ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VIDEO : સુંદર વસ્ત્રો, ફરફરતા વાળ, હાથમાં ચુંદડી, દરિયા કિનારે છોકરી બની પદમા'ઘેલી'

પદમા પર પ્રેમની રિલ્સ / VIDEO : સુંદર વસ્ત્રો, ફરફરતા વાળ, હાથમાં ચુંદડી, દરિયા કિનારે છોકરી બની પદમા'ઘેલી'

Last Updated: 04:49 PM, 25 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પદમા સોંગ વાયરલ થયા બાદ લોકો તેના પર રિલ્સ બનાવી રહ્યાં છે અને સતી પદમાને જીવંત રાખી રહ્યાં છે.

ADVERTISEMENT

આજકાલ લોકોની જીભે પદમા ગીત ચઢ્યું છે. આ ગીતે લોકોમાં પદમાનો ખુમાર ચઢાવી દીધો છે અને જ્યાં જુઓ ત્યાં તેની જ ચર્ચા ચાલી રહી છે. લોકોએ હવે આ ગીત પર રીલ્સ બનાવવા માંડ્યાં છે અને આ દર્દભર્યાં ગીતને તાલે ઢળી રહ્યાં છે.

દરિયા કિનારે છોકરીએ પદમા ગીત પર બનાવી રિલ્સ

પદમા સોંગ પર ઘણી રિલ્સ પણ સામે આવી છે. આવી એક રિલ્સમાં એક છોકરી સુંદર મજાના વસ્ત્રોમાં સજ્જ થઈને દરિયાકિનારે ઊભી છે બેકગ્રાઉન્ડમાં પદમા ગીત વાગી રહ્યું છે અને તેણે લંબાવી રાખેલા હાથમાં એક ચૂંદડી જોવા મળી રહી છે. આ રિલ્સ હૃદયસ્પર્શી છે.

પદમાએ પ્રેમની ચિનગારી ચાંપી

ગુજરાતી સિંગર પંકજ મિસ્ત્રીના કંઠે ગવાયેલ 'પદમા' સોંગે માનો, પ્રેમીઓમાં પ્રેમની ચિનગારી ચાંપી દીધી છે. 'મામા મારી પદમાને કેજો' ગીત વાયરલ થયાં બાદ પ્રેમીઓ પર મોટી અસર પડી છે અને તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતપોતાનો પ્રેમ વ્યક્ત કરતાં ગીતો ગાયાં છે. 'પદમા' સોંગની પ્રતિક્રિયા રુપ ઈન્સ્ટાગ્રામના વીડિયોમાં લોકોએ પદમા સોંગને ટેગ કરીને પોતાની લાગણી વ્યક્તિઓ કરી છે જોકે કેટલાકે અળવિતરાઓએ ગીતને ખોટી રીતે લીધું છે, તેમને કહેવાનું કે ભાઈ, આ કોઈ લલ્લુ-પંજનો ખેલ નથી આ તો અમર પ્રેમની કથા છે, શૌર્ય-ભક્તિની ગાથા છે, તેને આમ હલકામાં ન લેવાય.

પદમા સોંગે લોકોમાં ભડકાવ્યો પ્રેમાગ્નિ

ગુજરાતી સિંગર પંકજ મિસ્ત્રીએ ગાયેલું પદમા ગીત હાલમાં ખૂબ ટ્રેન્ડિંગમાં આવ્યું છે. યૂટ્યુબ પર ગીત વાયરલ થવાની સાથે જ વીર માંગડાવાળા અને સતી પદ્માવતીના અમર પ્રેમની કથા પણ ફરી એક વાર ચર્ચાની એરણે ચઢી છે.

કોણ હતા વીર માંગડાવાળા-પદમાવતી

1325ની સાલમાં દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલું ખૂબ પ્રાચીનકાળનું ગામ એવા ઘુમલીમાં ભાણ જેઠવાનું રાજ હતું. ભાણ જેઠવા ખૂબ ન્યાયપ્રિય શાસક હતા અને ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો ભાણ જેઠવાનો ભાણિયો હતો અને તેમના બગીચાની સંભાળ રાખતો હતો, પરંતુ એક દિવસ મેળામાં ગયો કે ન ગયો તરત માંગડાવાળું જીવન બદલાઈ ગયું અને તેના પ્રેમમાં બીજ પણ ત્યાં વવાયા. પદમાવતી પાટણના હતા, કુદરતે તેને અનેરુ સૌંદર્યે બક્ષ્યું હતું. એક દિવસ વેલડામાં બેસીને જતાં તેમને માંગડાવાળાનો ભેટો થાય છે અને પ્રેમમાં પડીને તેમની સાથે લગ્ન કરવા કોલ-કરાર લે છે પરંતુ દુર્ભાગ્યે બહારવટીયા સાથેના યુદ્ધમા માંગડાવાળા શહીદ થાય છે અને પદમાવતી પણ સતી થાય છે.

ક્યારે થઈ માંગડાવાળા-પદમાવતીની પહેલી મુલાકાત

માંગડાવાળા-પદમાવતીની પહેલી મુલાકાત જંગલમાં હાથીના હુમલા વખતે થઈ હતી. એક દિવસ માંગડાવાળો મેળાની મોજ માણવા જઈ રહ્યો હતો બરાબર ત્યારે (તે વખતે ઘોર જંગલ વિસ્તાર) પાટણની પદમાવતી સહેલી સાથે વેલડામાં બેસીને જઈ રહી હતી આ સમયે ગાંડોતૂર થયેલો હાથી આવ્યો અને વેલડાનો કચ્ચરઘાણ કાઢી નાખવાની તૈયારીમાં હતો, પદમાવતીના નસીબ સારા કે તે સમયે માંગડાવાળો ઘોડી પર સવાર થઈને મેળામાં જઈ રહ્યો હતો અને તેણે આ દ્રશ્ય જોયું અને તરત પદમાવતીની મદદે ધસી આવ્યો, બહાદુર માંગડાવાળએ પોતાના વિશાળ ભુજાઓથી મદમસ્ત હાથીને કાબુમા લઈ લીધો, હાથીના હુમલામાં ઇજા પામેલા માંગડાવાળાને પદમાવતીએ પોતાની ચૂંદડીનો છેડો ફાડી પાટો બાંધ્યો અને એટલામાં બન્નેની આંખો મળી ગઈ, અને ત્યાં જ પ્રેમના અંકૂર ફૂટ્યાં જે આગળ પર વટવૃક્ષ બનવાનું હતું યુગો યુગો સુધી પ્રેમની દીવાદાંડી બનવાની હતી અને પદમાવતીએ તે જ સમયે નક્કી કરી લીધું કે હવે તો માંગડાવાળો જ તેનો ભરથાર, તેના સિવાય બીજા પુરુષો ભાઈ-બાપ સમાન છે. શંકર ભગવાનના મંદિરમાં નિયમિત દર્શન કરીને તેણે પ્રણ લીધો કે તે મંગડાવાળાને સાથે લગ્ન નહીં કરે, ત્યાં સુધી શંકર ભગવાનની પૂજા અને અર્ચન ચાલુ રાખશે.

કેવી રીતે શહીદ થયાં માંગડાવાળા

એક દિવસ માંગડાવાળો મિયાણી હરસિદ્ધિ માતાના ભક્ત હતા અને દર્શન માટે ગયા હતા અને તકનો લાભ લઈને બહારવટીયાઓ ત્રાટક્યાં અને તેનું ઢોર-ઢાંખર ચોરી ગયા. મામા ભાણ જેઠવાને આ વાત ની જાણ થતા તે લૂંટારાઓ પાછળ જાય છે અને હિરણ નદીના કાંઠે તેમના વચ્ચે યુદ્ધ થાય છે. આ દરમિયાન માંગડાવાળો પણ ત્યાં આવે છે અને વચ્ચે તેને પદમાવતી મળે છે અને ત્યાં સાથે જીવવા-મરવાના કોલ-કરાર થાય છે. હિરણ નદીને કાંઠે માંગડાવાળા અને બહારવટીયા બાયલ ચાવડા વચ્ચે યુદ્ધ થાય છે જેમાં બહારવટીયાઓ દગો કરીને પાછળથી બરછીનો ઘા કરતાં માંગડાવાળા શહીદ થાય છે.

ભૂત બનીને પદમાને પરણીને પ્રેત યોનીમાંથી છૂટ્યો

યુદ્ધમાં માંગડાવાળો તો શહીદ થઈ ગયો પરંતુ પદમાવતી સાથે પરણવાની તેની ઈચ્છા અધૂરી રહી ગઈ, પરિણામે માંગડાવાળાએ પ્રેત યોનીમાં જન્મવું પડ્યું અને ભૂતરુપે ભટકવું પડ્યું અને જે જગ્યાએ બહારવટીયાં સાથે લડતાં શહીદ થયાં હતા તે વડની આજુબાજુ માંગડાવાળાનું પ્રેત ભૂત બનીને પદમાની યાદમાં તરફડતું હતું, વડલાંમાંથી પણ પદમા, પદમા એવો અવાજ આવતો હતો. ભરથારની શહીદીની શોકજનક સમાચાર જાણીને પદમાવતી પારેવાની જેમ તડપી ઉઠી અને તેના વિરહમાં ઝૂરવા લાગી, આ દરમિયાન પરિવારના દબાણ હેઠળ, પદમાવતીના ઉનાના પૈસાપાત્ર વેપારી વાણિયાના પુત્ર સાથે લગ્ન લેવાયા હતા, માંગડાવાળાના કાકા અરશી જાનના સરદાર હતા. જાન જ્યારે વડ નીચે પહોંચી ત્યારે ઉપરથી ભૂત માંગડાવાળા ના લોહીના આંસુ પડ્યાં, આ જોઈને જાનૈયા થીજી ગયા, ભયના માર્યાં કાંપવા લાગ્યાં, ત્યાર બાદ માંગડાવાળાએ કાકા અરશી પાસે પદમા સાથે પરણવાની માગ કરીને પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવાનું કહેતાં કાકા પીગળી ગયા અને પછી માંગડાવાળાનું ભૂત વરરાજા બન્યું અને પદમા સાથે ફેરા લીધાં અને વળતાં તે જ વડના ઝાડમાં આવીને સમાઈ ગયું.

ભાણવડામાં 'ભૂતવડ'

વીર માંગડાવાળાના અમર પ્રેમ અને શહાદતની યાદ આપતો આ વડ આજે પણ ભાણવડની ભૂમિમાં અડીખમ ઊભો છે અને લોકોને દુવાઓ આપી રહ્યો છે. વડનું ઝાડ આજે ‘ભૂતવડ’ તરીકે ઓળખાય છે. વીર માંગડાવાળા દાદા ભારે ચમત્કારિક ગણાય છે નવા પરણેલા તેમની માનતા લઈને આવે છે છેડા-છેડીની વિધિ પૂરી કરીને મંગલ જીવનના આશીર્વાદ માગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sati padmavati padma viral song mangdavalo katha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ