બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:40 PM, 31 January 2026
Epstein Files Controversy: યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જાતીય શોષણ કરનાર દોષિત જેફરી એપસ્ટિનની વધુ 30 લાખ ફાઇલ્સ જારી કરી છે, જેમાં લગભગ 2,000 વીડિયો અને 180,000 ફોટોગ્રાફ્સ છે. આ 30 લાખ ફાઇલો એપસ્ટીનના ગુનાની વિગતો આપતી ફાઇલ્સનો છેલ્લો અને લેટેસ્ટ બેચ છે, જેમાં ઘણા મોટા નામો સામે આવ્યા છે. એપસ્ટિન ફાઇલ્સ દ્વારા સગીર છોકરીઓનાં યૌન શોષણ અને ટ્રાફિકિંગ નેટવર્કનો ખુલાસો થયો છે. 2019માં એપસ્ટિનના મોત પછીથી આ ફાઇલ્સ એફબીઆઈ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ પાસે હતી.
ADVERTISEMENT
નવા ખુલાસા એપસ્ટિન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ કરવામાં આવ્યા છે, જે નવેમ્બર 2025માં પસાર કરવામાં આવ્યો હતો. આ એક્ટનો હેતુ એપસ્ટિન સાથે જોડાયેલા તમામ રેકોર્ડ્સ જાહેર કરવાનો હતો. આ ફાઇલ્સમાં સગીર પીડિતોના નામ અને ફોટો-વીડિયો પણ હતા, જે ગુપ્ત રાખવામાં આવ્યા છે. હવે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ ફાઇલ્સ સાર્વજનિક કરી છે. આ ફાઇલ્સમાં અમેરિકાના ઘણા મોટા સેલિબ્રિટીના નામ, વીડિયો અને ફોટોગ્રાફ્સ છે.
ADVERTISEMENT
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જેફરી એપસ્ટિન સાથે જોડાતું આવ્યું છે. તાજેતરમાં જાહેર કરાયેલ ફાઇલ્સમાં પણ તેમનું નામ સામે આવ્યું છે. આ ફાઇલ્સના એક ભાગમાં લખ્યું છે - રેડેક્ટેડએ એક અજ્ઞાત મહિલા મિત્રની જાણ કરી, જેને લગભગ 25 વર્ષ પહેલાં ન્યુ જર્સીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ઓરલ સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. મિત્રએ એલેક્સિસને જણાવ્યું કે તે સમયે તે લગભગ 13-14 વર્ષની હતી અને તેણે ઓરલ સેક્સ દરમિયાન કથિત રીતે ટ્રમ્પને બચકું ભરી લીધું હતું. બચકું ભર્યા વિશે હસ્યા પછી મિત્રના ચહેરા પર મારવામાં આવ્યું. મિત્રએ કહ્યું કે એપસ્ટિને પણ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

ADVERTISEMENT
આ સિવાય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પનું નામ પણ આ ફાઇલ્સમાં સામે આવ્યું છે. તેના વિશે એક ઈમેલની લાઇનમાં લખ્યું છે - જેરેડ કુશનર, ઇવાન્કા ટ્રમ્પ વિકી વોર્ડની બૂક માટે તૈયાર થઈ રહ્યા છે. ટ્રમ્પ પરિવાર ઉપરાંત એક સમયે ટ્રમ્પના નજીકના માનવામાં આવતા ઉદ્યોગપતિ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનો પણ ઉલ્લેખ છે. પણ આ ઉલ્લેખ એપસ્ટિનના ટાપુની સંભવિત યાત્રાના સંદર્ભમાં છે. એપસ્ટિન ફાઇલ્સમાં બિલ ગેટ્સ પર પણ ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે, જેમાં રશિયન યુવતીઓ પાસેથી જાતીય રોગો (STD) થયો હોવાનો દાવો પણ સામેલ છે.
આ પણ વાંચો: એપસ્ટિન ફાઈલ્સના તાર છેક ભારત સુધી લંબાયા, ખૂલ્યું જાણીતી ભારતીય ફિલ્મ ડિરેક્ટરનું નામ
ADVERTISEMENT
એપસ્ટેઇન ફાઇલોમાં ઘણા નવા નામો પણ સામે આવ્યા છે. આમાં એહુદ બરાક, લેરી સમર્સ, બિલ રિચાર્ડસન, પ્રિન્સ એન્ડ્રુ, સારાહ ફર્ગ્યુસન, માઈકલ જેક્સન, માઇક જેગર, કેવિન સ્પેસી, ડાયના રોસ, ક્રિસ ટકર, વોલ્ટર ક્રોનકાઇટ, વુડી એલન, રિચાર્ડ બ્રેન્સન, પીટર થિએલ, લેસ વેક્સનર, નોઆમ ચોમ્સ્કી અને સ્ટીફન હોકિંગ સામેલ છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે આ ડોક્યુમેન્ટ્સ તપાસ સાથે સંબંધિત છે, અને ઘણા આરોપો ચકાસાયેલ નથી અથવા ટિપ્સ તરીકે છે. નવી ફાઇલ્સમાં એવો ખુલાસો પણ થયો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 1990ના દાયકામાં એપસ્ટીનના પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરી હતી અને તેમની સાથે બિલ ગેટ્સ, સ્ટીવ બેનન, વુડી એલન અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પણ હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.