બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vibrant Gujarat Summit: Kunvarji Bavaliya said - This moment will be historic

વાઇબ્રન્ટ ગુજરાત 2024 / વાઇબ્રન્ટ ગુજરાત સમિટ : કુંવરજી બાવળિયાએ કહ્યું- આ ક્ષણ ઐતિહાસિક બની રહશે, જુઓ VTV સાથે ખાસ વાતચીત

Priyakant

Last Updated: 10:26 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat 2024 Latest News: રાજ્યના કૃષિમંત્રી કુંવરજી બાવળિયાએ વાઇબ્રન્ટ ગુજરાતને લઈ કહ્યું કે, આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે

  • ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત 
  • કુંવરજી બાવળિયા સાથે VTV NEWSની ખાસ વાત 
  • આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે: કુંવરજી બાવળિયા
  • વાયબ્રન્ટ સમિટ રાજ્ય અને લોકો માટે અનેરો અવસર: કુંવરજી બાવળિયા
  • વાયબ્રન્ટ ગુજરાત રોકાણ માટે મહત્વનું પ્લેટફોર્મ: કુંવરજી બાવળિયા

Vibrant Gujarat 2024 : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ના ઉદ્ધાટન ને આડે હવે થોડો સમય જ બાકી છે. ગઈકાલે અને આજે આવી રહેલા દેશ-વિદેશના મહેમાનો હાલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પહોંચી રહ્યા છે. આ તરફ હવે રાજ્યના કૃષિમંત્રી કુંવરજી બાવળિયા સાથે VTV NEWSએ ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે વાઇબ્રન્ટ ગુજરાતને લઈ કહ્યું કે, આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. આ સાથે કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્ય અને લોકો માટે અનેરો અવસર છે. 

રાજ્યના કૃષિમંત્રી કુંવરજી બાવળિયાએ VTV ન્યૂઝ ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત રોકાણ માટે મહત્વનું પ્લેટફોર્મ છે. આવનારા દિવસોમાં ગુજરાત સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે. મહત્વનું છે કે, આજે વહેલી સવારથી જ દેશ-વિદેશના મહેમાનો ગાંધીનગર મહાત્મા મંદિર જવા રવાના થઈ રહ્યા છે. હવે થોડીક જ ક્ષણોમાં PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. જે બાદમાં સાંજના સમયે તેઓ ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેવાના છે.

દેશ અને ગુજરાત માટે વાયબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ: બળવંતસિંહ રાજપૂત 
આ તરફ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતનું પણ વાયબ્રન્ટ સમિટને લઈને નિવેદન સામે આવ્યું છે. બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, દેશ અને ગુજરાત માટે વાયબ્રન્ટ સમિટ મહત્વપૂર્ણ છે. વાયબ્રન્ટ ગુજરાત વિક્સિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરી રહ્યું છે. 

ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું ? 
રાજ્ય ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માએ વાયબ્રન્ટ સમિટને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે, દુનિયાના દેશોની નજર આજે ભારત પર છે. ગુજરાત રોકેટની ગતિએ આગળ વધી રહ્યું છે 

વાંચો વધુ: IIM અમદાવાદમાં શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ આવ્યા છે આ દેશના રાષ્ટ્રપતિ, વાઇબ્રન્ટ સમિટ પહેલા યાદ કર્યા જૂના દિવસો

જાણો આજે શું છે PM મોદીનો સમગ્ર કાર્યક્રમ ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરે સવારે 9:15થી 9:35 વાગ્યા સુધી ગ્રૂપ ફોટોગ્રાફી કરશે. સવારે 9:40થી 12:15 વાગ્યે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 1:40થી 2:20 વાગ્યા સુધી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે તેમજ બપોરે 2:30થી 2:45 વાગ્યા સુધી કંપનીઓના CEO સાથે બેઠક યોજાશે. પ્રધાનમંત્રી મોદીનો બપોરે 2:45થી 4:45 વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 4:50 વાગ્યે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી જવા પ્રધાનમંત્રી મોદી રવાના થશે.  5:15થી 6:45 વાગ્યે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં PM ભાગ લેશે. સાંજે 7 કલાકે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ  જવા રવાના થશે. સાંજે 7:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ