બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 10:19 PM, 26 May 2021
ADVERTISEMENT
NHAIએ બુધવારે આ અંગે એક ગાઈડલાઈન જાહેર કરી છે, સાથે જ ટોલ પ્લાઝા પર પીક અવર્સ પર પ્રત્યેક વાહન માટે વેઈટિંગ સમય વધુમાં વધુ 10 સેકન્ડનો કર્યો છે. જેનાથી વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર વધુ સમય ન લાગે.
ADVERTISEMENT
100 મીટરથી લાઈનો વધી જાય તો નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
NHAI દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ, ફાસ્ટેગ ફરજિયાત થયાં બાદ મોટાભાગના ટોલ પ્લાઝાએ વાહન ચાલકોએ રાહ જોવી પડતી નથી. વાહનની લાઈનો 100 મીટર સુધી નથી લાગતી પરંતુ જો કોઇ કારણોસર ટોલ પ્લાઝા પર વાહનની લાઈનો 100 મીટરથી વધી જાય તો વાહનો પાસેથી ટોલ વસૂલવામાં આવશે નહીં જ્યાં સુધી અંતર 100 મીટર થતું નથી. તેના માટે દરેક ટોલ પ્લાઝા પર પાળા કલરની લાઈનો દોરવામાં આવશે. જેની જવાબદારી ટોલ ઓપરેટરની રહેશે.
ફાસ્ટેગ બનાવાયો ફરજીયાત
ઉલ્લેખનીય છે કે, 2021 ફેબ્રુઆરી માસથી ફાસ્ટેગને ફરજીયાત કરીને NHAI એ તમામ ટોલને કેશલેસ બનાવ્યા છે. NHAI ના ટોલ પ્લાઝામાં, 96 ટકા અને અન્ય ટોલ પ્લાઝા 99 ટકા ઝડપથી કલેક્શન કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ETC) ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ફાસ્ટ ટેગ ડ્રાઇવર અને ટોલ વર્કર વચ્ચે સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે છે. NHAI નો પ્રયાસ છે કે, NH પર સલામત, આરામદાયક અને જામ મુક્ત મુસાફરી થઈ શકે. હાલમાં, લગભગ 752 ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગ ફરજિયાત બન્યાં છે. તેમાં લગભગ 575 NHAI ના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.