બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બિયોન્ડ વીડિયોઝ / વિશ્વ / Viral video molestation Indian youth molesting foreign girl
Last Updated: 02:11 PM, 17 March 2024
Indian Man Assaults Women: વિદેશી મહિલાની સાથે છેડતી કરતો ભારતીય યુવકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને શેર કરવામાં આવ્યો જેમાં કહેવાઇ રહ્યુ છે કે એક ભારતીય યુવકે ચીનની મહિલાની છેડતી કરી છે. પરંતુ આ વીડિયોનું સત્ય કંઈક બીજું જ છે.
ADVERTISEMENT
INDIAN MAN GROPES AND ASSAULTS CHINESE WOMAN pic.twitter.com/5ddbh2gGQB
— Sulaiman Ahmed (@ShaykhSulaiman) March 15, 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વિદેશી યુવતી સોશિયલ મીડિયા પર લાઈવ થઈ રહી છે. આ દરમિયાન એક ભારતીય યુવક આ છોકરીને અનુસરવાનું શરૂ કરે છે અને છેડછાની કરવાનું શરૂ કરે છે. મહિલા તેને છોડી દેવાનું કહ્યું પણ પુરુષ સંમત થયો ન હતો. થોડા સમય પછી તે વ્યક્તિ છોકરીને છોડીને ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયો @ShaykhSulaiman નામના X એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં શેર કરવામાં આવ્યું છે કે એક ભારતીય વ્યક્તિએ ચીની મહિલાની છેડતી કરી હતી અને મારપીટ કરી હતી. આ વીડિયોને માત્ર થોડા જ કલાકોમાં 25 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
આ વીડિયોને લગતા કીવર્ડ સર્ચ કરવા પર જાણવા મળ્યું કે આ ઘટના હોંગકોંગમાં બની હતી. આ ઘટના સંબંધિત એક અહેવાલ 13 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રકાશિત થયો હતો. સ્પષ્ટ છે કે આ ઘટના જૂની છે પરંતુ શું વીડિયો સાથે કરવામાં આવેલો દાવો સાચો છે? વીડિયોમાં દેખાતો વ્યક્તિ ભારતીય હોવાનું કહેવાય છે પરંતુ યુવતી ચીનની નથી. રિપોર્ટ્સમાં આ યુવતી દક્ષિણ કોરિયાની રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. છોકરો વેઇટર તરીકે કામ કરતો હતો અને તેનું નામ અમિત જરિયાલ હોવાની ઓળખ થઇ હતી. જો કે એક વર્ષ પછી ફરીથી આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ વીડિયો જુનો છે તો કોણે ફરી તેને વાયરલ કર્યો હતો અને શા માટે વાયરલ કરવામાં આવ્યો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.