બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: ઓશિકા નીચે છુપાયેલું ભયાનક મોત, વીડિયો જોઈને તમારું હૈયું કંપી જશે

Viral / VIDEO: ઓશિકા નીચે છુપાયેલું ભયાનક મોત, વીડિયો જોઈને તમારું હૈયું કંપી જશે

Last Updated: 09:39 AM, 9 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર સાપને લગતા વીડિયો મોટા ભાગે વાયરલ થતાં હોય છે. હાલમાં જ એક વીડિયો ચર્ચામાં આવ્યો છે. જેમાં એક ઝેરીલો સાપ તકિયાની અંદર છુપાયેલો જોવા મળ્યો. હાલ આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર દરરોજ સાપને લગતા વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. ઘણી વખત આ ઝેરી જીવો ચૂપચાપ ઘરમાં પ્રવેશ કરે છે અને લોકોને તેની ખબર પણ હોતી નથી. પરંતુ તેમની હાજરીનો અહેસાસ થતાં જ અરાજકતા સર્જાય છે. તાજેતરમાં આવો જ એક ચોંકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મોટો ઝેરી સાપ ઓશિકાની અંદર છુપાયેલો જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને લોકો ગભરાઈ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

હાલ જે વીડિયો વાયરલ થયો છે તેમાં એક પલંગ પર રાખેલા એક નાના તકીયામાં સાપ જોવા મળે છે. જ્યારે તે ઓશીકાની ચેઈન ખોલીને તપાસે છે તો અંદર ગૂંચળાયેલો એક સાપ જોવા મળે છે. જેવો તે અંદર લોખંડનો સળિયો નાખે છે અચાનક એક મોટો સાપ બહાર આવે છે. આ સાપને ઓશિકાની અંદર ગૂંચળામાં બેઠેલો જોઈને સાપ પકડનાર પણ ચોંકી જાય છે. જ્યારે સાપને લાગે છે કે હવે તે છૂપાઈ શકશે નહીં ત્યારે તે ફેણ ફેલાવીને ઊભો રહે છે. ત્યારે એક પ્રશ્ન એ પણ છે કે કે ઓશીકાની ચેઈન બંધ હોવા છતાં તે સાપ અંદર ગયો કેવી રીતે હશે? જો કે આ વીડિયો ક્યાંનો છે તે હજુ સ્પષ્ટ થયું નથી.

વધુ વાંચો: ગુજરાતીઓ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો! વધશે ગરમીનો પારો, જાણો હવામાન વિભાગની આગાહી

ઇન્સ્ટાગ્રામ પર મિક્સ પ્રતિસાદ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર @reenagarg_hr06_ નામના યુઝરે શેર કર્યો છે. વીડિયોમાં ઓશિકાની અંદરથી કોબ્રાને બહાર આવતો જોઈને લોકો દંગ રહી ગયા અને કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિલા પલંગ પર સૂવા ગઈ કે તરત જ તેણે ઓશિકા નીચેથી એક કિંગ કોબ્રાને બહાર આવતો જોયો. ત્યારબાદ તેણે વન વિભાગની બચાવ ટીમને આ અંગે જાણ કરી. આ ઘટના પર એક યુઝરે લખ્યું, "જો પહેલાથી જ ખબર હોત કે કોબ્રા અંદર છે, તો તેને શાંતિથી બહાર કાઢી શકાયો હોત, તો વીડિયો બનાવવાની શું જરૂર હતી?" તો બીજા એક યુઝરે મજાકમાં કહ્યું "આ વિડીયોએ એક નવા ભયનો દરવાજો ખોલી દીધો છે!" એક વ્યક્તિએ ડર વ્યક્ત કર્યો અને લખ્યું "હું ઓશિકા પર સૂતી વખતે આ વીડિયો જોઈ રહ્યો હતો હવે મને ડર લાગી રહ્યો છે!" આ વાયરલ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ લાઇક્સ મળી છે અને અત્યાર સુધીમાં લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે જેને જોઈને લોકો ગભરાઈ જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Cobra video Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ