બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / Vinayak Chaturthi 2023 fasting auspicious time and method of worship

આસ્થા / વિનાયક ચતુર્થી પર કરી રહ્યા છો વ્રત તો ખાસ ધ્યાનમાં રાખજો આ વાતો, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Arohi

Last Updated: 09:42 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vinayak Chaturthi 2023: ગણપતિ બાપ્પાની કૃપા મેળવવા માટે વિનાયક ચતુર્થીનું વ્રત 23 મેએ એટલે કે આજે રાખવામાં આવશે. આ વખતે આ વ્રત ખૂબ જ ખાસ સંયોગમાં ઉજવવામાં આવશે. આ દિવસે વ્રત રાખીને વિધિ-વિધાનથી પૂજા કરવાથી ઘણા પ્રકારના કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

  • આજે છે વિનાયક ચતુર્થી 
  • આ વખતે બની રહ્યો છે ખાસ સંયોગ 
  • જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત 

કોઈ પણ ધાર્મિક કે માંગલિક કાર્ય હોય, સર્વપ્રથમ ગણપતિ ભગવાનની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોના અનુસાર ગણપતિ પૂજન વિના કોઈ પણ કાર્ય પૂર્ણ નથી માનવામાં આવતું. વિનાયક ચતુર્થી પર ભગવાન ગણેશ માટે વ્રત કરીને તેમની ઉપાસના કરવામાં આવે છે. 

આ પર્વનું હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ વર્ષે વિનાયક ચતુર્થીનું વ્રત 23 મેએ રાખવામાં આવશે. આ વખતે આ પર્વ ખાસ સંયોગમાં ઉજવવામાં આવશે. એવામાં આવો જાણીએ શુભ મુહૂર્ત વિશે...

ચતુર્થી વ્રત 
જણાવી દઈએ કે દર મહિને બે વખત ચતુર્થી વ્રત કરવામાં આવે છે. એક વ્રત કૃષ્ણ પક્ષની ચતુર્થીએ તો બીજુ વ્રત શુક્લ પક્ષની ચતુર્થીની દિવસે રાખવામાં આવે છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીએ રાખવામાં આવતા વ્રતને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. ત્યાં જ શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે રાખવામાં આવતા વ્રતને વિનાયક ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. 

મુહૂર્ત 
આ વખતે ચતુર્થી તિથિની શરૂઆત 22 મેની રાત્રે 11 વાગીને 18 મિનિટથી થશે અને તેનું સમાપન 23 મે મોડી રાત્રે 12 વાગીને 57 મિનિટ પર થશે. એવામાં ઉદયાતિથિ અનુસાર, 23 મેએ વિનાયક ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે. ત્યાં જ બાપ્પાની પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 11.28 મિનિટથી બપોરે 1.42 મિનિટ સુધી રહેશે. 

પૂજા વિધિ 
વિનાયક ચતુર્થીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી તૈયાર થઈ જાઓ. ત્યાર બાદ ભગવાન ગણેશની પ્રતિમાની સામે ધૂપ, દીપ કરીને તેમને ગંગાજળથી સ્નાન કરાવો અને સ્વચ્છ વસ્ત્ર અર્પિત કરો. તેના બાદ ગણપતિને પુષ્પ, મિઠાઈ, ફળ, ચંદન, મોદક અને પાનના પત્તા અર્પિત કરો. 

ગણેશજીને સિંદૂર લગાવો અને વિનાયક ચતુર્થીની કથા વાંચો. તેમની આરતી બાદ પ્રસાદ કરો અને વ્રતની શરૂઆત કરો. સાંજે ફરીથી ગણપતિ બાપ્પાની પૂજા કરો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ