બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / VIDEO Pakistani begging on the plane? Told the passengers - I am not a beggar, I just want donations

ભારે કરી / VIDEO: નહીં સુધરે આ પાકિસ્તાનીઓ! ચાલુ પ્લેનમાં પૈસા માંગવા લાગ્યો શખ્સ, કહ્યું હું ભીખ નથી માંગી રહ્યો મારે...

Megha

Last Updated: 02:51 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં સામાન્ય માણસ પણ પૈસા માટે અન્ય લોકોનો મદદ માંગી રહી છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ફ્લાઈટમાં ડોનેશન માંગતો જોવા મળી રહ્યો છે.

  • પાકિસ્તાન તેના સૌથી ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે
  • પ્લેનની અંદર પૈસા માંગતો જોવા મળ્યો પાકિસ્તાની વ્યક્તિ 
  • 2018માં પણ  આવો એક વિડીયો થયો હતો વાયરલ 

પાકિસ્તાન એક સંકટગ્રસ્ત દેશ છે જે હાલ તેના સૌથી ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં લોકો પાસે ન તો ખાવાનું છે કે ન તો તેને ખરીદવા માટે પૈસા. ક્યારેક સરકાર IMF પાસે પૈસા માંગે છે તો ક્યારેક 'પ્લાન B' એટલે કે મિત્ર દેશો તરફ હાથ લંબાવે છે. માત્ર સરકાર જ નહીં હવે પાકિસ્તાનમાં સામાન્ય માણસ પણ પૈસા માટે અન્ય લોકોનો મદદ માંગી રહી છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ફ્લાઈટમાં ડોનેશન માંગતો જોવા મળી રહ્યો છે. પ્લેનમાં ચાલતી વખતે તે કહે છે કે હું ભિખારી નથી.

પ્લેનની અંદર પૈસા માંગતો જોવા મળ્યો પાકિસ્તાની વ્યક્તિ 
વાત એમ છે કે  ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક વ્યક્તિ પ્લેનની અંદર પૈસા માંગતો જોવા મળે છે. તે કહે છે કે હું ભિખારી નથી, મને પાકિસ્તાનમાં મદરેસા બનાવવા માટે પૈસાની જરૂર છે, જે ઈચ્છે તે દાન કરી શકે છે. એ વાત તો નોંધનીય છે કે પાકિસ્તાનમાં શાસકોથી લઈને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ પૈસા માંગવામાં જરાય શરમાતા નથી. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફથી લઈને ગયા વર્ષે આર્મી ચીફ બનેલા જનરલ અસીમ મુનીર સુધી ઘણીવાર લોન માટે સાઉદી અરેબિયા અને યુએઈ તરફ હાથ લંબાવતા જોવા મળે છે.

2018માં પણ  આવો એક વિડીયો થયો હતો વાયરલ 
આવો જ એક વીડિયો 2018માં પણ સામે આવ્યો હતો, જેમાં એક નાજુક દેખાતો માણસ ફ્લાઈટમાં પૈસા માંગતો જોવા મળ્યો હતો. તે પ્લેનમાં બેઠેલા અન્ય મુસાફરો પાસેથી પૈસાની માંગ કરી રહ્યો હતો જ્યારે ફ્લાઈટ સ્ટાફ તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ થયા પછી કેટલાકે તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, જ્યારે અન્ય લોકોએ પાકિસ્તાનની ગંભીર સ્થિતિની મજાક ઉડાવી હતી. 

પાકિસ્તાન પરથી નાદારીનું જોખમ ટળી ગયું છે
પાકિસ્તાનમાં આ વર્ષે ચૂંટણી યોજાવા જઈ રહી છે. શેહબાઝ શરીફે જાહેરાત કરી છે કે વર્તમાન સંસદનો કાર્યકાળ 14 ઓગસ્ટે સમાપ્ત થશે, ત્યારબાદ વચગાળાની સરકાર અને નવી ચૂંટણીઓનો માર્ગ ખુલશે. ઈસ્લામાબાદમાં, શેહબાઝે કહ્યું કે પાકિસ્તાનને IMF તરફથી 3 બિલિયન યુએસ ડોલરની સહાય મળી છે, જેણે દેશ તરફથી ડિફોલ્ટનું જોખમ ટાળ્યું છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારે IMF કરારનું ઉલ્લંઘન કર્યું હતું જેના કારણે દેશ નાદારીનો સામનો કરી રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ