ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ડાયમંડ સિટીમાં આજથી સાઉથ ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ, CM પણ રહેશે હાજર

સુરત / ડાયમંડ સિટીમાં આજથી સાઉથ ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ, CM પણ રહેશે હાજર

Published By: Priykant Shrimali

Last Updated: 08:17 AM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vibrant Gujarat Regional Conference : કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો, મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના રોકાણકારો હાજરી આપશે

ADVERTISEMENT

Vibrant Gujarat Regional Conference : સુરત શહેર આજે ઉદ્યોગ અને વિકાસના નવા અધ્યાયનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. વાસ્તવમાં આજે સાઉથ ગુજરાત માટે મહત્વપૂર્ણ ગણાતી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. આ કોન્ફરન્સ રાજ્યના આર્થિક વિકાસને વધુ ગતિ આપવા સાથે સાથે ઉદ્યોગક્ષેત્રમાં નવી તકો ઊભી કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આ સાથે કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો, મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રના રોકાણકારો હાજરી આપશે, જે ગુજરાતને રોકાણ માટે વધુ આકર્ષક બનાવશે.

આ પણ વાંચો : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ હાજરી આપશે, શહેરને દૂલ્હનની જેમ શણગારાયું

સાઉથ ગુજરાત, ખાસ કરીને સુરત, ટેક્સટાઇલ, ડાયમંડ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. આવી કોન્ફરન્સ દ્વારા સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે અને નવા પ્રોજેક્ટ્સ તથા ભાગીદારી માટેના રસ્તા ખુલશે. સાથે સાથે રોજગારીની નવી તકો ઊભી થવાની પણ પૂરી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vibrant Gujarat Regional Conference Surat Conference South Gujarat Investment

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ