બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3.3 magnitude earthquake near Khawda Kutch
Last Updated: 09:26 AM, 17 March 2024
Earthquake in Kutch: કચ્છની ધરા ફરી ધ્રુજી છે. રાત્રે 12.12 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ છે. જો કે તીવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાની થઇ ન હતી.
ADVERTISEMENT
કચ્છમાં મેન ફોલ્ટલાઈન વર્ષોથી સક્રિય રહી છે. અહી જમીનની બે પ્લેટ વચ્ચે ઘર્ષણ અને ટકરાવ થાય ત્યારે ભૂકંપ આવતો હોય છે. કચ્છમાં વર્ષ 2001મા વિનાશક ભૂકંપ આવ્યો હતો જેણે કચ્છને તહેસમહેસ કરી નાખ્યુ હતું. જેમા અનેક લોકોના મોત નીપજ્યા હતા. ગામેગામ સાફ થઇ ગયા હતા. સામાન્ય રીતે મોટી ફોલ્ટલાઈન જમીનની બહુ ઉંડે હોય છે અને 15-25 કિ.મી. ઉંડાઈએ આંચકા ઉદ્ભવતા હોય છે. કચ્છમાં 2001માં આવેલા તીવ્ર ભૂકંપ બાદ હજુ સુધી આફ્ટર શોક આવી રહ્યા છે. ત્યારે ગઇકાલે રાત્રે ફરી કચ્છની ધરા ધ્રુજી હતી જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાની થઇ ન હતી. રાત્રે 12.12 મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.3 ની નોંધાઈ છે અને ખાવડા નજીક ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયુ છે.
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે, આ પહેલા કચ્છમાં 1 સપ્ટેમ્બરે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમા રાત્રીના 8.54 મિનિટે 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 15 કિલોમીટર દૂર હતું. આ અગાઉ પણ દૂધઈમાં જ 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.
ADVERTISEMENT
થોડા સમય અગાઉ ધોળાવીરાથી ઉત્તરે ભારત-પાક બોર્ડર પર 59 કિ.મી.ના અંતરે ભૂકંપ નોંધાયો છે.જેની તીવ્રતા રિચર સ્કેલ ઉપર 4.1ની નોંધાઈ હતી, તેના પછી તા.2-10-2023ના આટલી જ તીવ્રતાનો કચ્છના જ દુધઈ પંથકમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. વર્ષ 2022 માં 4થી વધુ તીવ્રતાનો ભૂકંપનો આંચકો સૌરાષ્ટ્રના તાલાલા વિસ્તારમાં નોધાયો હતો. વર્ષ 2023માં આટલી જ તિવ્રતાના આંચકો કચ્છના દુધઈમાં 2, ખાવડા પંથકમાં 1, ઉત્તર ગુજરાતના વાવમાં આવ્યા હતા. એક વર્ષ બાદ ફરી ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધી છે.
ADVERTISEMENT
ભારતમાં વર્ષ 2023માં 124થી વધુ ભૂકંપના હળવા અને તીવ્ર આંચકા આવી ચુક્યા છે. 2023માં ભૂકંપની ગતિવિધિમાં ભારે વધારો થવાનું મુખ્ય કારણ પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટનું સક્રિય કરણ હોવાનું કહેવાય છે. આ પ્રવૃત્તિને કારણે દેશમાં ત્રણ જેટલા વધુ તીવ્રતાના ધરતીકંપ આવી ચુક્યા છે. ઉત્તર ભારતમાં તેની અસર જોવા મળી હતી. વર્ષ 2023માં ભૂકંપની આફ્ટર શોક ચાર વર્ષમાં બમણી થઈ ગઈ છે. લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યુ કે પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટ સક્રિય થવાને કારણે ભૂકંપના કેસમાં વધારો થયો છે.ઉત્તર ભારત અને નેપાળમાં અવારનવાર મધ્યમ ભૂકંપ અને ધરતીકંપની ગતિવિધિઓમાં વધઘટ અનુભવવી સામાન્ય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યારે ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું. ઘરમાં પડેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું,જેથી વાગવાની શક્યતા ન રહે. બહાર નીકળવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.