બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / એપસ્ટિન ફાઈલ્સના તાર છેક ભારત સુધી લંબાયા, ખૂલ્યું જાણીતી ભારતીય ફિલ્મ ડિરેક્ટરનું નામ

વિશ્વ / એપસ્ટિન ફાઈલ્સના તાર છેક ભારત સુધી લંબાયા, ખૂલ્યું જાણીતી ભારતીય ફિલ્મ ડિરેક્ટરનું નામ

Published By: Vidhata Gothi

Last Updated: 02:39 PM, 31 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Epstein Files Controversy: એપસ્ટિન ફાઇલ્સમાં ભારતની એક જાણીતી દિગ્દર્શકનું નામ પણ સામે આવ્યું છે, જેમણે યૌન શોષણના અપરાધીન ઘરે પાર્ટીમાં હાજરી આપી હતી. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 30 લાખ ફાઇલ્સ જારી કરી.

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે શુક્રવારે જાતીય શોષણના દોષિત જેફરી એપસ્ટિન સાથે સંબંધિત લગભગ 30 લાખ ફાઇલ્સ જારી કરી. આમાં ફક્ત ટેક્સ્ટ ફાઇલો જ નહીં પરંતુ 2000 વીડિયો અને 1.8 લાખ ફોટોઝ પણ સામેલ છે. આ ફાઇલ્સમાં જેફરી એપસ્ટિન અને ગર્લફ્રેન્ડ અને સેક્સ ટ્રાફિકિંગમાં તેની સહયોગી ઘિસલેન મેક્સવેલ સાથે ઘણી પ્રભાવશાળી વ્યક્તિઓના સંબંધોનો ખુલાસો થયો છે. શુક્રવારે જારી કરાયેલી એપસ્ટિન ફાઇલ્સના નવા ડોક્યુમેન્ટસથી એક મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઉભો થઈ ગયો છે. આ ફાઇલ્સમાં ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાનીની માતા અને પ્રખ્યાત ભારતીય-અમેરિકન ફિલ્મ દિગ્દર્શક મીરા નાયરનું નામ પણ સામે આવ્યું છે.

મીરા નાયર અને 'અમેલિયા' ફિલ્મની આફ્ટર પાર્ટી

એપસ્ટિન ફાઇલ્સના નવા ડોક્યુમેન્ટસમાં સામેલ 21 ઓકટોબર 2009નો એક ખાસ ઇમેલ ખૂબ જ ચર્ચામાં છે. આ ઇમેલ પબ્લિસિસ્ટ પેગી સીગલ દ્વારા જેફરી એપસ્ટિનને મોકલવામાં આવ્યો હતો. આમાં જણાવવામાં આવ્યું છે કે મીરા નાયરની ફિલ્મ 'અમેલિયા'ની રીલીઝ પછી એક આફ્ટરપાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી ઘિસલેન મેક્સવેલના ટાઉનહાઉસ પર રાખવામાં આવી હતી.

mira-nair

ઇમેલમાં સીગલે લખ્યું - હમણાં જ ઘિસલેનના ટાઉનહાઉસથી નીકળી છું... ફિલ્મની આફ્ટર પાર્ટી હતી. ત્યાં બિલ ક્લિન્ટન અને જેફ બેજોસ પણ હાજર હતા... સાથે જ ડિરેક્ટર મીરા નાયર પણ હતી.' ઇમેલમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો કે ફિલ્મને લઈને મહેમાનોની પ્રતિક્રિયા વધારે ઉત્સાહજનક ન હતી, જો કે મહિલાઓને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી.

હાઇપ્રોફાઇલ હસ્તીઓની હાજરી

આ ખુલાસાએ ફરી એ કડીઓ જોડી દીધી છે જે દિગ્ગજ રાજનેતાઓ અને બિઝનેસમેનના એપસ્ટિન સાથેના સંબંધોને જોડે છે. આ પાર્ટીમાં સામેલ થનારા લોકોમાં કેટલાક મોટા નામો પણ સામેલ હતા, જેમ કે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, એમેઝોનના પૂર્વ સીઈઓ જેફ બેજોસ, આ સિવાય અમેલિયા ફિલ્મની મુખ્ય અભિનેત્રી હિલેરી સ્વૈક પણ હાજર હતી, જે બ્લૂમિંગડેલ્સમાં આયોજિત અન્ય એક અજીબ કાર્યક્રમમાં પણ સામેલ હતી.

vtv app promotion

આ માહિતી એવા સમયે સામે આવી છે કે જ્યારે ઝોહરાન મમદાની ન્યૂ યોર્કના મેયર તરીકે સેવા આપી રહ્યા છે. એવામાં તેમની માતા મીરા નાયરનું નામ એક એવી પાર્ટી સાથે જોડાયું છે કે જે એક સેક્સ ટ્રાફિકરના ઘરે યોજવામાં આવી હતી. જેને લીધે આ વિશે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. જો કે આ ઇમેલ પાર્ટીમાં હાજરીની પુષ્ટિ કરે છે, પણ સેલિબ્રિટીઓની કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીની સ્પષ્ટપણે પુષ્ટિ નથી કરતાં. પણ આનાથી એપસ્ટિનના વ્યાપક અને પ્રભાવશાળી નેટવર્કનો ખુલાસો જરૂર થાય છે.

આ પણ વાંચો: 2000 વીડિયો, 1.80 લાખ ફોટોઝ... જેફરી એપસ્ટીનની વધુ 30 લાખ ફાઇલ્સ જારી, જાણો કોના-કોના નામ છે

નવી ફાઇલ્સમાં ઘણી મોટી હસ્તીઓના નામ

જણાવી દઈએ કે એપસ્ટીનની નવી ફાઇલ્સમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની ઇવાન્કા ટ્રમ્પ, બિઝનેસમેન એલન મસ્ક, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, એહુદ બરાક, લેરી સમર્સ, બિલ રિચર્ડસન, પ્રિન્સ એન્ડ્રુ, સારાહ ફર્ગ્યુસન, માઈકલ જેક્સન, માઇક જેગર, કેવિન સ્પેસી, ડાયના રોસ અને ક્રિસ ટકર, વોલ્ટર ક્રોનકાઇટ, વુડી એલન, રિચાર્ડ બ્રેન્સન, પીટર થિલ, લેસ વેક્સનર, નોઆમ ચોમ્સ્કી અને સ્ટીફન હોકિંગના નામ સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jeffery Epstein Epstein Files Mira Nair

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ