બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips do not give your watch clothes pen to others

Vastu Tips / આ 5 ચીજોને ઉધાર આપતા પહેલાં સોવાર વિચારજો, નહીં તો મુકાઇ શકો છો મુશ્કેલીમાં

Arohi

Last Updated: 09:28 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: વાસ્તુ અનુસાર કોઈને પણ આ 5 વસ્તુઓ ઉધાર ન આપવી જોઈએ. નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જાણો તેના વિશે...

  • આ 5 વસ્તુઓ ક્યારેય પણ ન આપો ઉધાર 
  • નહીં તો મુકાઈ જશો મુશ્કેલીમાં 
  • સંબંધોમાં આવી શકે છે તિરાડ 

વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે કોઈને અન્ય વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ અથવા તો તેને ઉધાર ન આપવી જોઈએ. આમ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છે. અને નકારાત્મકતાનો શિકાર બની શકો છો જાણો તેના વિશે. 

કપડાં
વાસ્તુ અનુસાર આપણે ક્યારેય પણ કોઈને કપડા પહેરવા માટે ન આપવા જોઈએ. સાથે જ આપણે પણ ક્યારેય બીજાના કપડાં ન પહેરવા જોઈએ. આના કારણે આપણી અંદર નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવવા લાગે છે.

રૂમાલ 
વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિએ પોતાનો રૂમાલ કોઈને ન આપવો જોઈએ. તેને લોકો વચ્ચેના ઝઘડા સાથે જોડીને જોવામાં આવે છે. આપણે પણ ક્યારેય બીજા વ્યક્તિનો રૂમાલ આપણી સાથે ન રાખવો જોઈએ.

ઘડીયાળ
વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળનો સંબંધ સકારાત્મક અને નકારાત્મક ઉર્જા સાથે પણ છે. આપણે ક્યારેય પોતાની ઘડિયાળ બીજાને ન આપવી જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિનો ખરાબ સમય શરૂ થઈ શકે છે.

પેન 
તમે એવા ઘણા લોકોને જોયા હશે જેઓ મહત્વપૂર્ણ ડીલ દરમિયાન પોતાની અલગ પેનનો ઉપયોગ કરે છે. તે પોતાની પેન પણ બીજા કોઈને આપતા નથી. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે ક્યારેય પણ બીજા વ્યક્તિને પોતાની પેન ન આપવી જોઈએ. આ ન માત્ર કરિયરની દ્રષ્ટિએ અશુભ માનવામાં આવે છે. પરંતુ તમે પૈસા પણ ગુમાવી શકો છો.

સાવરણી 
ક્યારેય કોઈ બીજાની સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. કોઈને સાવરણી આપવી પણ ન જોઈએ. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ