ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:39 PM, 24 April 2024
ADVERTISEMENT
વિરાજ ઘેલાણીના નામથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. આ સોશિયલ મીડિયા સ્ટારના ફેન્સ અને ફોલોઅર્સ લાખોની સંખ્યામાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરાજે બનાવેલું કન્ટેન્ટ જબરજસ્ત વાઈરલ થતું હોય છે. ખાસ કરીને વિરાજના રેન્ટ્સ વીડિયોઝ અને તેમની નાની સાથે બનાવેલા ક્યુટ વીડિયોઝની તો ફેન્સ રાહ જોતા હોય છે. હવે વિરાજ ઘેલાણી સિલ્વર સ્ક્રીન પર દેખાવાના છે.
ADVERTISEMENT
વિરાજ ઘેલાણી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે. વિરાજ ઘેલાણી આ પહેલા ગુજરાતી અને હિન્દી વેબસિરીઝમાં પણ દેખાઈ ચૂક્યા છે. પરંતુ માતૃભાષામાં તેમની આ પહેલી ફિલ્મ છે. તાજેતરમાં જ વિરાજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની ડેબ્યુ ફિલ્મ ઝમકુડીનું ટીઝર શૅર કર્યું છે.
આ રહ્યું ટીઝર
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિલ્મ ઝમકુડીમાં વિરાજ ઘેલાણી માનસી પારેખ ગોહિલની સાથે જોવા મળશે. સાથે જ આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના ટેલેન્ટેડ એક્ટર્સ ઓજસ રાવલ, ચેતન દૈયા, જયેશ મોરે, સંજય ગોરડિયા, સંજય ગલસર, નિસર્ગ ત્રિવેદી, ભાવિની જાની, કૃણાલ પંડિત સહિતના કલાકારો છે. આ ફિલ્મની વાર્તા હેતલ ભટ્ટે લખી છે. જ્યારે ઉમંગ વ્યાસે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. તો પાર્થિવ ગોહિલ અને માનસી પારેખનું જ હોમ પ્રોડક્શન બેનર સોલ સૂત્ર ધવલ ઠક્કર સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો: હવે ન જોવાય ! આ ફિલ્મ જોવાથી 86 લોકોના થયાં દર્દનાક મોત, જેણે જોઈ ન બચ્યો
ADVERTISEMENT
ટીઝર અને સ્ટાર કાસ્ટ પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મ એક હોરર કોમેડી હશે. જો કે ફિલ્મનું ટીઝર ડરાવનારું છે. ટીઝર પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં એક ગામની વાર્તા છે, જ્યાં ચુડેલનો પ્રકોપ છે. અને ગામના લોકો આ ચુડેલથી ડરે છે. પરંતુ શું ખરેખર ગામમાં ચુડેલ છે, કે પછી કોઈ બીજી વાત છે, અને ચુ઼ડેલ છે તો કોણ છે.. આ બધી જ માહિતી તો હવે ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખ્યાલ આવશે. હાલ તો દર્શકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો