બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:41 PM, 1 February 2026
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. છેલ્લા બે દિવસથી સતત થઈ રહેલી હિંસક ઘટનાઓએ સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો છે. અલગાવવાદી સંગઠનો અને સુરક્ષા દળો વચ્ચેના અથડામણના કારણે અનેક શહેરોમાં અશાંતિ ફેલાઈ છે અને સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે.
ADVERTISEMENT

પાકિસ્તાન અધિકારીઓ અને સુરક્ષા સૂત્રોના રિપોર્ટ મુજબ, છેલ્લા બે દિવસથી ચાલી રહેલી હિંસા અને ઘર્ષણમાં અનેક ઘણું નુકસાન થયું છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાજ બુગતીએ પુષ્ટી કરી છે કે, પાકિસ્તાની સેનાએ વળતી કાર્યવાહી કરીને 70 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો અનુસાર, પ્રાંતના અનેક મહત્વના વિસ્તારોમાં એક સાથે હુમલાઓ થતાં સુરક્ષા તંત્ર પર ભારે દબાણ આવ્યું છે. ક્વેટા, ગ્વાદર, મકરાન પટ્ટી અને અન્ય વિસ્તારોમાં પોલીસ અને અર્ધસૈનિક દળોના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાના સમાચાર છે. આ હિંસામાં મોટી સંખ્યામાં જાનહાનિ થવાની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં સુરક્ષા દળો તેમજ નાગરિકો બંને સામેલ છે.

ADVERTISEMENT
પાકિસ્તાની સત્તાવાળાઓનું કહેવું છે કે સેનાએ વળતી કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ દૂરદરાજના વિસ્તારોમાં હજી પણ તણાવ યથાવત છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને ટ્રેન સેવા પણ સ્થગિત કરાઈ છે, જેના કારણે મુસાફરો અને વેપાર પર ગંભીર અસર પડી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: એપસ્ટિન ફાઈલ્સનો ધડાકો, મસ્કથી લઇને...! લિસ્ટમાં ટ્રમ્પની દીકરીનું પણ નામ?
બલૂચિસ્તાનમાં લાંબા સમયથી ચાલતી અસંતોષની આગ ફરી ભભૂકી ઊઠી હોવાની ચર્ચા થઈ રહી છે. સ્થાનિક વસ્તી વિકાસ પ્રોજેક્ટો અને સંસાધનોના વહેંચાણ મુદ્દે નારાજગી વ્યક્ત કરતી આવી છે, જે હવે ખુલ્લી હિંસામાં ફેરવાઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. હાલ પ્રાંતમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પાકિસ્તાન સરકાર દ્વારા સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.