બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:21 AM, 31 January 2026
ગુરુવારે ચાઈનાએ મ્યાનમાર સાથે જોડાયેલા સાયબર ફ્રોડ નેટવર્ક્સ સામે કડક વલણ અપનાવતા એક મોટું પગલું ભર્યું છે. સમાચાર એજન્સી શિન્હુઆ મુજબ, મ્યાનમારમાં આવેલા ગુનાહિત ગેંગ સાથે જોડાયેલા 11 લોકોન, જેમાં ઓનલાઈન ફ્રોડનો મુખ્ય સભ્યોનો સમાવેશ થાય છે, ફાંસી આપવામાં આવી. આ કાર્યવાહીને દક્ષિણપૂર્વ એશિયામાં અબજો ડોલરના સાયબર fraud industry સામે ચીનના અત્યાર સુધીના સૌથી ગંભીર પગલાંઓમાંની એક છે.
ADVERTISEMENT
સપ્ટેમ્બરમાં પૂર્વી ચીનના વેન્ઝોઉમાં એક અદાલત દ્વારા આ 11 દોષિતોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે તે બધાને ગુરુવારે ફાંસી આપી હતી. આ રીપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બેઇજિંગમાં સુપ્રીમ પીપલ્સ કોર્ટે પણ મૃત્યુદંડની સજાને મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
શિન્હુઆ મુજબ, દોષિતોને ઇરાદાપૂર્વક હત્યા, ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવા, ગેરકાયદેસર અટકાયત, ફ્રોડ અને ગેરકાયદેસર કેસિનો ચલાવવા સહિતના ગંભીર આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે વર્ષ 2015 થી કરવામાં આવેલા ગુનાઓ સાથે સંબંધિત પુરાવાઓને નિર્ણાયક અને પૂરતા માન્યા હતા. ફાંસી આપવામાં આવેલા લોકોમાં કુખ્યાત મિંગ ફેમિલી ગુનાહિત ગેંગના સભ્યોનો પણ સમાવેશ થાય છે.
આ ગેંગની એક્ટીવિટીના પરિણામે 14 ચીની નાગરિકોના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે ફાંસી પહેલાં આ દોષિતોના નજીકના સંબંધીઓને તેમને મળવાની મંજૂરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
મ્યાનમારના મ્યાવાડી ક્ષેત્રમાં આવેલા કેકે પાર્કને કૌભાંડ કેન્દ્રો અને માનવ તસ્કરીનું મુખ્ય હબ માનવામાં આવે છે. પરંતુ આ ઓપરેશન થયું ત્યાં સુધીમાં તેના સંચાલકો ભાગી ગયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને આ સ્કેમ હબ પર કાર્યવાહી કરવા માટે દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે સહયોગ વધાર્યો છે. આ સહયોગના ભાગ રૂપે હજારો લોકોને ચીન પરત મોકલવામાં આવ્યા છે.
મ્યાનમારના કાયદાવિહીન સરહદી વિસ્તારોમાં સ્કેમ સેન્ટર ઝડપથી ફેલાઈ રહ્યા છે અને હવે તે અબજો ડોલરનો ગેરકાયદેસર ઉદ્યોગ બની ગયો છે. આ સ્કેમ સેન્ટર સામાન્ય રીતે વિદેશી નાગરિકોને રોજગારી આપે છે જેમાં મોટી સંખ્યામાં ચીની નાગરિકોનો સમાવેશ થાય છે. અનેક પીડિતો કહે છે કે તેમને તસ્કરી કરવામાં આવ્યા હતા અને ઓનલાઈન ફ્રોડમાં મજબૂર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ (UNODC) અનુસાર રોમાંસ- બેસ્ડ રોકાણ સ્કેમ જેવા ઓનલાઇન ફ્રોડથી પ્રેરિત આ ગ્લોબલ ઉદ્યોગ વાર્ષિક આશરે 40 બિલિયન ડોલરનું છે. ગત એપ્રિલમાં યુએનએ ચેતવણી આપી હતી કે ચીની અને દક્ષિણપૂર્વ એશિયાઈ ગેંગ સાયબર સ્કેમ હબ દ્વારા વાર્ષિક અબજો ડોલર કમાઈ રહી છે. આ વર્ષના જાન્યુઆરીમાં અધિકારીઓએ કથિત ફ્રોડના મુખ્ય સૂત્રધાર અને પ્રતિબંધિત પ્રિન્સ ગ્રુપના હેડ ચેન ઝીની ધરપકડ કરી હતી. બાદમાં તેને ચીન પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલમાં પૂછપરછ અને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.