બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:42 PM, 2 April 2023
ADVERTISEMENT
ઉધાર કે લોન પેટે આપેલા રૂપિયા પાછા ન આવતા હોવાની મોટા ભાગના લોકોની ફરિયાદ હોય છે. આવી સ્થિતિમાં બીજાને મદદ કરનાર લોકોમાં ચિંતા ઘર કરવા માંડે છે અને પૈસા અટકી ગયા પછી તેની ઊંઘ ઊડી જાય છે. આ રૂપિયા પરત મેળવવામા માણસના મોઢે ફીણ આવી જતા હોય છે ત્યારે તેના મનમાં વિવિધ પ્રકારના પ્રશ્નો આવવા લાગે છે. ત્યારે આવા ઉધાર આપેલા પૈસા ડૂબી જવા અથવા અટવાવાનું કારણ શું છે? જ્યોતિષશસ્ત્રમાં આ મામલે માહિતી આપાઈ છે.

ADVERTISEMENT
પૈસાને ક્યારેય પશ્ચિમ તરફ મુખ કરીને ન લેવા જોઈએ
જ્યોતિષ નિષ્ણાતના મતે જાણીએ તો જ્યારે કોઈ વ્યક્તિ દક્ષિણ તરફ મુખ રાખીને પૈસા ઉધાર આપે છે, ત્યારે આ રૂપિયા પરત મળવાની સંભાવના ઘણી ઓછી હોય છે. એટલા માટે આ દિશામાં મુખ રાખીને ક્યારેય ઉધાર રૂપિયા ન આપવા જોઈએ, વધુમાં જ્યારે પૈસા પશ્ચિમ તરફ મુખ રાખીને આપવામાં આવે છે, ત્યારે તેને બીમારીમાં ખર્ચ કરવા પડે તેવી વધુ શક્યતાઓ જોવા મળતી હોય છે. એટલા માટે પાછા આવતા પૈસાને ક્યારેય પશ્ચિમ તરફ મુખ કરીને ન લેવા જોઈએ.
ADVERTISEMENT
આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું
ઉધાર આપેલી રકમ વારંવાર ડૂબવાનો ખતરો મંડરાઇ ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમાં બીજી વખત ઉધાર આપતી વેળાએ ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં જ મુખ રાખી રૂપિયાની લેવડ દેવડ કરવી જોઈએ. બીજી તરફ પૈસાની લેતી દેતી કરતી વેળાએ મોટાભાગે જમણા હાથનો જ ઉપયોગ કરવો જોઈએ. નોટની ગણતરી કરતી વેળાએ મોટાભાગના લોકોને થૂંક લગાવવાની આદત હોય છે. આવું કરવું ખોટું છે અને ધાર્મિક માન્યતાઓને અનુરૂપ નોટ ઉપર થુક લગાવવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. તો નોટોને ખરાબ હાથે પણ ન ગણવી જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.