બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 2000 વીડિયો, 1.80 લાખ ફોટોઝ... જેફરી એપસ્ટીનની વધુ 30 લાખ ફાઇલ્સ જારી, જાણો કોના-કોના નામ છે

અમેરિકા / 2000 વીડિયો, 1.80 લાખ ફોટોઝ... જેફરી એપસ્ટીનની વધુ 30 લાખ ફાઇલ્સ જારી, જાણો કોના-કોના નામ છે

Published By: Vidhata Gothi

Last Updated: 02:38 PM, 31 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jeffrey Epstein Files: જેફરી એપસ્ટીનની વધુ ફાઇલ્સ રીલીઝ કરવામાં આવી છે, જેમાં હજારો વીડિયો અને લાખો ફોટો છે. આ નવી ફાઇલ્સ છે જેમાં પણ એ નામ, તેમના ફોટોઝ અને વીડિયો છે, જેમના નામ અગાઉની ફાઇલ્સમાં હતા, સાથે જ કેટલાક નવા નામ પણ સામે આવ્યા છે.

Jeffrey Epstein Files: યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જાતીય શોષણ કરનાર દોષિત જેફરી એપસ્ટીનની વધુ 30 લાખ ફાઇલ્સ જારી કરી છે, જેમાં લગભગ 2,000 વીડિયો અને 180,000 ફોટોગ્રાફ્સ છે. આ 30 લાખ ફાઇલો એપસ્ટીનના ગુનાની વિગતો આપતી ફાઇલ્સનો છેલ્લો અને લેટેસ્ટ બેચ છે, જેમાં અમેરિકાના ઘણા મોટા સેલિબ્રિટીના નામ, વીડિયો અને ફોટોગ્રાફ્સ છે. ડિપાર્ટમેન્ટના વાઇસ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે આ ફાઇલો જાહેર કરી અને આમાં કરવામાં આવેલા ખુલાસાઓ અંગે મીડિયાને વિગતો આપી.

નવી ફાઇલ્સમાં ઘણી મોટી હસ્તીઓના નામ

જણાવી દઈએ કે એપસ્ટીનની નવી ફાઇલ્સમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની દીકરી ઇવાન્કા ટ્રમ્પ, બિઝનેસમેન એલન મસ્ક, માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, એહુદ બરાક, લેરી સમર્સ, બિલ રિચર્ડસન, પ્રિન્સ એન્ડ્રુ, સારાહ ફર્ગ્યુસન, માઈકલ જેક્સન, માઇક જેગર, કેવિન સ્પેસી, ડાયના રોસ અને ક્રિસ ટકર, વોલ્ટર ક્રોનકાઇટ, વુડી એલન, રિચાર્ડ બ્રેન્સન, પીટર થિલ, લેસ વેક્સનર, નોઆમ ચોમ્સ્કી અને સ્ટીફન હોકિંગના નામ સામેલ છે.

ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ ફાઇલ્સ જાહેર

જનરલ ટોડ બ્લેન્ચે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જેફરી એપસ્ટીનની સાથે મિત્રતાના સંબંધનો સ્વીકાર કર્યો છે, પરંતુ તેમણે એપસ્ટીનના સગીર વયના સેક્સ ટ્રાફિકિંગ રિંગ વિશે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. નવા ખુલાસા એપસ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ કરવામાં આવ્યા છે, જે નવેમ્બરમાં પસાર કરવામાં આવ્યો હતો, જેથી એપસ્ટીન સાથે જોડાયેલા તમામ રેકોર્ડ્સ જારી કરી શકાય. આ ફાઇલ્સમાં સગીર પીડિતોના નામ અને ફોટો-વીડિયો પણ હતા, જે ગુપ્ત રાખવામાં આવ્યા છે.

vtv app promotion

જેલમાં છે એપસ્ટીનની સહયોગી મેક્સવેલ

જનરલ બ્લેન્ચે જણાવ્યું કે જેફરી એપસ્ટીનની ગર્લફ્રેન્ડ અને સેક્સ ટ્રાફિકિંગમાં તેની સહયોગી ઘિસલેન મેક્સવેલ સિવાય તમામ પીડિતોના વીડિયો અને ફોટો બ્લર કરી દેવામાં આવ્યા છે. મેક્સવેલને બાળ સેક્સ ટ્રાફિકિંગની દોષી ઠેરવવામાં આવી અને હવે તે 20 વર્ષની જેલની સજા ભોગવી રહી છે. નવી ફાઇલ્સમાં ખુલાસો થયો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 1990ના દાયકામાં એપસ્ટીનના પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરી હતી અને તેમની સાથે બિલ ગેટ્સ, સ્ટીવ બેનન, વુડી એલન અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પણ હતા.

આ પણ વાંચો: ચીનમાં 11 લોકોને ફાંસીની સજા, કરોડો ડોલરના ફ્રોડનો હતો મામલો, જાણો કેસની વિગત

વર્જિનિયા રોબર્ટ્સ ગિફ્રે લગાવ્યા આરોપ

ઉલ્લેખનીય છે કે એપસ્ટીનનું ઓગસ્ટ 2019માં ન્યૂ યોર્ક જેલમાં મોત થઈ ગયું હતું. આ પહેલા વર્ષ 2008માં તેણે ફ્લોરિડામાં 13 મહિનાની જેલની સજા ભોગવી હતી. એક પીડિતા વર્જિનિયા રોબર્ટ્સ ગિફ્રે આરોપ લગાવ્યો કે જ્યારે તે સગીર હતી ત્યારે એપસ્ટીને તેના ઘણા પુરુષો સાથે જાતીય સંબંધો બંધાવ્યા હતા. એપ્રિલ 2015માં ઓસ્ટ્રેલિયામાં ગિફ્રેનું મૃત્યુ થઈ ગયું અને તેણે જે લોકો પર આરોપ લગાવ્યો હતો, તેમાં બ્રિટનના પ્રિન્સ એન્ડ્ર્યુ પણ સામેલ હતા. આ વિવાદને કારણે તેના ભાઈ કિંગ ચાર્લ્સ ત્રીજાએ ઓક્ટોબર 2015માં તેની પાસેથી શાહી પદવીઓ છીનવી લીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Donald Trump Jeffrey Epstein Files

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ