ન્યુઝ
એપ્રિલનો મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે. ઉનાળો આકરો બની રહ્યો છે તેવામાં ગરમીથી બચવા માટે સોશિયલ મીડિયામાં અનોખા નુસખા વાયરલ થઇ રહ્યા છે. ત્યારે વધુ એકવાર એવો જુગાડ સામે આવ્યો છે.
ADVERTISEMENT
હવે એ વાત તો જાણીતી જ છે કે આ દુનિયામાં જુગાડ લોકોની કમી નથી અને સોશિયલ મીડિયા પર આવા જુગાડના ઘણા વીડિયો વાયરલ થતાં રહે છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ગરમીથી રાહત મેળવવામાં મદદ કરી શકે છે. ગરમીથી બચવા ત્રણ મિત્રોએ એવો જુગાડ લગાવ્યો કે લોકો બોલી ઉઠ્યા, 'આતો જબરુ શોધી લાયો હોં.'
Only Boys can create own happiness anywhere 😅😂
— 𝐃𝐞𝐬𝐢 𝐏𝐚𝐧𝐝𝐚 🐼 (@The90sPanda) April 17, 2024
Enjoy summer 🌞🏖️ pic.twitter.com/U46qLlSTRB
ADVERTISEMENT
ગરમીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સૂર્યથી પોતાને બચાવવા માટે લોકો વિવિધ રીતો અપનાવે છે. કેટલાક લોકો પોતાના ઘરમાં એસી લગાવે છે તો કેટલાક લોકો કૂલર લગાવે છે. આ સિવાય કેટલાક લોકો એવા પણ છે જે ઉનાળામાં પૂલમાં નહાવા જાય છે. જો કે, આ માટે ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. હવે આ વીડિયો જુઓ જે સામે આવ્યો છે જેમાં ત્રણ મિત્રોએ ગરમીથી બચવા અને પૂલ પાર્ટી કરવા માટે અદ્ભુત વિચારોનો ઉપયોગ કર્યો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હટકે અંદાજ! સુરતના એક્શનવાળા ચાચા પાસે ડોલી ચા વાળો ઝાંખો પડશે, જુઓ વીડિયો
વીડિયોમાં જોવા મળે છે કે ત્રણ મિત્રોએ જૂની પીકઅપ વાનની પાછળ તાડપત્રી મૂકીને તેમાં પાણી ભરી દીધું, આ સિવાય તેણે વચ્ચે એક છત્રી અને ટેબલ ફીટ કરીને પૂલ પાર્ટી માણી રહ્યા છે. હાલ આ વિડીયો લોકો વચ્ચે ઘણો વાયરલ થયો છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.